શિક્ષણ રાજ્યમંત્રીએ નવરાત્રિનું વેકેશન જાહેર કર્યું, CM રૂપાણી કહે છે, ‘હું નથી જાણતો’ – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • શિક્ષણ રાજ્યમંત્રીએ નવરાત્રિનું વેકેશન જાહેર કર્યું, CM રૂપાણી કહે છે, ‘હું નથી જાણતો’

શિક્ષણ રાજ્યમંત્રીએ નવરાત્રિનું વેકેશન જાહેર કર્યું, CM રૂપાણી કહે છે, ‘હું નથી જાણતો’

 | 4:55 pm IST
  • Share

રાજ્ય સરકારે તમામ શાળા-કોલેજો માટે અગત્યની જાહેરાત કરી છે. શાળા-કોલેજોમાં હવે નવરાત્રિ દરમિયાન વેકેશન રહેશે. રાજ્યના શિક્ષણ રાજ્યપ્રધાન વિભાવરીબેન દવેએ આ બાબતે મહત્વનું નિવેદન આપ્યું છે. 15થી 21 ઓક્ટોબર સુધીનું નવરાત્રિ વેકેશન ગુજરાતની તમામ શાળા-કોલેજોમાં રહેશે. પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી નવરાત્રીની રજાઓ બાબતે કંઇ જાણતા નથી તેવું નિવેદન આપ્યું છે.

શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ આનંદના સમાચાર છે. કારણ કે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે.હવેથી નવરાત્રિ દરમિયાન શાળા-કોલેજોમાં રજા રાખવામાં આવશે. રાજ્યના શિક્ષણ રાજ્યપ્રધાન વિભાવરીબેન દવેએ આ જાહેરાત કરી છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન રજા રહેશે.

ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ ગુજરાતનો મહત્વનો તહેવાર છે. મોડી રાત સુધી તમામ લોકો ગરબા રમતા હોય છે. જેથી સવારે શાળા કે કોલેજોમાં જવા માટે મુશ્કેલી થાય છે. આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ શાળા-કોલેજોમાં રજા રાખતા હોય છે. હવેથી રજા જાહેર કરતા વિદ્યાર્થીઓને કોઇપણ મુશ્કેલી નહીં પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન