૨૩'જાન્યુ.એ MLAની સોગંદવિધી, પ્રોટેમ સ્પિકર અપાવશે સોગંદ - Sandesh
  • Home
  • Gandhinagar
  • ૨૩’જાન્યુ.એ MLAની સોગંદવિધી, પ્રોટેમ સ્પિકર અપાવશે સોગંદ

૨૩’જાન્યુ.એ MLAની સોગંદવિધી, પ્રોટેમ સ્પિકર અપાવશે સોગંદ

 | 8:53 pm IST

૧૪મી વિધાનસભામાં ચૂંટાયેલા ૧૮૨ ધારાસભ્યોને ભારતના બંધારણની વફાદારી રહેવા માટે ૨૩મી જાન્યુઆરીને મંગળવારે પ્રોટેમ સ્પિકર સોગંદ અપાવશે. ધારાસભ્યના અધિકારો નિહિત થયા હોવા છતાંયે આ દિવસે વિધાનસભાના કાયમી અધ્યક્ષની નિમણૂંક નહી થાય, તેની ચૂંટણી એક મહિના પછી ફેબ્રુઆરીમાં બીજા સપ્તાહથી શરૃ થનારા પહેલા સત્રારંભે થશે.

ચૂંટણી પંચે અધિકૃત યાદી રાજ્યપાલને સોંપ્યાના ૨૨ દિવસે આ કાર્યક્રમ જાહેર થયો છે અને નવા ચૂંટાયેલા ધારાસભ્યો ચૂંટાયા પછીના એક મહિને આ પદ અને ગોપનિયતા માટે શપથ લેવા ગાંધીનગર આવશે. વિધાનસભામાં રિનોવેશનનું કામ ચાલુ હોવાથી બંધારણના અનુચ્છેદ ૧૮૮ની જોગવાઈઓ મુજબ ચૂંટાયેલા ધારસભ્યોને પદ અને ગોપનીયતા માટે ૨૩મી જાન્યુઆરીએ ર્સ્વિણમ સંકૂલ-૧માં સોગંદવિધી થશે.

વૈધાનિક અને સંસદિય બાબતોના રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યુ કે, ૨૩મી જાન્યુઆરીની સવારે ૧૦ ક્લાકે રાજભવનમાં રાજ્યપાલ સિનિયર ધારાસભ્યને ધારાસભ્યપદે સોગંદ અપાવીને તેમને પ્રોટેમ સ્પિકર તરીકે નિયુક્ત કરશે. આ પ્રોટેમ સ્પિકર મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો સહિત ૧૪મી વિધાનસભામાં ચૂંટાયેલા ૧૮૧ને ધારાસભ્યપદ તરીકે શપથ અપાવશે. નવા અધ્યક્ષની વરણી વર્તમાન સરકારના પહેલા વિધાનસભા સત્રના આરંભે થશે.