Guajrat Dakor temple closed on 17th january 2022 due to corona case
  • Home
  • Gujarat
  • પૂનમે ડાકોર મંદિરે જતાં પહેલાં વાંચી લો… લેવાયો મોટો નિર્ણય

પૂનમે ડાકોર મંદિરે જતાં પહેલાં વાંચી લો… લેવાયો મોટો નિર્ણય

 | 3:34 pm IST
  • Share

  • પૂનમના દિવસે બંધ રહેશે ડાકોર મંદિર

  • કોરોનાના પગલે ભીડ ન થાય તે માટે લીધો નિર્ણય

  • 18 તારીખે રાબેતા મુજબ મંદિરના દ્વાર ખુલશે

કોરોનાના કેસમાં દિવસે-દિવસે વધારો નોંધાઇ રહ્યો છે. જેને લઇન નાઇટ કરફ્યુ તેમજ અનેક પ્રતિબંધો લાદી લેવામાં આવ્યા છે. જ્યારે હવે ડાકોર રણછોડરાય મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના પગલે ભીડ ન થાય તે માટે ડાકોર મંદિર 17 જાન્યુઆરીએ બંધ રહેશે.

મળતી માહિતી મુજબ સંભવિત કોરોનાની ત્રીજી લહેરના પગલે પોઝિટિવ કેસ વધવાથી ડાકોર રણછોડરાય મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ ડાકોર મંદિર 17 જાન્યુઆરીએ બંધ રહેશે. કારણે આ દિવસે પૂનમ હોવાથી શ્રદ્ધાળુઓ મંદિર દર્શન માટે આવતા હોય છે. પરંતુ જે રીતે ગુજરાતમાં કોરોના કેસના આંકડામાં વધારો નોંધાઇ રહ્યો છે જેને લઇને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

તમને જણાવી દઇએ કે ફક્ત 17 જાન્યુઆરી સોમવારે પૂનમના દિવસે જ મંદિર બંધ રહેશે. ત્યારબાદ 18 તારીખે રાબેતા મુજબ મંદિરના દ્વાર ખુલશે. પૂનમના દિવસે મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટતી હોવાને કારણે કોરોના સંક્રમણ ન ફેલાઇ તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ગત દિવસે ગુજરાતમાં 10000થી વધુ કોરોનાના કેસ પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો