વેપાર ઉદ્યોગની સરળતા માટે જીએસટીમાં કરાશે સુધારાઃ મોદી - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • વેપાર ઉદ્યોગની સરળતા માટે જીએસટીમાં કરાશે સુધારાઃ મોદી

વેપાર ઉદ્યોગની સરળતા માટે જીએસટીમાં કરાશે સુધારાઃ મોદી

 | 8:35 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે વેપાર-ઉદ્યોગને સરળ બનાવવા માટે સરકાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં હજુ વધારે સુધારા કરશે. જીએસટી કાઉન્સિલની આગામી અઠવાડિયે મળનારી બેઠકમાં સુધારા અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

વર્લ્ડ બેન્ક રેન્કીંગમાં ભારતની પ્રગતિના સંદર્ભમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે યોજેલા કાર્યક્રમ ઈન્ડિયા બિઝનેસ રિફોર્મ્સમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલે પ્રધાનોના ગ્રૂપની રચના કરી છે. આ ગ્રુપ વેપારીઓ તથા ઉદ્યોગ સાહસિકોને નડતી મુશ્કેલીઓની સમીક્ષા કરે છે. પ્રધાનોના જૂથની ભલામણો અંગે વિચારણા માટે જીએસટી કાઉન્સિલની 9 અને 10 તારીખે ગુવહાટીમાં બેઠક યોજાનાર છે.

કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીના વડપણ હેઠળ યોજાનારી બેઠકમાં બધા રાજ્યો સંમત થશે તો જીએસટીમાં સુધારાની જાહેરાત કરાશે. કાઉન્સિલની ગયા મહિને યોજાયેલી બેઠકમાં પણ અનેક સુધારા કરાયા હતાં.

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિશેના વિશ્વ બેન્કના તાજેતરના રેન્કિંગ વિશે બોલતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમાં જીએસટીના અમલ અને તેની અસરનો સમાવેશ કરાયો નથી. ભારતીય અર્થતંત્રમાં જીએસટી સૌથી મોટો વેરા સુધારો છે. જીએટી મારફતે આપણે પારદર્શક, આધુનિક અને સ્થાયી વેરા વ્યવસ્થામાં પ્રવેશ કરી રહ્યા છીએ.