SSC-HSC માંથી OMR સિસ્ટમ દૂર કરવા શિક્ષણ બોર્ડનું આયોજન   - Sandesh
  • Home
  • Baroda
  • SSC-HSC માંથી OMR સિસ્ટમ દૂર કરવા શિક્ષણ બોર્ડનું આયોજન  

SSC-HSC માંથી OMR સિસ્ટમ દૂર કરવા શિક્ષણ બોર્ડનું આયોજન  

 | 3:29 am IST

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે એક મહત્વના નીતિ વિષયક નિર્ણયના ભાગરૃપે આગામી જૂન – ૨૦૧૯થી શરૃ થતાં નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ ૧૦ અને ૧૨ સાયન્સ અને કોમર્સના પેપરમાં એમસીક્યુ (મલ્ટિપલ ચોઇસ ક્વેૃન) પદ્ધતિ નાબૂદ કરી મૂળ પદ્ધતિ ફરી લાવવાની દિશામાં કાર્યવાહી આરંભી દીધી છે.

માધ્યમિક શિક્ષણ બોર્ડે આ અંગેનો એક વિધીવત પ્રસ્તાવ તૈયાર કરી રાજ્યના શિક્ષણ વિભાગને અંતિમ મંજૂરી અર્થે મોકલી આપ્યો છે. શિક્ષણ વિભાગની મંજૂરી મળતાં જ તેના અમલીકરણની દિશામાં કાર્યવાહી આગળ ધપાવાશે. માથાના દુઃખાવારૃપ બનેલી સામુહિક ચોરીઓના કિસ્સા રોકવા આખરે બોર્ડને ફરી આ મૂળ પદ્ધતિ તરફ વળવાની ફરજ પડી છે.

હવે નવા શૈક્ષણિક વર્ષમાં આગામી માર્ચ – ૨૦૨૦માં યોજાનારી બોર્ડની પરીક્ષા નવી પદ્ધતિ અનુસાર યોજાય તેવી પ્રબળ શક્યતાઓ છે. રાજ્ય સરકાર પણ સેન્ટ્રલ બોર્ડની જેમ ગુજરાતમાં પણ એનસીઈઆરટી આધારિત અભ્યાસક્રમ અને એક્ઝામ પેટર્ન અમલી બનાવવા અંગેની માધ્યમિક શિક્ષણ બોર્ડની દરખાસ્તની દિશામાં હકારાત્મક વિચારી રહી છે. આ અંગે ટૂંકમાં જ નિર્ણય લઈ તેની જાહેરાત કરવામાં આવશે, તેમ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું. એક તબક્કે બોર્ડે જૂની પદ્ધતિ આ વર્ષથી જ બંધ કરી નવી પદ્ધતિ અમલમાં મૂકવાની માગ શિક્ષણ આલમમાંથી ઊભી થઈ હતી, પરંતુ વહીવટી કારણોસર તે શક્ય બન્યું ન હતંુ.

નવી પદ્ધતિ ધો.૯-૧૧માં આ વર્ષથી જ અમલી બનાવાઈ

માધ્યમિક શિક્ષણ બોર્ડે શિક્ષણ વિભાગને ધોરણ ૧૦ અને ૧૨ સાયન્સ-કોમર્સમાં નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ટેકનોલોજી (ગ્દઝ્રઈઇ્)નો અભ્યાસક્રમ અમલી બનાવવા અંગેનું એક પ્રપોઝલ મોકલ્યું છે. ઉલ્લેખનિય છે કે, બોર્ડના આદેશ બાદ રાજ્યની તમામ સ્કૂલોમાં ધોરણ ૯ અને ૧૧માં આ વર્ષથી જ ગ્દઝ્રઈઇ્નો અભ્યાસક્રમ અમલી બનાવી દેવાયો છે. ગ્દઝ્રઈઇ્માં ૮૦ માર્કનું એક્સટર્નલ અને ૨૦ માર્કનું ઇન્ટર્નલ છે. તે પ્રમાણે ધોરણ ૯ અને ૧૧માં પણ ૭૦-૩૦ની પ્રથાને બદલે ૮૦-૨૦ની ગુણાંકન પદ્ધતિ અમલી બનાવી દેવાઈ છે, જેના પગલે ધોરણ ૧૦ અને ૧૨માં તે ક્રમશઃ લાગંુ પડાશે.

બોર્ડને પારોઠના પગલાં કેમ ભરવા પડયાં?

અહીં ઉલ્લેખનિય છે કે, માધ્યમિક શિક્ષણ બોર્ડે ગત વર્ષ ૨૦૧૧થી ધોરણ ૧૦ અને ૧૨માં ર્ંસ્ઇ (ઓપ્ટિકલ માર્ક રીડર)ની પદ્ધતિ અમલી બનાવી હતી. પદ્ધતિ અંતર્ગત વિદ્યાર્થીઓએ ૫૦ ટકા એટલે કે ૫૦ માર્કના પેપરના પાર્ટ એના ઉત્તરો તેમને આપવામાં આવેલાં ચાર પૈકી કોઈપણ એક વિકલ્પ પસંદ કરી તેનો જવાબ તેમને આપવામાં આવેલી અલાયદી ર્ંસ્ઇ શીટમાં સર્કલમાં બ્લેક ફિલિંગ કરીને આપવાનો હોય છે. આ પદ્ધતિને કારણે વિતેલા વર્ષો દરમિયાન વિદ્યાર્થીઓને વર્ગખંડમાં બહારથી લખાવી દેવા સહિતની સામુહિક ચોરીની વ્યાપક ફરીયાદો ઉઠી હતી. ગત માર્ચમાં લેવાયેલી પરીક્ષામાં પણ અંદાજે ચારસો ઉપરાંત ચોરીના કિસ્સા નોંધાયા હતા. આ કિસ્સામાં વિદ્યાર્થીઓએ સ્ઝ્રઊ આધારિત પાર્ટમાં ૪૫થી ૫૦ સુધી માર્ક મેળવ્યાં હતા, જ્યારે ૫૦ માર્કના સબ્જેક્ટિવ પાર્ટમાં તેમણે માંડ ૧થી ૫ માર્ક મેળવ્યાં હોવાનું બહાર આવ્યું હતું.

નવી પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે રાહતકારી હશે

હાલની ૭૦-૩૦ના ગુણાંકન ધરાવતી ર્ંસ્ઇ પદ્ધતિમાં વિદ્યાર્થીએ બંને સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ પાર્ટમાં પાસિંગ માટેના ૩૩ ટકા માર્કસ મેળવવા ફરજિયાત હતું. આ બે પૈકી એકપણ વિભાગમાં ૩૩ ટકા માર્કસ ન મળતાં વિદ્યાર્થી નાપાસ જાહેર કરાય છે, પરંતુ હાલની સ્ઝ્રઊ પદ્ધતિ દૂર થઈ ૮૦ માર્ક એક્સટર્નલના તેમજ ૨૦ માર્કના ઇન્ટરનલવાળી સેન્ટ્રલ બોર્ડ આધારિત નવી પદ્ધતિ પણ વિદ્યાર્થીઓ માટે એટલી જ રાહતકારી છે. કેમ કે આ નવી પદ્ધતિમાં વિદ્યાર્થીએ એક્સ્ટર્નલ- ઇન્ટર્નલમાં જે માર્ક મેળવ્યાં હશે તેનું ટોટલ કરી તેના આધારે પાસ-નાપાસ નક્કી કરાશે. બંને પાર્ટમાં ફરજિયાત પાસ થવું જરૃરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન