ગુજરાત વિધાનસભા ચૂંટણી : જીતવા માટે ભાજપનું 'મિશન 150' - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગુજરાત વિધાનસભા ચૂંટણી : જીતવા માટે ભાજપનું ‘મિશન 150’

ગુજરાત વિધાનસભા ચૂંટણી : જીતવા માટે ભાજપનું ‘મિશન 150’

 | 2:56 pm IST

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત પછી ભાજપે આ વર્ષના અંતમાં થનારી ગુજરાત ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરતા મોદી લહેરના સહારે ‘મિશન 150’ હાસંલ કરવા કવાયત શરૂ કરી દીધી છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ આ વિશે જણાવ્યું કે ગુજરાત નિશ્રિત રીતે અમારા માટે મહત્વપૂર્ણ છે. અમે ‘મિશન 150’ હેઠળ ગુજરાત અભિયાનને આગળ વધારી રહ્યાં છીએ. નિશ્રિત જ સ્થાનીય પંચાયતી ચૂંટણીઓમાં ભાજપને મળેલી સફળતા આ વાતનું પ્રમાણ છે કે ઉત્તરપ્રદેશની જેમ જ ગુજરાતમાં જ અમે પૂર્ણ સફળતા પ્રાપ્ત કરીશું.

‘યૂપીમાં 325, ગુજરાતમાં 150’
ગુજરાતમાં અનેક સ્થાનો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહના પોસ્ટર લગાવવામાં આવી રહ્યાં છે. જેના પર લખ્યું છે કે ‘યુપીમાં 325, ગુજરાતમાં 150.’ ગુજારાતની 182 સભ્યોની વિધાનસભામાં એકવાર ફરીથી જીત મેળવવા માટે ભાજપ મોદી લહેરનો લાભ ઉઠાવવા ઈચ્છે છે. રાજ્યમાં પાછલા 19 વર્ષોથી ભાજપ સત્તામાં છે. વડાપ્રધાન બન્યા પહેલા નરેન્દ્ર મોદી 4 વાર ગુજરાતના સીએમ રહ્યા હતા. આ વર્ષે થનારા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સમક્ષ અનેક પ્રકારના પડકારો છે જેમાં સૌથી મુખ્ય પડકાર પટેલ સમુદાયને આરક્ષણ આપવાની માંગ સાથે સંબંધિત પાટીદાર આંદોલનનો છે.

હાર્દિક કરી રહ્યાં છે આંદોલનની આગેવાની
આ આંદોલનની આગેવાની હાર્દિક પટેલ કરી રહ્યાં છે એ સાથે જ  ઉના સહિત રાજ્યના કેટલાંક હિસ્સામાં દલિતો પર કથિત અત્યાચારનો મામલે  વિપક્ષના આરોપ અને તેની સાથે જોડાયેલા ઘટનાક્રમ પણ એક મોટો પડકાર છે. જો કે  ભાજપ નેતાનું કહેવું છે કે આ ઘટનાઓ પછી કેટલાંક સમય પહેલા થયેલા સ્થાનીય નગર નિગમની ચૂંટણીઓમાં ભાજપને જે સફળતા મળી છે. તેથી લોકો વડાપ્રધાન મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ની પહેલની સાથે  છે.