Gujarat ATS Caught Haresh Goswami of Chhota Rajan Gang from Ahmedabad
  • Home
  • Ahmedabad
  • ગુજરાત ATSએ અમદાવાદમાંથી અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ગેંગનાં ખૂંખાર આરોપીને ઝડપી પાડ્યો

ગુજરાત ATSએ અમદાવાદમાંથી અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ગેંગનાં ખૂંખાર આરોપીને ઝડપી પાડ્યો

 | 9:52 pm IST

અમદાવાદમાં અન્ડરવર્લ્ડ ડોન સાથે સંકળાયેલો ખુંખાર આરોપી ઝડપાયો છે. અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજનના સાગરીતો સાથે મળીને લૂંટ અને ધાડના ગુનાને અંજામ આપનાર વોન્ટેટ આરોપીને ATSએ દબોચી લીધો છે. ATSએ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાંથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. હરેશ ગોસ્વામી આંતરરાજય ગેંગ સાથે મળી ગુજરાત અને મહારાષ્ટ્રમાં લૂંટ અને ધાડ જેવી ઘટનાઓને અંજામ આપતો હતો.

ગુજરાત ATSના PI જે. એન.ગોસ્વામીએ માહિતીના આધારે આરોપીને પકડી પાડ્યો છે. લૂંટ અને ધાડને અંજામ આપનાર વોન્ટેટ આરોપી હરેશ ગોસ્વામી મુંબઈના મલાડ વિસ્તારમાં રહે છે. અને અને અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજન ગેંગ સાથે સંડોવાયેલાં રાજેશ ખન્ના તેમજ સરમદ ખલિલ બેગ સાથે મળીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં કરોડો રૂપિયાની લૂંટ અને ધાડનાં ગુનાઓને અંજામ આપ્યા છે.

હરીશ દ્વારા આચરવામાં આવેલ ગુના પર નજર કરીયે તો,
-2011માં સાગરીતો સાથે મળીને સુરતમાં 80 લાખની લૂંટને અંજામ આપ્યો હતો.
-2017માં ભીલાડ આરટીઓ ચેકપોસ્ટના 1 કરોડ 17 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી.
-2018માં શરમદ તથા મોહમ્મદ ઘોષ સાથે મળીને ભીલાડ નહોલી ગામે પરિવારને બંધક બનાવી 22 લાખની ધાડ કરેલ હતી
-2018માં સેલવાસ ખાતે સોની વેપારીની કાર ઉપર ફાયરિંગ કરીને લૂંટનો પ્રયત્ન કર્યો હતો.
-તો 2018માં જ સાગરીતો સાથે મળીને મુંબઈ માનખુર્દ રેલવે સ્ટેશન ખાતે ફાયરિંગ કરીને 17 લાખની લૂંટ ચલાવી હતી.

આ વીડિયો પણ જુઓઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના રિકવરી પર મોટો દાવો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન