Gujarat BJP MP Video Clip Viral on Net
  • Home
  • Ahmedabad
  • ટ્રમ્પ-મોદીના આગમન પહેલાં ધડાકો, ગુજરાત ભાજપ સાંસદની યુવતી સાથેની ગંદી ક્લિપ વાઈરલ

ટ્રમ્પ-મોદીના આગમન પહેલાં ધડાકો, ગુજરાત ભાજપ સાંસદની યુવતી સાથેની ગંદી ક્લિપ વાઈરલ

 | 7:30 am IST

ગુજરાતના ભાજપના એક સંસદસભ્યનો એક યુવતી સાથે અંગત  પળો માણતો હોવાનો વીડિયો કોઈની પાસે હોવાની વાત બહાર આવી છે. મોટી ઉંમરના આ સાંસદ પોતાનાથી અડધી ઉંમરની યુવતી સાથે અત્યંત વિકૃત રીતે શારીરિક છેડછાડ કરે છે.ત્યાર બાદ આ સાંસદ યુવતી સાથે સેક્સ પણ માણે છે. ટ્રમ્પ-મોદીના આગમન પહેલા જ આ ધડાકો થયો છે.

સૂત્રો જણાવે છે કે, આ સાંસદ પહેલેથી જ રંગીન મિજાજના ગણાય છે. ભૂતકાળમા પણ તેમનુ નામ કેટલીક યુવતિઓ સાથે જોડાયુ હતુ. પરંતુ આ વખતે સાંસદની કામલીલાને કોઈએ ચોરીછૂપીથી કેમેરામા કેદ કરી લીધી હતી. સાંસદ સાથે  યુવતીની કઢંગી હાલતનો લગભગ ૧૫ મિનિટનો આ વિડીયો કોઈ જાણભેદુ દ્વારા જ તૈયાર કરાયો હોવાનુ લાગી રહ્યુ છે.

અમદાવાદના ઝ્ર્સ્ વિસ્તારમા આવેલી એક હોટેલમા સાંસદ યુવતિ સાથે મઝા માણતા હતા એ સમયનો આ વીડિયો હોવાનુ જાણકારો કહે છે. સાંસદ પાસેથી નાણા પડાવવા અથવા તો રાજકીય સ્કોર સેટલ કરવા માટે આ સ્ટીંગ કરાયું હોવાનુ અનુમાન છે. ભાજપના નેતાઓ અને કાર્યકરોમા સાંસદની કામલીલાના સંદર્ભમા ચર્ચા ચાલી રહી છે. આ વીડિયો ક્લિપિંગ બહાર આવે તો ભાજપની આબરૂનું ધોવાણ થાય તેમ છે. આથી ભાજપ હાઈકમાન્ડ દ્વારા ટ્રમ્પની મુલાકાત બાદ આ મામલો હાથ પર લેશે.

આ વીડિયો પણ જુઓઃ ટ્રમ્પના કાર્યક્રમ દરમિયાન વિવિધ રાજ્યોની ઝાંખી દર્શાવાશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન