gst-one-nation-one-tax-modi-government-advertisments-expense
  • Home
  • Business
  • GSTના પ્રચારમાં સરકારે રૂ.132 કરોડનો ખર્ચ કર્યો

GSTના પ્રચારમાં સરકારે રૂ.132 કરોડનો ખર્ચ કર્યો

 | 3:49 pm IST

GSTને બહેતર કરવા સરકારે કોઈ કમી રાખી નહતી તે જરીતે તેના પ્રચારમાં પણ કોઈ કસર છોડી નહી GSTના પ્રચાર પ્રસારમાં 132.38 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો. સૂચના અને પ્રસારણ મંત્રાલયમાં કામ કરનાર એક એજન્સીએ કરેલી આરટીઆઇના જવાબમાં આ જાણકારી આપવામાં આવી છે. સરકાર તરફથી કહેવામાં આવ્યુ કે પત્ર-પત્રિકાઓમાં GST માટે જે જાહેરાત કરવામાં આવી હતી તેનો ખર્ચ 1,26,93,97,121 રૂપિયા થયો. તો ઈલેક્ટ્રોનિક મીડિયાની વાત કરીએ તો તેમાં શૂન્ય ખર્ચ દર્શાવવામાં આવ્યો.

GSTને ગયા વર્ષે જુલાઈમાં લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકાર સતત GSTને ખુબજ મહત્વપૂર્ણ કદમ ગણાવે છે, સાથે સાથે સરકારે તેમાં ખુબજ ફેરફાર કર્યો છે.ગયા વર્ષે GST મુદ્દે પરિષદની કેટલીયે બેઠકો યોજવામાં આવી હતી. આ બેઠકોમાં ટેક્સ સ્લેબ ઘટાડવાથી લઇને ખુબ મોટા ફેરફાર કરવામાં આવ્યા. GST પરિષદની આવતી બેઠક ગોવામા યોજાવાની છે. આ બેઠકમાં નાના માણસોને GST રિટર્ન ભરવામાં સરળતા રહે તેવો નિર્ણય લેવાય તેવી શક્યતા છે.