GST council meet today: Will petrol, diesel come under GST?
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • આજની મીટિંગ પર આધાર, …તો પેટ્રોલ-ડીઝલ 25 થી 30 રૂપિયા સસ્તું થઇ જશે?

આજની મીટિંગ પર આધાર, …તો પેટ્રોલ-ડીઝલ 25 થી 30 રૂપિયા સસ્તું થઇ જશે?

 | 9:12 am IST
  • Share

– GST કાઉન્સિલની આજે 45મી બેઠક લખનઉમાં
– પેટ્રોલ-ડીઝલને લઇ મોટો નિર્ણય થઇ શકે છે
– GSTના દાયરામાં લાવવા પર ચર્ચા થઇ શકે છે

GST Councilની 45મી બેઠક આજે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં થશે. સવારે 11 વાગ્યે બેઠકની અધ્યક્ષતા નાણાંમંત્રી નિર્મલા સીતારમણ કરશે. બેઠકમાં તમામ રાજ્યોના નાણાંમંત્રી ભાગ લેશે. આ બેઠકમાં કેટલાંય મહત્ત્વના મુદ્દા પર ચર્ચા થવાની સંભાવના છે જેની અસર વેપારીઓથી લઇ આમ આદમી પર પડશે.

પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા પર વિચાર

પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાની ચર્ચાએ ફરી એક વખત વેગ પકડ્યો છે. આજે મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલિયમ પેદાશોને જીએસટીના દાયરામાં લાવવા પર ચર્ચા થઈ શકે છે. જી.એસ.ટી સિસ્ટમમાં જો કોઈ ફેરફાર કરવો હોય તો તેમાં પેનલના ત્રણ ચતૃર્થાંશ ભાગની મંજૂરી જરૂરી હોય છે. તમામ રાજ્યો અને પ્રદેશોના પ્રતિનિધિઓ આમાં સામેલ થશે. જોકે આ દરખાસ્તમાંથી કેટલાક ઇંધણને જીએસટીમાં સામેલ કરવાનો વિરોધ કર્યો છો કારણ કે તેમનું કહેવું છે કે આવી સ્થિતિમાં તેઓ કેન્દ્ર સરકારને એક મુખ્ય આવક રળતું ટુલ સોંપી દેશે. પરંતુ થોડાક સમય પહેલાં જ ECOWRAPનો રિપોર્ટ આવ્યો હતો તેના મતે જો પેટ્રોલ-ડીઝલ GSTના દાયરામાં આવી જશે તો પેટ્રોલ અંદાજે 30 રૂપિયા અને ડીઝલ અંદાજે 20 રૂપિયા સુધી સસ્તું થઇ જશે.

ફૂડ ડિલિવરી એપ્સ GSTના દાયરામાં લાવવા પર ચર્ચા

ફૂડ ડિલિવરી એપ્સ Zomato, Swiggy જેવા ક્લાઉડ કિચનમાંથી જમવાનું મંગાવા પર GST નાંખવાની કાઉન્સિલમાં વિચારણા થઇ શકે છે. સમિતિની ફિટમેન્ટ પેનલે કાઉન્સિલને ફૂડ ડિલિવરી એપ્લિકેશન્સને ઓછામાં ઓછી 5 ટકા GST દાયરામાં લાવવાની ભલામણ કરી છે. કાઉન્સિલની ફિટમેન્ટ પેનલે ભલામણ કરી છે કે ફૂડ એગ્રીગેટર્સને ઈ-કોમર્સ ઓપરેટર તરીકે ગણવામાં આવે. એવામાં Swiggy, Zomatoથી ઓનલાઈન જમવાનું મંગાવાનું મોંઘુ પડી શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો