આજથી GSTના નવા દર લાગૂ, જાણો કંઇ-કંઇ વસ્તુ થઇ સસ્તી, રેસ્ટોરાંનું બીલ ચોક્કસ ચકાસજો - Sandesh
  • Home
  • Business
  • આજથી GSTના નવા દર લાગૂ, જાણો કંઇ-કંઇ વસ્તુ થઇ સસ્તી, રેસ્ટોરાંનું બીલ ચોક્કસ ચકાસજો

આજથી GSTના નવા દર લાગૂ, જાણો કંઇ-કંઇ વસ્તુ થઇ સસ્તી, રેસ્ટોરાંનું બીલ ચોક્કસ ચકાસજો

 | 9:01 am IST

આજથી તમારું ગ્રોસરી બિલ જરા ધ્યાનથી જોવાનું શરૂ કરી દેજો. મૈક્સિમમ રિટેલ પ્રાઇસ પર વેચાતી ચોકલેટ, ટુથપેસ્ટ, શેમ્પુ, વોશિંગ પાઉડર, અને શેવિંગ ક્રીમ જેવી કેટલીય પ્રોડક્ટ્સના ભાવ ઘટી જશે. કારણ કે ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના સૌથી ઊંચા 28 ટકા સ્લેબમાંથી 18 ટકા સ્લેબમાં સામેલ કરી દેવામાં આવ્યા છે. ગ્રોસરી બીલ જ નહીં પરંતુ તમે રેસ્ટોરાંનું ફૂલ બિલ પણ બરાબર ચેક કરજો, કારણ કે રેસ્ટોરાં બીલને પણ 12 ટકા અને 18 ટકાના સ્લેબમાંથી કાઢીને 5 ટકાના દાયરામાં રખાયા છે.

આ સેકટરોની કંપનીઓએ પોતાની ટ્રેડ ચેનલમાં આ અંગે માહિતી આપવાની શરૂઆત કરી દીધી છે કે ટેક્સ કટનો ફાયદો કન્ઝયુમરને તરત આપવામાં આવે કારણ કે રિવાઇઝ્ડ સ્ટિકર લાગવા કે નવા સ્ટિકર પ્રિન્ટ કરવામાં સમય લાગશે. એક ઘડિયાળ કંપની અને એક પ્રિન્ટર મેકર ભાવ તરત ઘટવાની માહિતી કન્ઝયુમર્સને આપવા માટે અખબારમાં જાહેરાત આપવા અંગે વિચારી રહ્યો છે. મૈક્સિમ રિટેલ પ્રાઇસમાં ટેક્સવાળો હિસ્સો પણ હોય છે, તે દ્રષ્ટિએ જો કોઇ કંપની પ્રોડક્ટની બેઝ પ્રાઇસ કે ડિસ્ટ્રિબ્યુટર અને ડીલરનું માર્જીન વધારવાનો નિર્ણય ન કરે તો તેનો ભાવ નીચે આવવો જોઇએ.

સરકારે સંશોધિત ભાવવાળા સ્ટિકર લગાવા અંગે નવી ગાઇડલાઇન્સ હજુ રજૂ કરી નથી. એક સરકારી અધિકારીએ કહ્યું કે કેટલીય પ્રોડક્ટ્સ એમઆરપી કેટેગરીમાં છે, તે દ્રષ્ટિથી કંપનીઓને કાં તો સ્ટિકર લગાવા પડશે અથવા તો નવા ભાવ પ્રિન્ટ કરાવા પડશે.

જીએસટી કાઉન્સિલે ગયા શુક્રવારના રોજ પોતાની 23મી બેઠકમાં અંદાજે 200 પ્રોડક્ટ પર ટેક્સ રેટ ઘટાડી દીધો હતો અને તેમાંથી 178 પ્રોડક્ટને 28%વાળા સ્લેબમાંથી 18%વાળા સ્લેબમાં મૂકી દેવામાં આવ્યા હતા.

આ બધી વસ્તુઓ થઇ સસ્તી

રાજ્યો અને કેન્દ્રે આ સંબંધમાં નોટિફિકેશન રજૂ કરવાની સાથે જ નવા રેટ્સ મંગળવારના રોજ અડધી રાત્રે લાગૂ થયા. પીડબલ્યુસીના ઇનડાયરેક્ટ ટેક્સ પાર્ટનર પ્રતીક જૈન એ કહ્યું કે સારું છે કે જીએસટી કાઉન્સિલે એક ખાસ તારીખ એટલે કે 15 નવેમ્બરના રોજ લાગૂ કરવાનો નિર્ણય કર્યો કારણ કે પહેલાંના કેટલાંક મામલાઓમાં વિભિન્ન રાજ્યોએ અલગ-અલગ તારીખો પર અધિસૂચનાઓ રજૂ કરી હતી. જોકે સમયની અછતને જોતા મોટાભાગની કંપનીઓ પ્રોડક્ટસની એમઆરપી તરત હટાવી શકી નહોતી, પરંતુ તેમણે ડીલરો અને રિટેલરોને કહ્યું છે કે ભાવ ઓછા થવા જોઇએ. તેમણે કહ્યું કે કસ્ટમર્સને પણ એ વાતની માહિતી હોવી જોઇએ કે કંઇ પ્રોડક્ટ્સના ભાવ કેટલાં ઘટી શકે છે, ભલે એ પ્રોડક્ટ પર એમઆરપી કોઇપણ લખી હોય.

અમૂર ડેરી બ્રાન્ડથી પ્રોડક્ટ્સ બનાવનાર ગુજરાત કૉ-ઓપરેટિવ મિલ્ક ફેડરેશન એ પોતાના ડિસ્ટ્રિબ્યુટર્સને સંશોધિત ભાવ પર પ્રોડક્ટ વેચવાનું કહ્યું છે. કંપનીના એમડી આરએસ સોઢીએ કહ્યું કે અમે ભાવ બદલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે પરંતુ નવી એમઆરપી વાળી પ્રોડક્ટ્સ કન્ઝયુમર્સ સુધી પહોંચવામાં થોડોક સમય લાગશે.