Guajrat Rains: Breaks On heavy Rain in Gujarat, Rain diverted to MP-UP
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં હવે ભારે વરસાદ પર લાગી બ્રેક, MP-UP તરફ ફંટાયો

ગુજરાતમાં હવે ભારે વરસાદ પર લાગી બ્રેક, MP-UP તરફ ફંટાયો

 | 6:05 pm IST

ગુજરાતમાં સરેરાશ 118.11 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સારા વરસાદને કારણે રાજ્યના 205 જળાશયોમાં 87.57 ટકા જળસંગ્રહ થયો છે. તો હવે લીલા દુષ્કાળની ભીતિ જોતાં ખેડૂતો મેઘરાજાને ખમૈયા કરવા પ્રાથના કરી રહ્યા છે. ત્યારે ખેડૂતો માટે હવે આનંદના સમાચાર છે કે, ગુજરાતમાં ભારે વરસાદ પર બ્રેક લાગી ગઈ છે. કેમ કે, રાજ્ય ફરતે સર્જાયેલું અપર એર સર્ક્યુલેશન ઓસરી ગયું છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, આજથી રાજયમાં ભારે વરસાદ પર બ્રેક લાગી ગઈ છે. રાજય ફરતે સર્જાયેલું અપર એર સરકયુલેશન ઓસરી ગયું છે. કેટલાક ભાગમાં છુટોછવાયો વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની શકયતા નહિવત છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના ઓછી છે. હાલ ભારે વરસાદ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ તરફ ફંટાયો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સરેરાશ 118.11 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 205 જળાશયોમાં 87.57 ટકા જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમમાં 94.67 ટકા જળસંગ્રહ થયો છે. તો રાજ્યના 80 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે. કચ્છના 20 જળાશયોમાં 76.03 ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 81.75 ટકા પાણીનો જથ્થો છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 87.20 ટકા જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 53.63 ટકા જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 96.10 ટકા જથ્થાનો સંગ્રહ થયેલો છે.

આ વીડિયો પણ જુઓઃ

રાજકોટના કુવાડવા રોડ પર કારના શોરૂમમાંથી ચોરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન