Gujarat 6 Municipal Corporation Election Start
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Ahmedabad
 • શાંતિપૂર્ણ માહોલમાં રાજ્યની 6 મનપાની ચૂંટણીનું મતદાન પૂર્ણ, જાણો કયાં કેટલું મતદાન નોંધાયું?

શાંતિપૂર્ણ માહોલમાં રાજ્યની 6 મનપાની ચૂંટણીનું મતદાન પૂર્ણ, જાણો કયાં કેટલું મતદાન નોંધાયું?

 | 3:30 pm IST
 • Share

ગુજરાતમાં 6 મહાનગરનુ મતદાન પૂર્ણ થઈ ગયું છે. 6 મહાનગરમાં સરેરાશ 42 ટકા નિરસ મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન જામનગરમાં 50 ટકાને પાર છે. સૌથી ઓછુ મતદાન અમદાવાદમાં 38 ટકા નોંધાયું છે. સુરતમાં 42 અને વડોદરામાં 43 ટકા મતદાન, રાજકોટમાં 46 અને ભાવનગરમાં 44 ટકા મતદાન નોંધાયું છે. રાજ્યની 6 મહાનગરપાલિકામાં આજે 2200થી વધુ ઉમેદવારનુ ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે.

ઈવીએમ સીલ કરીને સ્ટ્રોંગ રુમમાં લઈ જવાયા છે. ગત ચુંટણી કરતા મતદાનમાં ઘટાડો નોંધાયો છે. આજે ઈવીએમ બગડવાની અનેક ફરિયાદો નોધાઈ હતી. કોગ્રેસ દ્વારા 8થી વધુ લેખિતમાં ફરિયાદ કરાઈ હતી. રાજય ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરાઈ હતી. નિરસ મતદાનથી અનેક રાજકિય ગણિતો મંડાયા છે. નિરસ મતદાન બાદ છેલ્લા એક કલાકમાં મતદાન વધ્યું હોવાની વાત પણ સામે આવી છે.

અત્રે નોંધનીય છે કે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે 7 ના ટકોરે મતદાન (gujarat election) ની શરૂઆત થઈ ગઈ છે. મતદાતાઓ વહેલી સવારે જ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા હતાં. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. 23 તારીખે મતગણતરી યોજાશે.

 • શાંતિપૂર્ણ માહોલમાં ગુજરાતની 6 મનપાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. ચૂંટણી પંચ દ્વારા હાલ 6 મનપામાં કેટલું મતદાન થયું તેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે.
 • અમદાવાદ 37.81 ટકા

 • સુરત 42.11 ટકા

 • વડોદરા 42.82 ટકા

 • રાજકોટ 45.74 ટકા

 • જામનગર 49.64 ટકા

 • ભાવનગર 43.66 ટકા

 • CM રૂપાણીએ રાજકોટમાં કર્યું મતદાન

 • વોર્ડ – 10માં રૈયા રોડ પરના બુથમાં કર્યું મતદાન

 • CMના પત્ની અંજલી રૂપાણીએ પણ મતદાન કર્યું

 • RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યો: CM

 • હોસ્પિટલથી સીધો મતદાન માટે આવ્યો: CM

 • બાકી રહેલા મતદારો મતદાન કરે: CM

 • લોકશાહીમાં મતદાન પવિત્ર ફરજ: CM

 • કેન્દ્ર સરકાર દેશનો વિકાસ કરે છે: CM

 • ‘મારા શહેર, મારા ગામનો વિકાસ BJP દ્વારા જ શક્ય’
 • મનપાની ચૂંટણીમાં મતદારોનો મોળો પ્રતિસાદ

 • ઓછા મતદાનથી રાજકીય પાર્ટીઓને ફાળ પડી

 • મતદાન પૂર્ણ થવામાં એક કલાકનો સમય બાકી

 • 6 મનપાની ચૂંટણીમાં સરેરાશ 33.07% મતદાન

 • જામનગરમાં 38.75%, અમદાવાદમાં 30.49% મતદાન

 • ભાવનગરમાં 33.26%, રાજકોટમાં 36.07% મતદાન

 • સુરતમાં 34.47%, વડોદરામાં 33.42% મતદાન

 • 4 વાગ્યા સુધી સરેરાશ મતદાનમાં અમદાવાદ 30.34%, રાજકોટ 30.58%, સુરત 33.63%, વડોદરા 33.45%, ભાવનગર 32.70% અને જામનગરમાં 38.75% મતદાન થયું છે.

 • CM રૂપાણી અમદાવાદ એરપોર્ટ જવા રવાના

 • અમદાવાદ એરપોર્ટથી રાજકોટ જશે સીએમ

 • CM રૂપાણી સાંજે 5 કલાકે રાજકોટમાં મતદાન કરશે

 • CM રૂપાણી થયા કોરોના મુક્ત

 • મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ

 • RT – PCR ટેસ્ટ આવ્યો નેગેટિવ

 • વોર્ડ – 10માં રૈયા રોડ પરના મતદાન મથકે વોટિંગ

 • સાંજે 5.45એ રાજકોટ એરપોર્ટથી અમદાવાદ રવાના થશે

 • મનપાની ચૂંટણીમાં મતદારોનો મોળો પ્રતિસાદ

 • 6 મનપાની ચૂંટણીમાં સરેરાશ 30.05% મતદાન

 • જામનગરમાં 38.75%, અમદાવાદમાં 26.26% મતદાન

 • ભાવનગરમાં 32.70%, રાજકોટમાં 30.67% મતદાન

 • સુરતમાં 32.23%, વડોદરામાં 32.83% મતદાન

* રાજ્યમાં સરેરાશ 22 ટકા મતદાન, કોરોના વાયરસ નડી ગયો? 

* મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, થયા કોરોના મુક્ત. 

* બપોર સુધીમાં અમદાવાદમાં 15, જામનગરમાં 19, રાજકોટમાં 16, ભાવનગરમાં 18, સુરતમાં 14 અને વડોદરામાં 17 ટકા મતદાન

* 12 વાગ્યા સુધીમાં અમદાવાદ સૌથી ઓછું માત્ર 7.8 ટકા મતદાન તો જામનગરમાં સૌથી વધુ જામનગર 17.01 ટકા મતદાન નોંધાયુ.

* વટવામાં બુથ બહાર માથાભારે કાર્યકર્તાઓના જમાવડાને લઈને કોંગ્રેસની રાજ્ય ચૂંટણી પંચને લેખિત ફરિયાદ.

રાજકોટની કે.જી. ધોળકીયા સ્કૂલના મતદાનમથક પર રૂમ નં. 4માં EVMમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ હરસોડાનું બટન બગડ્યું હતું. 

રાજકોટમાં 5 સ્થળે EVM ખોટકાયા. 

* વડોદરા પોલીસ કમિશનરનું ટ્વીટ, પોલીસ વૃદ્ધ,દિવ્યાંગ મતદારોને કરશે મદદ. 

* વાસણા ખાતે EVM ખોટકાયુ. 

* જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર રેમ્યા મોહને રાજકોટ મહાનગરપાલીકાની સામાન્ય ચુંટણીમાં વોર્ડ નં- 3નાં ઠકકર બાપા પ્રાથમીક શાળા ખાતે મત આપ્યો.

* આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણી વોટિંગ કર્યું. 

* ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા.  

* ભાજપના સાંસદ પૂનમ માડમે જામનગર મતદાન કર્યું. 

* 10 વાગ્યા સુધીમાં અમદાવાદમાં 5.5 ટકા, વડોદરામાં 3.3 ટકા, સુરતમાં 4 ટકા, રાજકોટમાં 10 ટકા, જામનગરમાં 4.5 ટકા અને ભાવનગરમાં 4.5 ટકા મતદાન

* 2 કલાકમાં રાજકોટમાં સૌથી વધુ 10 ટકા મતદાન

*  પરિવાર સાથે કર્યું મતદાન, દાદા અમિત શાહ સાથે પૌત્રી પણ હતી હાજર.

* કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરા ખાથી કર્યું મતદાન.

* રાજકોટના રાજવી પરિવારે નાખ્યો મત. 

* ભાજપ પ્રદેશ પ્રમુખ C.R પાટીલે કર્યું મતદાન. 

* રાજ્ય પ્રદીપસિંહ જાડેજાએ પરિવાર સાથે કર્યુ મતદાન

* અમદાવાદમાં 2 કલાકમાં 8 ટકા મતદાન. 

* CM રૂપાણી સાંજે 5 કલાકે કરશે મતદાન

* કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે મતદાન.

* ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ કર્યું મતદાન.

* રાજકોટ: શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે કર્યું મતદાન.

* પરણવા જતા પહેલા વરરાજાએ આખી જાન સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો. 

* વડોદરાના છાણીમાં EVM ખોટકાયું

* વડોદરા : સાંસદ રંજન બેન ભટ્ટ મતદાન કરવા પહોંચ્યા.

* રાજકોટ – પ્રદેશ કોંગ્રેસના મહિલા મોરચાના અધ્યક્ષ અને રાજકોટ વોર્ડ 3ના ઉમેદવાર ગાયત્રીબા વાઘેલાએ કર્યું મતદાન.

* ભાવનગર માં 84 વર્ષ ના દાદા એ કર્યું મતદાન.

* ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન શરૂ.

* મતદાન માટે સવાર સવારમાં ઉમટ્યા લોકો.

મહાનગરપાલિકાની કુલ 575 બેઠકો માટે 2276 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 577 ભાજપના 566 કોંગ્રેસના 470, NCPના 91, AAP અને 353 અન્ય પક્ષો તથા 228 અપક્ષો મેદાનમાં છે. 6 મહાનગરોમાં મતદાન માટે 11 હજાર 121 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ચૂંટણી પંચ મુજબ, 2255 સંવેદનશીલ મતદાન મથકો, જ્યારે 1188 અતિસંવેદનશીલ મતદાન મથકો છે. ગુજરાતમાં આજે કુલ 1 કરોડ 14 લાખ 66 હજાર 973 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 51 ચૂંટણી અધિકારીઓ સત્તાવાર મદદનીશ ચૂંટણી અધિકારી તૈનાત કરાયા છે. તો 63 હજાર 209 પોલિંગ સ્ટાફ, 32 હજાર 263 પોલીસ જવાનો ચૂંટણી કામગીરીમાં રોકાયા છે.

 6 મહાનગરપાલિકાઓના 1,14,66,973 મતદારો મતદાન કરશે. તેમાં 60,060,435 પુરૂષ મતદાતાઓ અને 54,06,538 સ્ત્રી મતદાતાઓ મતદાન કરશે. અમદાવાદ મહાનગર પાલિકાના 48 વોર્ડની 191 બેઠકો માટે આજે મતદાન થશે. આ માટે 4536 મતદાન મથકો તૈયાર કરી દેવામાં આવ્યા છે. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત તૈયાર કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં 17 ડીસીપી, 40 એસીપી, 134 પીઆઇ, 392 પીએસઆઇ, 6,200 પોલીસ કર્મી, 5500 હોમગાર્ડ, SRPની 15 કંપની, BSF-RAFની એક કંપની ખડેપગે રહેશે. સાથે 48 ક્યું. આર.ટીની ટીમ,16 સ્ટ્રોંગરૂમ, 16 રિસીવિંગ & ડિસ્પેચિગ સેન્ટર પર પોલીસ રહેશે. આમ કુલ 5226 બુથ પર પોલીસ બંદોબસ્ત રહેશે. અતિ સંવેદનશીલ વિસ્તારમાં કુલ 177 બુથ અને સંવેદનશીલ બુથ 1799માં ચુસ્ત બંદોબસ્ત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન