Gujarat Ahmadabad High alert on Ahmedabad airport, suspicious activity will be held on
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ એરપોર્ટ પર હાઇ એલર્ટ, શંકાસ્પદ ગતિવિધિ પર રખાશે નજર

અમદાવાદ એરપોર્ટ પર હાઇ એલર્ટ, શંકાસ્પદ ગતિવિધિ પર રખાશે નજર

 | 9:08 pm IST

15મી ઓગસ્ટને લઇને અમદાવાદ એરપોર્ટ પર હાઇ એલર્ટ જારી કરાયું છે. જેમા મુસાફરોની બે વખત ચેકિંગ કરવામાં આવશે. તેમજ તમામ શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખવામાં આવશે. તે સિવાય એરપોર્ટ સંકુલમાં આવતા વાહનોનું ચેકિંગ કરવામાં આવશે.

મળતી માહીતિ મુજબ 15મી ઓગષ્ટે આતંકી ઘટનાને ધ્યાને રાખતાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. એલર્ટનાં પગલે આજથી મુસાફરોને ટર્મિનલમાં વિઝીટર એન્ટ્રી આપવામાં આવશે નહીં. તેમજ VVIPનાં પાસ પણ ઈશ્યુ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.આ એલર્ટ આગામી 20 ઓગષ્ટ સુધી રાખવામાં આવશે. એરપોર્ટ પર આવનાર મુસાફરોનું પણ બે વખત ચેકિંગ કરવામાં આવશે. ફ્લાઈટમાં બેસતા પહેલાં પણ લેડર પોઈન્ટ પર મુસાફરોનું ચેકિંગ કરાશે.

ઉલ્લેખનીય છે કે 15મી ઓગસ્ટે કોઇપણ પ્રકારનો આતંકી હુમલો ન થાય, જેને લઇને એરપોર્ટ પર હાઇ એલર્ટ જાહેર કરાયું છે.