Gujarat BJP Leaders Change Their Name As Chowkidar Including CM Rupani
  • Home
  • Election 2019
  • રાહુલને તેના જ વાગ્બાણમાં બીજેપીનો જવાબ, CM રૂપાણી સહિતનાં નેતાઓ બન્યા ‘ચોકીદાર’

રાહુલને તેના જ વાગ્બાણમાં બીજેપીનો જવાબ, CM રૂપાણી સહિતનાં નેતાઓ બન્યા ‘ચોકીદાર’

 | 3:39 pm IST

અન્ય કોઇનાં હથિયારનો ઉપયોગ તેની સામે જ કરીને પોતાની પકડ મજબૂત કરવી તે પણ જીતમાં મહત્વનો ભાગ ભજવતુ હોય છે. લોકસભાની ચૂંટણીનાં પડઘમ શરૂ થઇ ગયા છે અને પાર્ટીઓ પોતાના એક પછી એક દાવ રમવામાં વ્યસ્ત છે. કૉંગ્રેસે ‘ચોકીદાર હી ચોર હૈ’નું સ્લોગન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાપર્યું હતુ અને અત્યારે પણ બીજેપી અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે બીજેપીએ ‘મૈં ભી ચોકીદાર’ કેમ્પેઇન લૉન્ચ કર્યું છે.

પીએમ મોદીએ એક વિડીયો પૉસ્ટ કરીને ‘મૈં ભી ચોકીદાર’ કેમ્પેઇન લૉન્ચ કર્યું છે. સોશિયલ મીડિયા પર અત્યારે ‘મૈં ભી ચોકીદાર’ ટ્રેન્ડ કરી રહ્યું છે. બીજેપીનાં નેતાઓએ ટ્વિટર પર પોતાના નામની આગળ ‘ચોકીદાર’ લગાવીને આ કેમ્પેઇનને આગળ ધપાવ્યું છે. વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટર પર પોતાના નામની આગળ ‘ચોકીદાર’ લગાવ્યું છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વિટર પર પોતાનું નામ ‘ચોકીદાર વિજય રૂપાણી’ લખ્યું છે. સાથે સાથે તેમણે વિડીયો શેર કરીને લખ્યું છે કે, ‘કાળા નાણા અને ભ્રષ્ટાચારને નષ્ટ કરવા હું પણ ચોકીદાર છું.’

બીજેપી ગુજરાતનાં પ્રમુખ જીતુ વાઘાણીએ ટ્વિટર પર પોતાનું નામ ‘ચોકીદાર જીતુ વાઘાણી’ કર્યું છે. તેમણે લખ્યું છે કે, ‘કૉંગ્રેસ પાર્ટી અને તેમનાં નેતાઓની રગ રગમાં ‘ROME’ છે. જ્યારે બીજેપીનાં નેતાઓની રગ રગમાં ‘BHARAT’ છે.’

આ ઉપરાંત નીતિન પટેલ, ભુપેન્દ્ર સિંહ ચુડાસમા સહિતનાં બીજેપી નેતાઓએ પોતાના નામની આગળ ચોકીદાર લગાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન