Gujarat baroda Vadodara: The youth's big adventure sing national anthem at a height of 15777
  • Home
  • Baroda
  • વડોદરા: યુવાનનું મોટું સાહસ, તિરંગા સાથે 15777ની ઉંચાઇએ ગાયું રાષ્ટ્રગીત

વડોદરા: યુવાનનું મોટું સાહસ, તિરંગા સાથે 15777ની ઉંચાઇએ ગાયું રાષ્ટ્રગીત

 | 12:40 pm IST

એમ.એસ.યુનિ.ના ફાઇન આર્ટ્સના પૂર્વ વિદ્યાર્થીએ વિશ્વમાં સફેદ પર્વત તરીકે પ્રચલીત મોન્ટ બ્લેન્કની ૧૫,૭૭૭ ફૂટ ઊંચાઈએ હાથમાં તિરંગા સાથે રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. ત્યારબાદ ૩૦ મિનિટમાં (-૫) ડિગ્રી તાપમાનમાં ૧૦૮ સૂર્ય નમસ્કાર કર્યાં હતાં. નોંધનીય છે કે, આલ્પ્સ્ની પર્વતમાળા યુરોપને આવરે છે, જે સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી, મોનેકો, ઓસ્ટ્રિયા, જર્મની, સ્લોવેનિયા અને લીચ્ટેન્સ્ટાઇન જેવાં આઠ દેશમાંથી પસાર થાય છે.

દક્ષિણ ભારતમાં માતા-પિતાના મોત બાદ મરીપલી પ્રવિણ વડોદરા સ્થાયી થયાં હતાં. સમા-સાવલી રોડ પર રહેતાં મરીપલી પ્રવિણે એમ.એસ.યુનિ.માં ફાઇન આટ્સ અને યોગ નિકેતન સંસ્થામાંથી યોગનો અભ્યાસ કર્યો હતો. ૨૦૧૧થી તેઓ યોગ નિકેતન સંસ્થા ખાતે યોગ શિક્ષક તરીકે સેવા આપે છે. મરીપલી પ્રવિણે દેશ-વિદેશના ઊંચા પર્વત પર તબક્કાવાર ૧૦૮ સૂર્ય નમસ્કાર કરવાનું સાહસ શરૂ કર્યું છે.

ગત મહિને યુરોપમાં આલ્પસ્ની સૌથી ઊંચી પર્વતમાળાના મોન્ટ બ્લેન્ક પર સૂર્ય નમસ્કાર કરવા ગયાં હતાં. લોકલ ગાઇડ સાથે મરીપલી પ્રવિણે ઠંડા બરફીલા પવન અને (-૧૦) ડિગ્રી તાપમાનમાં ટ્રેકિંગ, રોક ક્લાઇમ્બિગ, ગ્લેશિયર પાર કરી મોન્ટ બ્લેન્કની ૧૫,૭૭૭ ફૂટ ઊંચાઈએ પહોંચ્યાં હતાં. આ ઊંચાઈએ પહોંચતા તેમને લગભગ ૬૦ કલાક થયાં હતાં. મોન્ટ બ્લેન્ક પર (-૫) ડિગ્રી તાપમાનમાં નવ દિવસ અગાઉ તેમને હાથમાં તિરંગા સાથે રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. બપોરે ૧૨:૫૦થી ૧:૨૦ દરમિયાન તેમને ૧૦૮ સૂર્ય નર્મસ્કાર કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, મરીપલી પ્રવિણે ગતવર્ષે નેપાળ સ્થિત મેરા પીક પર્વતની ૨૧,૧૭૭ ફૂટ અને માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ ખાતે ૧૭,૫૯૮ ફૂટની ઊંચાઈએ ૧૦૮ સૂર્ય નમસ્કાર કર્યાં હતાં.

પ્રવીણનો માઇનસ તાપમાનમાં ૧૦૮ સૂર્ય નમસ્કારનો સતત ૬ઠ્ઠો પ્રયાસ સફળ

મરીપલી પ્રવિણે મોન્ટ બ્લેન્ક પહેલાં નેપાળમાં મેરાપિક પર્વતની ૬,૪૭૦ મિટર ઊંચાઈ, માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પની ૫,૩૬૪ મિટર ઊંચાઈ, મણી મહેશ કૈલાશની ૪,૨૦૦ મિટર ઊંચાઈ, જર્મનીમાં ગુ્રનટેનની ૧,૭૮૩ મિટર તથા ઝૂગસ્પિટ્ઝ પર્વતની ૨,૯૬૨ મિટરની ઊંચાઈએ માઇનસ તાપમાનમાં ૧૦૮ સૂર્ય નમસ્કાર કર્યાં છે.