લગ્નમાં માતમ છવાયો, દુલ્હન ગૃહપ્રવેશ કરે તે પહેલા જ કાળ ભરખી ગયો, અકસ્માતમાં સાસુ-સસરાનું પણ મોત - Sandesh
NIFTY 10,491.05 +108.35  |  SENSEX 34,142.15 +322.65  |  USD 64.7300 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • લગ્નમાં માતમ છવાયો, દુલ્હન ગૃહપ્રવેશ કરે તે પહેલા જ કાળ ભરખી ગયો, અકસ્માતમાં સાસુ-સસરાનું પણ મોત

લગ્નમાં માતમ છવાયો, દુલ્હન ગૃહપ્રવેશ કરે તે પહેલા જ કાળ ભરખી ગયો, અકસ્માતમાં સાસુ-સસરાનું પણ મોત

 | 12:55 pm IST

આજે સવારે ભરૂચ પાસે સર્જાયેલા એક અકસ્માતમાં એક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. અને લગ્ન જેવો ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો. લગ્ન કરીને પરત આવી રહેલી જાનની બસને અકસ્માત નડ્યો હતો. જેમાં 5 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં જે દુલ્હનને પરણીને લાવ્યા હતા તેનું જ મોત થયુ છે. તેમજ દુલ્હાના માતા-પિતાના પણ મોત થયા છે. તેમજ 15 જેટલા જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત ભરૂચના નબીપૂર પાસે નેશનલ હાઇવે 8 ઉપર બન્યો હતો. જેમાં નબીપુર પાસે એક ટ્રક રોડ પર ઉભી હતી અને પાછળથી આવેલી લક્ઝરી બસ ટ્રક સાથે ભટકાઈ હતી. આ બસ જાનૈયાઓથી ભરેલી હતી. જેમાં લગ્ન કરીને જાન પરત ફરી રહી હતી. દ્વારકાથી સુરત તરફ જતી આ જાનને નબીપુરમાં અકસ્માત થયો. જેમાં જે દુલ્હનને લાડકોડથી પરણીને લાવ્યા હતા, તેનું જ મોત થયુ હતુ. આ ઉપરાત મુરતિયાના માતા-પિતાનું પણ મોત થયુ છે. તેમજ અન્ય એક સંબંધી મૃત્યુ પામ્યા છે.

અકસ્માતમાં 15 જેટલા જાનૈયાઓ ઘાયલ થયા છે. જેમને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા. સરકારી મેડિકલ હોસ્પિટલના સ્ટાફને પણ તાત્કાલિક બોલાવીને વહેલીતકે સારવાર શરૂ કરી દેવાઈ હતી.