‘સ્પા-મસાજ પાર્લર તો ખાલી નામ, બાકી અસલી ધંધો’તો શરીરનો થાય છે’ લેવાયો મોટો નિર્ણય

રાજ્યમાં સ્પા અને મસાજ પાર્લર તો ખાલી નામ છે બાકી અસલી ધંધા તો શરીરના થાય છે. ત્યારે સુરત શહેર પોલીસ કમિશ્નર હરકતમાં આવી જઈને આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુરત શહેર પોલીસ કમિશ્નરે મસાજ પાર્લરમાં કામ કરતી વિદેશી યુવતીઓના ડેટા એકત્ર કરવા આદેશ આપી દીધા છે.
શહેર પોલીસ કમિશ્નર આ નિર્ણય સોશિયલ સિક્યોરિટી પરીપ્રેક્ષ્યમાં લેવાયો છે. સ્પાના નામે વિદેશી યુવતીઓ દ્વારા કુટણખાના ચલાવાતા હોવાની મળતી વારંવારની ફરિયાદોને ધ્યાનમાં લઈને તેને ડામવા આ રસ્તો અપનાવવાનું પોલીસે પસંદ કર્યુ છે.
તમને જણાવીએ કે, વિઝિટર્સ વિઝા ઉપર વિદેશી યુવતીઓ રાજ્યમાં આવે છે. વિઝિટર્સ વિઝા બાદ આ યુવતીઓને અંતે દેહ વ્યાપારના ધંધામાં ધકેલાતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ રાજ્યમાં પણ અવાર નવાર સામે આવ્યું છે કે, દેહ વ્યાપારમાં વિદેશી યુવતી વ્યાપક પ્રમાણમાં હોય છે. જેથી હવે સુરત પોલીસ કમિશ્નરે દેહ વ્યાપારના ધંધા બંધ કરાવવાની દિશામાં કામગીરી શરૂ કરી દીધી છે. હાલ સુરતમાં સ્પા અને પાર્લરોની ગુપ્ત રાહે તપાસ શરૂ કરાઈ છે.
મસાજ પાર્લરમાં કામ કરતી યુવતીઓના ડેટા એકત્ર કરવા માટે પોલીસ કમિશ્નરે આદેશ કર્યો છે. વિદેશી યુવતીઓના ડેટા એકત્ર કરવા આદેશ આપ્યો છે. સુરતમાં કેટલાય સમયથી મસાજ પાર્લરની આડમાં બીજા જ ધંધા થતા હોવાની ફરિયાદોએ જોર પકડ્યુ હતુ.
એમાંય ખાસ કરીને વિદેશની યુવતીઓ દ્વારા મસાજપાર્લરના સુંવાળા નામ હેઠળ દેહવિક્રયનો વેપાર કરાતો હોવાનું જાણવા મળતા પોલીસ કમિશનરે મસાજ પાર્લરમાં કામ કરતી યુવતીઓનું લિસ્ટ તૈયાર કરવાના આદેશ આપ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન