Gujarat Assembly by-election date announced Date And 3 Nov Voting And 10 Nov.Voting Couting
  • Home
  • Featured
  • ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી જાહેર, આજથી રાજ્યમાં આચારસંહિતા લાગુ કરાઈ

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી જાહેર, આજથી રાજ્યમાં આચારસંહિતા લાગુ કરાઈ

 | 1:52 pm IST

ગુજરાત વિધાનસભાની 8 પેટાચૂંટણીઓ માટે જે ઘડીની રાહ જોવાઈ રહી હતી, તે ક્ષણ આખરે આવી ગઈ છે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. 3 નવેમ્બરે ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીઓ માટે મતદાન થશે અને 10 નવેમ્બરે મતગણતરી થશે.

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકોની પેટાચૂંટણીઓ માટે 9થી 16 ઓક્ટોબર સુધી ઉમેદવારો પોતાનો ફોર્મ ભરી શકશે.  09 ઓક્ટોબરે ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે. ગુજરાતમાં આજથી આચારસંહિતા લાગૂ કરી દેવામાં આવી છે.

બીજી બાજુ પેટાચૂંટણીની જાહેરાતને કોંગ્રેસે આવકારી છે. ચાવડાએ જણાવ્યું છે કે આઠેય બેઠકો પર કોંગ્રેસ જીતશે.ચાવડાએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે, ગુજરાતમાં પેટાચૂંટણીઓ માટે ભાજપ જવાબદાર છે. પરંતુ પક્ષપલટુઓને આ વખતે પ્રજા જાકારો આપશે. હાલ કોંગ્રેસમાં આઠેય બેઠકો માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલું છે.

તમને જણાવી દઈએ કે અબડાસા, લીંબડી મોરબી, ડાંગ, કપરાડા, ધારી, ગઢડાવ અને કરજણ બેઠકની પેટાચૂંટણીઓ યોજાવાની છે. કપરાડામાંથી જીતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવિણ મારૂ, ધારીમાંથી જે.વી.કાકડીયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં. જેને પગલે આ બેઠકો ખાલી પડી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,  ચૂંટણી પંચે 12 રાજ્યોની 56 વિધાનસભાની સીટો અને બિહારની એક લોકસભા સીટ પર પેટાચૂંટણીઓની તારીખ જાહેર કરીદીધી છે અહીં 3 નવેમ્બરે વોટિંગ અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન