Gujarat 100 students trapped between koronana risk in Ukraine, the government introduced guardians
  • Home
  • Corona live
  • કોરોનાના ખતરા વચ્ચે ગુજરાતના 100 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા, વાલીઓએ સરકારમાં રજૂઆત કરી, પણ…

કોરોનાના ખતરા વચ્ચે ગુજરાતના 100 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા, વાલીઓએ સરકારમાં રજૂઆત કરી, પણ…

 | 9:53 am IST

ગુજરાતમાં હવે કોરોનાના ચેપના કિસ્સા ખૂબ વધી રહ્યાં છે તેવા સંજોગોમાં હવે સરકાર ક્લસ્ટર કન્ટેન્મેન્ટ કાર્યક્રમ હેઠળ ચેપના અટકાવની કામગીરી કરી રહી છે. જે વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ નોંધાયા હોય તેવાં વિસ્તારોના ક્લસ્ટર બનાવવા માટે જીઆઇએસ મેપિંગનો સહારો લેવામાં આવ્યો છે. રાજ્યમાં વિદેશથી આવેલા લોકોના કારણે કોરોનાનો કહેર વરસ્યો છે. ત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતના 100 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે અને તેમણે અને તેમના વાલીઓએ કેન્દ્ર સરકારને રજૂઆત કરીને પાછા ગુજરાતમાં લાવવાની વ્યવસ્થા કરવા અપીલ કરી છે. પરંતુ રાજ્યમાં કોનોનાને કારણે હાલની સ્થિતિ જે ઉદ્દભવી છે તેને જોતા યુક્રેનથી 100 વિદ્યાર્થીઓનું ગુજરાત પાછું ફરવું લગભગ અસંભવ મનાય છે. આ વિદ્યાર્થીઓ માટે ભારત આવવાની શક્યતા નહીવત્ છે.

ગુજરાતના 100 વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયા છે અને તેઓ બુકોવિનિસ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. હાલ યુક્રેનમાં કોરોનાને લઈને પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. જેના કારણે સ્વાભાવિકપણે વિદ્યાર્થીઓના વાલીઓને ચિંતા થવી વ્યાજબી છે. જેણે વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે. પરંતુ હાલ સરકાર તરફથી કોઈ જવાબ મળી શક્યો નથી.

તમને જણાવીએ કે કોરોનાના કારણે યુક્રેનમાં 24 એપ્રિલ સુધી લોકડાઉનની સ્થિતિ છે. આવી હાલતમાં તેઓનું ગુજરાત પરત ફરવું લગભગ અશક્ય મનાય છે. ગુજરાતના 100 વિદ્યાર્થીઓ યુક્રેનમાં MBBSનો અભ્યાસ કરે છે.

ગુજરાતમાં કોરોનાના કહેર બીજા રાજ્યોની સરખામણીમાં કૂદકેને ભૂસકે વરસી રહ્યો છે. ત્યારે આખા ગુજરાતમાં કોરોના વાયરસના 97 પોઝિટિવ કેસો સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. કોરોનાથી ગુજરાતમાં અત્યાર સુધી 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે રાજ્યમાં સારવાર બાદ અત્યાર સુધી 10 લોકો સ્વસ્થ થયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે. પરંતુ ગુજરાતમાં વિદેશથી નહીં, હવે લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાના પોઝિટીવ દર્દીઓના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.

જુઓ આ પણ વીડિયો: આગામી બે દિવસમાં ગરમીનો પારો ઉચકાશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન