Gujarat and Maharashtra in Fear of terror attacks, increased patroling in coastal areas
  • Home
  • Ahmedabad
  • ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકી હુમલાનો ખતરો, જાણો IBના ઇનપુટ પ્રમાણે ક્યા ક્યાં થઇ શકે છે હુમલો

ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકી હુમલાનો ખતરો, જાણો IBના ઇનપુટ પ્રમાણે ક્યા ક્યાં થઇ શકે છે હુમલો

 | 12:19 pm IST

જમ્મુ-કાશ્મીરમાંથી કેન્દ્ર સરકારે 370 હટાવ્યા બાદ પાકિસ્તાન બોખલાઇ ગયું છે. પાકિસ્તાને સૌ પ્રથમ ભારત સાથે વેપાર બંધ કર્યો હતો. ત્યારબાદ ટ્રેન વ્યવહાર સહિત અનેક સંબંધો પર પૂર્ણ વિરામ મૂકવા જઇ રહ્યું છે.

જમ્મુમાં 370 હટાવ્યા બાદ પાકિસ્તાનની કમર તૂટી ગઇ છે, ત્યારે તેમના ત્યાં આશરો લઇ રહેલા આતંકીઓ ભારતમાં મોટો હુમલો કરીને બદલો લેવાની ફિરાકમાં છે. આગામી 15મી ઓગસ્ટને અનુલક્ષીને દેશભરના અનેક રાજ્યોને ઍલર્ટ કરવામાં આવ્યા છે. તેમાં ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રને લઇને એક મોટો સમાચાર આઈબી તરફથી મળી રહ્યા છે.

IBના ઈનપુટ પ્રમાણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકી હુમલો થઈ શકે છે. આ સંદર્ભે IBએ ગુજરાત સરકારને રિપોર્ટ સોંપ્યો છે. આતંકી હુમલાના આશંકાને લઈ દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવી છે. ઈન્ટેલિજન્સ બ્યૂરોએ ગુજરાતના મહત્વના સ્થળો પર આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે.

જુઓ: સુરેન્દ્રનગરમાં નદીમાં તણાયેલા 6ના મૃતદેહ મળ્યા

આઈબીના ઇનપુટને લઇને ગુજરાતના મહત્વના સ્થળો જેવા કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સોમનાથ મંદિર, અંબાજી મંદિર સહિતના યાત્રાધામ અને બૉર્ડર તથા દરિયાઇ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુજરાતમાં પ્રવેશના તમામ માર્ગો પર ઠેર ઠેર નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, તેમજ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં પણ પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

આ સિવાય કચ્છ ભુજ બોર્ડર પર પણ ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે કોસ્ટ ગાર્ડને પણ ઍલર્ટ રહેવાના આદેશો આપીને દરિયાઇ પણ વધારી દેવામાં આવી છે.

જુઓ: દેવભૂમિદ્વારકાના રાણ ગામમાં બાઈક ચાલક તણાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન