ગુજરાતમાં ગૌહત્યા, હેરાફેરી કરનારાઓને મળી શકે છે આજીવન કેદ - Sandesh
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં ગૌહત્યા, હેરાફેરી કરનારાઓને મળી શકે છે આજીવન કેદ

ગુજરાતમાં ગૌહત્યા, હેરાફેરી કરનારાઓને મળી શકે છે આજીવન કેદ

 | 1:13 pm IST
  • Share

ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્રના છેલ્લા દિવસે ગુજરાત વિધાનસભામાં ગૌહત્યા અંગેના કડક કાયદાનું નવું સુધારા વિધેયક રજૂ થયું હતું. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ગૌહત્યા કરનારાઓને આજીવન કેદની સજા આપતો કડક કાયદો વિધાનસભામાં રજૂ કર્યો હતો.

નવા નિયમો
– ગૌહત્યાના આરોપીને 1થી 5 લાખ રૂપિયાના દંડની જોગવાઈ
– ગૌહત્યારાને ઓછામાં ઓછી 10 વર્ષની સજા અથવા તો આજીવન કેદ
– આ ગુનામાં હવે જામીન નહીં મળે
– ઢોરની હેરફેર માટે પરમિટ હશે તો પણ સાંજે 7થી વહેલી 5 વાગ્યા સુધી હેરફેર કરી શકાશે નહીં
– ગેરકાયદે હેરફેર કરતા વાહનો રાજ્ય સરકાર કરી લેશે હસ્તગત

રાજ્ય સરકાર દ્વારા ગૌહત્યા રોકવા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૌહત્યા અટકે તે માટે રૂપાણી સરકારે આ બજેટ સત્રમાં પશુ સંરક્ષક સુધારા વિધેયકને રજૂ કર્યું. આ વિધેયક મુજબ ગૌહત્યા કરનાર, તેની હેરફેર કરનાર કે વેચતો ઝડપનાર શખ્સને ઓછામાં ઓછી 10 વર્ષ અથવા તો આજીવન કેદ સુધીની સજા થઈ શકશે. ઉપરાંત તેમાં પાંચ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ પણ હશે.

પ્રદીપસિંહે ગાયો સાથેની તસવીરો કરી પોસ્ટ

2011માં ફેરફાર કર્યો હતો
ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 1954ની કલમમાં ગાય, ગાયનાં વાછરડાં, ધણખૂંટ અને બળદનો વધ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ પશુઓના વધના હેતુ માટે તેમની હેરફેર અટકાવવા અધિનિયમમાં કોઈ જોગવાઈ ન હતી. તેથી 2011ના વર્ષમાં ગુજરાત સરકારે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ સુધારા વિધેયક સર્વસંમતિથી પસાર કર્યું હતું. જેમાં ગૌહત્યાના ગુના માટે એક વર્ષની સજા અને રૂ.દસ હજારના દંડની જોગવાઈ હતી, જેને બદલીને સાત વર્ષ સુધીની જેલની સજા અને રૂ.50,000નો દંડ કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે ગૌહત્યા પર સંપૂર્ણપણે પ્રતિબંધની PILને નકારી હતી
દેશના તમામ રાજ્યોમાં ગૌહત્યા પર પ્રતિબંધની PILને જાન્યુઆરી 2017મા સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી હતી. કોર્ટે ટિપ્પણી કરી હતી કે તેઓએ પહેલાં જ ગેરકાયદે ગાયોની હેરાફેરીને અટકાવવા માટે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા પર આદેશ રજૂ કરી ચૂકી છે આથી નવા આદેશની કોઇ જરૂર નથી. એક રાજ્યમાં ગૌ હત્યા પર પ્રતિબંધ હોય અને બીજા રાજ્યમાં ન હોય તો તેમાં તેઓ કરી કરી શકે નહીં. અમે રાજ્યોના કાયદામાં હસ્તક્ષેપ કરી શકીએ નહીં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો