GSTની વેબસાઇટ ખૂલતી નથી તેની બોમ્બે હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી - Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • GSTની વેબસાઇટ ખૂલતી નથી તેની બોમ્બે હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી

GSTની વેબસાઇટ ખૂલતી નથી તેની બોમ્બે હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી

 | 12:10 am IST

મુંબઇ, તા.૯

જીએસટી નેટવર્ક બરાબર કામ કરતું નથી અને તેને કારણે વેપારીઓ ઓનલાઇન જીએસટી રિટર્ન ફાઇન કરી શકતા નથી તે બાબતની ગંભીર નોંધ લઇ બોમ્બે હાઇકોર્ટે જણાવ્યું હતું કે એક તરફ જીએસટીની ભારે પબ્લિસિટી કરવામાં આવે છે અને તેને લોકપ્રિય ગણાવવામાં આવે છે પણ જો એસેસીને જીએસટીની વેબસાઇટ અને પોર્ટલ સરળતાથી ઉપલબ્ધ ન હોય તો તેના માટે યોજવામાં આવેલાં સંસદના વિશેષ સત્રનો કે જીએસટી પરિષદની અસાધારણ બેઠકનો પણ એસેસી માટે કોઇ અર્થ નથી.

પુણેસ્થિત કંપની એબીકોર એન્ડ બિનઝેસ ટેકનોવેલ્ડ પ્રા. લિ. દ્વારા જીએસટીનું રિટર્ન ભરવા મામલે પડી રહેલી અડચણો બાબતે અરજી કરવામાં આવી હતી. કંપનીએ તેની અરજીમાં જણાવ્યું હતું કે જીએસટી પોર્ટલ બરાબર કામ કરતું નથી છતાં સરકાર જીએસટી રિટર્ન ભરવામાં થયેલાં વિલંબ પર લેટ ફી ભરવાનો આગ્રહ રાખે છે. ઓક્ટોબર ૨૦૧૭ બાદ લેટ ફી વિના જીએસટી રિટર્ન સ્વીકારવામાં આવતું નથી.

જીએસટી કમિશનરે અદાલતને જણાવ્યું હતું કે અરજદારે જણાવેલી સમસ્યાઓનો ઉકેલ માત્ર જીએસટી પરિષદ દ્વારા જ લાવવાનું શક્ય છે. આમાં અમે કશું કરી શકીએ તેમ નથી. જીએસટી કમિશનરના જવાબ બાબતે નારાજગી વ્યક્ત કરી હાઇકોર્ટે જણાવ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે વહીવટીતંત્ર હવે જાગીને જરૂરી પગલાં ભરશે. રાજ્ય અને દેશ જ્યારે વિદેશી મૂડીરોકાણને આમંત્રી તેને આવકારવા માગતો હોય ત્યારે આ દેશની પ્રતિષ્ઠા જાળવવા માટે આમ કરવું જરૂરી છે. અદાલતે સરકારી તંત્રની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે આવી અરજીઓ ભાગ્યે જ અમારી સમક્ષ આવે તેવી વ્યવસ્થા સરકાર કરશે તેવી અમને આશા અને વિશ્વાસ છે. અદાલતને કાયદાનો અમલ અને વહીવટ કરવા માટે કહેવામાં નહીં આવે તેવી પણ અમને આશા છે.

કેન્દ્ર સરકાર વતી પુણેના સેન્ટ્રલ જીએસટી કમિશનરને આ મામલે ૧૬ ફેબ્રુઆરી પહેલાં સોગંદનામું નોંધાવવા માટે હાઇકોર્ટે જણાવ્યું હતું. આ મામલે વધુ સુનાવણી હવે ૧૬ ફેબ્રુઆરીએ કરવામાં આવશે.

;