Gujarat Bodeli zaban-village-in-accident-near-panchmahal-seven-people-die
  • Home
  • Featured
  • પંચમહાલ: એક સાથે 7 લોકોની નીકળી અંતિમ યાત્રા, ગામ આખું હીબકે ચડ્યું

પંચમહાલ: એક સાથે 7 લોકોની નીકળી અંતિમ યાત્રા, ગામ આખું હીબકે ચડ્યું

 | 8:30 am IST

પંચમહાલ અકસ્માતમાં મોતને ભેટેલા 7 બાળકોનો એક સાથે જનાજા ઉઠતા બોડેલી ગામ હિબકે ચઢ્યું હતું. એક જ ગામના સાત બાળકોના મોતથી બોડેલીમાં ગમગીની છવાઇ ગઇ હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા 7 લોકોની એક સાથે અંતિમયાત્રા નીકળી હતી. જેને લઇને બોડેલીના બજારમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છીક બંધ પાળવામાં આવ્યું હતું.

હાલોલ બોડેલી રાજ્ય ધોરી માર્ગ પર આવેલ જબાન ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવાર મોતનો કોળિયો બન્યો હતો. ઝબાન ગામ નજીક ગાડી કારચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના 7 લોકોના મોત થયા છે.

બોડેલીમાં આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. તમામ મૃતદેહોને જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર પર પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. જ્યારે આ ઘટનામાં 2 ઇજાગ્રસ્તોને બોડેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા હતા. હાલ પોલીસ પણ અકસ્માત કઈ રીતે થયો તેની તપાસ શરૂ કરી છે.

આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, ઈન્ડિકા ગાડીનું ટાયર ફાટતા કાર નાળામાં ખાબકી હતી. નાળામાં પાણી હોવાને કારણે એક જ પરિવારના પાંચ દિકરા અને બે દિકરીઓ પાણીમાં ગરકાવ થઈ જતા ઘટનાસ્થળે જ તેમના મોત થયા હતા. જ્યારે એક બાળકીને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. બોડેલીનો ખત્રી પરિવાર હાલોલ ખાતે તેમના સંબંધિઓને મળીને રાત્રે પરત ફરી રહ્યો હતો ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો.