Gujarat At Dumper strained in water flow in Banaskantha, Live video of the incident goes viral
  • Home
  • Videos
  • Featured Videos
  • બનાસકાંઠા: ધસમસતા પાણીમાં ડમ્પર ઊંધો પડવાનો Live વીડિયો વાયરલ, ક્ષણભરનો નજારો જોનારના હૃદય બેસાડી દેશે

બનાસકાંઠા: ધસમસતા પાણીમાં ડમ્પર ઊંધો પડવાનો Live વીડિયો વાયરલ, ક્ષણભરનો નજારો જોનારના હૃદય બેસાડી દેશે

 | 1:10 pm IST

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં આજે 10 વાગ્યા સુધીમાં 154 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક હૃદય હચમચાવી નાંખે તેવો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો બનાસકાંઠાના થરાદ હારીજ રોડ પર ઘસમસતા પાણીનો છે. જેમાંથી ડ્રાઈવરે ભારે હિંમત ભેગી કરીને ધસમસતા પાણીમાંથી ડમ્પર પસાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેનો પ્રયાસ તેની જિંદગી છીનવી લે તેવો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે ચારેબાજુ પાણી પાણી જ દેખાઈ રહ્યું છે. ત્યારે બનાસકાંઠામાં આવેલા થરાદ હારીજ રોડ પર પાણીના ધસમસતા પ્રવાહમાં એક ડમ્પર તણાયું છે. જોકે આ ઘટનામાં સદ્દનસીબે સ્થાનિક લોકોની મદદ ડમ્પરની અંદર બેઠેલા 4 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

થરા હારીજ રોડ પર પાણીના ધસમતા પ્રવાહમાં ડમ્પર ચાલકને ભરોસો હતો કે તે પાણીમાંથી નીકળી જશે, પરંતુ પાણીના ધસમસતા પ્રવાહમાં આખું ડમ્પર ઉંધું પડીને તણાયું હતું. કાંકરેજના અસાલડી ડીપમાં ડમ્પર તણાયુ હતું. ડમ્પરમાં 4 લોકો સવાર હતો, જેમનો આ ઘટનામાં આબાદ બચાવ થયો છે. સ્થાનિક લોકોએ ડ્રાયવર સહિત 4 લોકોને બચાવી લીધા છે. ગઈકાલે રાત્રે પણ આ ડીપમાં એક કાર તણાઈ હતી, જેમાં 5 લોકોને બચાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન