Gujarat and Maharastra on top in corona effect in india
  • Home
  • Ahmedabad
  • કોરાનાથી ત્રણ-ત્રણ મોત સાથે ગુજરાત-મહારાષ્ટ્ર દેશમાં મોખરે, જાણો અન્ય રાજ્યોમાં શું છે સ્થિતિ

કોરાનાથી ત્રણ-ત્રણ મોત સાથે ગુજરાત-મહારાષ્ટ્ર દેશમાં મોખરે, જાણો અન્ય રાજ્યોમાં શું છે સ્થિતિ

 | 8:15 am IST

૩૦મી જાન્યુઆરીએ કેરળમાં ભારતનો સૌપ્રથમ કોરોના પોઝિટવ કેસ નોંધાયો તે પછી આ રોગનો ચેપ અન્ય રાજ્યમાં પણ પ્રસર્યો હતો. અત્યાર સુધી કુલ ૧૨૪ પોઝિટીવ કેસ અને ત્રણ મોત સાથે મહારાષ્ટ્ર દેશમાં સૌથી આગળ હતુ, પરંતુ આજે ગુજરાતમાં પણ કોરાનાના કારણે ત્રીજુ મોત નોંધાતા ગુજરાતે પણ કોરોનાથી થયેલા મોતના સંદર્ભમાં મહારાષ્ટ્રની બરોબરી કરી લીધી છે.

જોકે વાસ્તવિકતા જોઇએ તો કેરળમાં ગુજરાત કરતાં ૪૯ દિવસ પહેલા કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો, છતાં પણ ત્યાં એક પણ મોત નોંધાયું નથી અને કેસની સંખ્યા ૧૧૮ છે, જ્યારે ગુજરાતમાં ૧૯મી માર્ચે પહેલો કેસ નોંધાયો તે પછી માત્ર ૮ જ દિવસમાં કેસની સંખ્યા વધીને ૪૪ થઇ ગઇ છે, જ્યારે મોતની સંખ્યા ત્રણ થઇ છે. મહારાષ્ટ્રમાં પણ ગુજરાત કરતાં ૯ દિવસ પહેલા એટલે કે ૧૦મી માર્ચે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો.

હવે ગુજરાતમાં પણ મોતની સંખ્યા ત્રણ થઇ ગઇ છે, ત્યારે ગુજરાતમાં પણ મહારાષ્ટ્રની જેમ કેસોની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં વધે અને પરિસ્થિતિ વકરે એવી દહેશત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. અન્ય રાજ્યો કે જ્યાં ૨૫થી વધુ કેસ થયા છે કે મોત પણ થયું છે તેની સરખામણીએ પણ ગુજરાતમાં કોરોનાના સંક્રમણની ગતિ મોત અને કેસની સંખ્યા બન્નેની દ્રષ્ટિએ વધારે છે. હજુ આગામી દિવસોમાં કોરોના વાઈરસની સ્થિતિ કેવી અને કેટલી હદે વણસે છે તેની કલ્પના થઈ શકે તેમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન