NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • GSTના દર ફાઇનલ : જાણો શું છે સિનેમા અને હોટેલ્સના લેટેસ્ટ ચાર્જિસ?

GSTના દર ફાઇનલ : જાણો શું છે સિનેમા અને હોટેલ્સના લેટેસ્ટ ચાર્જિસ?

 | 4:40 pm IST

આગામી ૧ જુલાઈથી જેનો અમલ કરવાનું નક્કી થયું છે એ GSTના દર કઈ ચીજ પર કેટલા રહેશે એ વિશે આખરી નિર્ણય લેવાઈ ગયો છે. 18 અને 19 દિવસની બે દિવસીય GST કાઉન્સિલની બેઠકનો અંત આવી જતા તમામ મામલે સ્પષ્ટતા થઈ ગઈ છે. આ નિર્ણય લેવા માટેની બેઠકમાં નાણાપ્રધાન અરુણ જેટલી સહિત 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં જીએસટી અંતર્ગત સોના ઉપર કેટલો ટેકસ રાખવો એ અંગે કોઇ સર્વસંમતિ સધાય નથી અને સોના ઉપરનો નિર્ણય ૩ જૂનના રોજ દિલ્હીમાં હવે પછી મળનાર જીએસટી કાઉન્સીલની બેઠકમાં લેવાશે. હાલમાં સર્વિસિઝ પર જીએસટીની તમામ 4 દર 5%, 12%, 18%, 28% લાગુ કવરાનો નિર્ણય લીધો છે. નાણામંત્રી અરૂણ જેટલીએ માહિતી આપી છે કે ટ્રાન્સપોર્ટ સર્વિસ પર 5% ટેક્સ લાગશે અને લક્ઝરી સેવાઓ પર 28 ટકા ટેક્સ લગાવવામાં આવશે.

બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો

  • હેલ્થકેર અને એજ્યુકેશનને જીએસટીમાંથી બહાર રાખવામાં આવ્યું છે.
  • એન્ટરટેઇનમેન્ટ ટેક્સનો સર્વિસ ટેક્સમાં વિલય કરી દેવામાં આવ્યો છે
  • ગુડઝ, રેલવે તેમજ એર ટ્રાન્સપોર્ટ પર 5% ટેક્સ લાગશે.
  • ફિલ્મ, જુગાર રેસ કોર્સ પર 28% ટેક્સ લાગશે.
  • ફોન બિલ પર 18% ચાર્જ લાગશે.
  • 1000 રૂ.થી ઓછા ભાડાની હોટેલ્સ જીએસટીના ચાર્જની બહાર પણ 2500-5000 રૂ.ના ભાડાની હોટેલ્સ 18% ટેક્સના વિસ્તારમાં.
  • 5 સ્ટાર હોટેલ્સ પર 28% ટેક્સ.
  • નોન એસી રેસ્ટોરાં પર 12 ટકા સર્વિસ ટેક્સ લાગશે.
  • હેલ્થકેર અને શિક્ષણને જીએસટીના દાયરામાંથી બહાર રાખવામાં આવશે.
  • ફાઇનાન્સિયલ સર્વિસીસ પર ૧૮ ટકાનો રેટ લાદવા સહમતી થઇ હતી.
  • ટેલિકોમ સર્વિસીસ ઉપર પણ ૧૮ ટકાનો રેટ નક્કી કરવામાં આવ્યો છે.
  • લકઝરી સર્વિસ પર ર૮ ટકા જીએસટી લગાડવા સહમતી થઇ હતી એટલે કે પ૦૦૦થી વધુ ભાડાવાળી હોટલના રૂમના ભાડા પર ર૮
  • ટકાનો જીએસટી લાગશે.
  • સૌથી વધુ સેસ ૨૦૪% પાનમસાલા, ગુટખા પર લેવાશે ઉપરાંત કોલ્ડ્રીકસ પર ૧૨% અને મોટી કારો પર ૧૫% સુધી સેસ લાગશે.
  • સૌથી ઓછો સેસ ચાર મીટરથી નાની અને ૧૨૦૦ સીસીથી ઓછી કારો ૫૨ ૧ ટકા લગાવામાં આવશે. જ્યારે મોટી કારો (૧૫૦૦
  • સીસીથી વધુ) પર ૧૫% સેસ લાગશે.
  • ૩૫૦ સીસીવાળી બાઇકસ પર ૩ ટકા સેસ આપવો પડશે.
  • ચા, કોફી, ખાદ્ય તેલ જેવા જરૂરી પદાર્થો પર પાંચ ટકાના દરે જીએસટી લાગશે જેના પર હાલમાં 4થી 6 ટકાના દરે વેટ લાગશે.
  • તેલ, સાબુ, ટુથ પેસ્ટ જેવી રોજિંદી ઉપયોગમાં લેવાતી વસ્તુ પર 18 ટકાના દરે ટેક્સ લાગશે. હાલમાં આ વસ્તુ પર 28 ટકાના દરે ટેક્સ લાગી રહ્યો છે.
  • જીએસટીમાં કોલસા પર પાંચ ટકાનાદરે ટેક્સ લાગશે, જેના પર હાલમાં 11.69 ટકાના દરે ટેક્સ લાગી રહ્યો છે.
  • એર કન્ડીશનર અને રેફ્રીજરેટને 28 ટકા ટેક્સ સ્લેબમાં રાખવામાં આવશે જેના પર હાલમાં 31 ટકાના દરે ટેક્સ લાગે છે