Gujarat Ahmadabad AMC campaign transfer Ak singh and vijay mehra Social media
  • Home
  • Ahmedabad
  • અ’વાદની અઠવાડિયામાં જ કાયાપલટ કરનારા અધિકારીઓની બદલીની વાતથી લોકોમાં રોષ

અ’વાદની અઠવાડિયામાં જ કાયાપલટ કરનારા અધિકારીઓની બદલીની વાતથી લોકોમાં રોષ

 | 7:27 pm IST

ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસથી ટ્રાફિક અને દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં હાઇકોર્ટના આદેશ અનુસાર ટ્રાફિક અને દબાણ હટાવવાની ઝુંબેશ કરી રહેલા પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરની કામગીરીથી શહેરીજનો સંતુષ્ટ છે. ત્યારે આ બન્ને અધિકારીઓની બદલીઓની વાત ચાલુ થતા શહેરીજનો એકાએક જાગૃત થઇ ગયા હતા, અને બંને અધિકારીઓની બદલીઓ અટકાવવા સોશિયલ મીડિયામાં ઝુંબશે કરી રહ્યા છે.

આ મામલામાં હાઇકોર્ટના આદેશ અનુસાર છેલ્લા 15 દિવસથી ટ્રાફિક અને દબાણના ત્રાસમાંથી મુક્ત કરવા માટે અમદાવાદ મહાનગર પાલિકા અને શહેર પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યુ છે.જેના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ટ્રાફિકની અડચણ દુર કરવા માટેની કામગીરી ચાલી રહી છે.જેને નાગરિકોનો પણ હકારાત્મક સહકાર મળી રહ્યો છે.

અમદાવાદના બે બાહોશ કમીશનર ની કામગીરીથી લોકો ખુશ છે. લોકો એ ટ્રાફિક ઝુંબેશ CP એ કે સિંઘ અને સ્વચ્છતા માટે વિજય નહેરા ની કામગીરી થી સંતુષ્ટ હોવાની વાત કરી હતી. પરંતુ જે પ્રમાણે આ બને લોકો ની કામગીરી થઇ છે તેને લઇને અમુક લોકો ના પેટમાં તેલ રેડાયુ છે. અમુક વિધ્નસંતોષીઓ આવા અધિકારીઓને હટાવવામાં લાગી ગયા છે.જેને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી સમયે એકાએક બન્ને અધિકારીઓની બદલીઓના ભણકારા શહેરીજનો સુધી પહોંચી જતા બદલીઓ અટકાવવા માટે શહેરીજનોએ સોશિયલ મીડિયામાં એક ઝુંબેશ શરૂ કરીને પ્રજાને જાગૃત થવા અપીલ કરી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે 10 દિવસમાં અમદાવાદની રોનક બદલી નાખનાર બન્ને કમિશનરની બદલીઓ રોકો જો આ બદલીઓ રોકવામાં નહી આવે તો આપણું શહેર કોઇ દિવસ સ્વચ્છ અને ટ્રાફિક મુક્ત નહી થાય. બન્ને અધિકારીઓની આ ઝુંબેશ દરમિયાન ટ્રાફિકના નિયમનુ ભંગ કરીને હસતા મોઢે દંડ ભરીને સહકાર આપી રહ્યા છે.