Gujarat At Domino's delivery boy urinates in the elevator before serving pizza
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતીઓએ હવે ડોમિનોઝના પિઝા ખાતા પહેલા 100 વખત વિચારવુ પડશે, ડિલિવરી બોયે લિફ્ટમાં લઘુશંકા કરી

ગુજરાતીઓએ હવે ડોમિનોઝના પિઝા ખાતા પહેલા 100 વખત વિચારવુ પડશે, ડિલિવરી બોયે લિફ્ટમાં લઘુશંકા કરી

 | 10:30 am IST
  • Share

પિઝાના શોખિન ગુજરાતી લોકોએ હવે ડોમિનોઝના ડિલિવરીથી મંગાવેલા પિઝા ખાતા પહેલા ૧૦૦ વખત વિચારવુપ પડશે. કારણે કે ચાંદકેડામાં પિઝાની ડિલિવરી કરવા ગયેલા દિપક નામના ડોમિનોઝના ડિલિવરી બોયે લિફ્ટની અંદર જ લઘુશંકા કરી હતી.

એટલુ જ નહીં આવા ગંદા હાથથી જ તેમણે પિઝાની ડિલિવરી પણ કરી હતી. આ તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. ૨.૧૦ મિનિટનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા લોકો ડોમિનોઝના સંચાલકો પર ફિટકાર વરસાવી રહ્યાં છે.

લોકડાઉન દરમિયાન લોકો હોટેલ-રેસ્ટોરન્ટમાં જવાને બદલે ઓનલાઈન ઓર્ડર આપીને પિઝા કે જમવાનુ ઘરે જ મંગાવી લેવાનુ પસંદ કરે છે.રવિવારે ચાંદખેડાના વૃંદાવન પર્લમા રહેતા એક પરિવારે ડોમિનોઝમાંથી ઓનલાઈન પિઝાનો ઓર્ડર આપ્યો હતો. થોડા સમય પછી ચાંદખેડાના સ્કેવર મોલ મોટેરામાંથી એક યુવાન આ તેની ડિલિવરી કરવા આવ્યો હતો.

આશ્ચર્યની વાત એ છે કે, પ્રથમ માળે ડિલિવરી કરવા જવાનુ હોવા છત્તા ડિલિવરી બોય લિફ્ટમાં ગયો હતો. જ્યાં તેમણે જે કૃત્ય કર્યુ હતુ તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયુ હતુ. આ યુવાનના હાથમાં પિઝાની થેલી હોવા છત્તાં તેમણે લિફ્ટમાં જ લઘુશંકા કરી હતી. ત્યાર બાદ તેમણે હાથ ધોયા વગર જ પ્રથમ માળે જઈને પિઝાની ડિલિવરી કરી હતી.

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થતા લોકોમાં જબરજસ્ત આક્રોશ દેખાઈ રહ્યો છે.લોકો ટીકા કરી રહ્યાં છે કે કંપનીવાળા પિઝા વેચવા માટે પોતાની જાહેરાતમાં મોટી મોટી વાતો કહે છે. જેમાં કંપનીનુ એક એવુ સ્લોગન છે કે નો ટચ ડિલિવરી. પરંતુ સંકુચિત માનસિકતાવાળા લોકોને નોકરીએ રાખી લીધા છે.

અમે આ ઘટના માટે દિલગીરી વ્યક્ત કરીએ છીએઃ ડોમિનોઝનો મેનેજર

૪ D સ્કેવર મોલમા આવેલા ડોમિનોઝ પિત્ત્ઝાના સ્ટોરના નિઝામ નામના મેનેજરને આ સંદર્ભમા પૂછવામાં આવતા તેમણે આ ઘટનાને સ્વીકારી લીધી હતી. પરંતુ ક્યા દિવસે આ બન્યુ તે જણાવ્યુ નથી. મેનેજર નિઝામે જણાવ્યુ કે ડિલિવરી બોયે આવુ શા માટે કર્યુ તેની મને ખબર નથી. આ વાત હેડઓફિસ સુધી ગઈ છે.

જ્યાં અવસ્થી નામના અધિકારી આ મામલાને હાથ પર લેશે. અમારુ કામ માત્ર પ્રોડક્શનનુ અને ડિલિવરી માટેના પિઝા આપવાનુ છે.આવુ કૃત્ય કરનારા યુવાન સામે કાર્યવાહી કરવાની અમને સત્તા નથી. પરંતુ હેડ ઓફિસ હવે આ અંગેનો કોઈ નિર્ણય કરશે.ડિલિવરી કરવા ગયેલા અને લિફ્ટમાં પેશાબ કરનારા યુવાનનુ નામ દીપક હોવાનુ પણ આ મેનેજરે જણાવ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન