Guajrati Film Actress Monal Gajjar car Accident
  • Home
  • Ahmedabad
  • ગુજરાતી અભિનેત્રીને નડ્યો અમદાવાદ-ઉદયપુર હાઇવે પર અકસ્માત, કારનો કચ્ચરઘાણ

ગુજરાતી અભિનેત્રીને નડ્યો અમદાવાદ-ઉદયપુર હાઇવે પર અકસ્માત, કારનો કચ્ચરઘાણ

 | 9:53 am IST

ગુજરાતી ફિલ્મ જગતની જાણીતિ અભિનેત્રી મોનલ ગજ્જરની કારનો અકસ્માત થયો છે. અભિનેત્રીને અમદાવાદ-ઉદયપુર હાઇવે પર અકસ્માત નડ્યો હતો. મોનલ જન્મદિવસની ઉજવણી કરી મિત્રો સાથે પરત ફરી રહી હતી તે દરમિયાન તેની કારને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો હતો.

અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ. સદનસીબે મોનલ અને તેના મિત્રો સુરક્ષિત છે. પરંતુ કારનો કચ્ચરઘાણ વળી ગયો છે.

ઘટનાની જાણકારી અનુંસાર ગુજરાતી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી મોનલ ગજ્જર તેના કેટલાક મિત્રો સાથે આજે સવારે ઉદયપુરથી પરત ફરી રહી હતી. તે જન્મ દિવસની ઉજવણી કરીને અમદાવાદ ગુજરાત આવી રહી હતી. તે દરમિયાન અમદાવાદ-ઉદયપુર હાઈવે પર અભિનેત્રીની કારને અકસ્માત નડ્યો. અકસ્માતમાં કારને ખુબ નુકસાન થયું છે પરંતુ સદભાગ્યે મોનલ કે અન્ય કોઈને ઈજાના અહેવાલ નથી.

અભિનેત્રી મોનલ ગજ્જર વિશ્વ મહિલા દિવસના બે દિવસ પહેલા એક વીડિયો શેર કરીને ચર્ચામાં આવી હતી. અમદાવાદમાં યુનિવર્સિટી રોડ ખાતે તેણે જાહેરમાં પેશાબ કરી રહેલા એક વ્યક્તિને અટકાવ્યો હતો અને તેને આવું ન કરવા સમજાવ્યું હતું. જોકે, યુવકે અભિનેત્રી સાથે ખરાબ વર્તન કરીને ત્યાં જ પેશાબ કર્યો હતો. આ અંગેનો વીડિયો મોનલે પોતાના ફેસબુક પેજ પર શેર કર્યો હતો.

મોનલ ગજ્જરનો જન્મ અમદાવાદમાં થયો છે. મોનલ ગજ્જરે પોતાની કારકિર્દી બેંકમાં નોકરી કરીને શરૂ કરી હતી. બોલિવૂડ પહેલા તે સાઉથની ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે. તેણે ગુજરાતી ફિલ્મ ‘થઈ જશે’માં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. સૌપ્રથમ તેણે ‘આઇ વિશ’ નામની ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું. આ બાદ તેણે ‘આવ તારુ કરી નાખું’ અને તાજેતરમાં તે ‘રેવા’ ફિલ્મમાં પણ જોવા મળી હતી.