Guajrat 8 Metro Cities Night Curfew Announce
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગુજરાતના 8 મોટા શહેરોમાં રાત્રિ કફર્યૂ લંબાવાયો, 25 સપ્ટેમ્બર સુધી અમલી રહેશે

ગુજરાતના 8 મોટા શહેરોમાં રાત્રિ કફર્યૂ લંબાવાયો, 25 સપ્ટેમ્બર સુધી અમલી રહેશે

 | 5:00 pm IST
  • Share

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની અસર લગભગ ખતમ થઈ ગઈ છે, પરંતુ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવામાં ગુજરાત સરકાર દ્વારા રાત્રિ કફર્યૂને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે.

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, રાજ્યના 8 મહાનગરોમાં આગામી 25 સપ્ટેમ્બર સુધી રાત્રિ કફર્યૂ લંબાવવામાં આવ્યો છે. નવા આદેશ મુજબ, રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર અને ભાવનગરમાં આગામી 25 સપ્ટેમ્બર સુધી રાત્રે 11 થી 6 વાગ્યા સુધી રાત્રિ કફર્યૂ અમલમાં રહેશે.

અગાઉ ગત 26 ઓગસ્ટે સરકારે કરેલી જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે, તે સમયે 28 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કફર્યૂંનું એલાન કરવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે, ગુજરાતમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને 8,25,629 પર પહોંચી ચૂક્યો છે. જ્યારે અત્યાર સુધીમાં આ જીવલેણ વાઈરસ રાજ્યના 10,082 લોકોને ભરખી ચૂક્યો છે. હાલ રાજ્યમાં કોરોનાના 161 એક્ટિવ કેસો છે. જો કે રાહતની વાત એ છે કે, 2,15,386 લોકો સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો