USમાં વધુ એક ગુજરાતીનું મોત, નડીયાદના ચકલાસી ગામના યુવાનની લૂંટના ઈરાદે હત્યા - Sandesh
NIFTY 10,741.10 -60.75  |  SENSEX 35,387.88 +-156.06  |  USD 67.7925 -0.28
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Nri
  • USમાં વધુ એક ગુજરાતીનું મોત, નડીયાદના ચકલાસી ગામના યુવાનની લૂંટના ઈરાદે હત્યા

USમાં વધુ એક ગુજરાતીનું મોત, નડીયાદના ચકલાસી ગામના યુવાનની લૂંટના ઈરાદે હત્યા

 | 10:20 am IST

અમેરિકાના શિકાગોમાં ડોલ્ટન ગેસ સ્ટેશન પર લુંટના ઈરાદે ત્રાટકેલા લુંટારુઓએ ફાયરિંગ કરતા નડીયાદના ચકલાસી ગામના યુવાનનું મોત નીપજ્યું છે.જ્યારે એક આધેડને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ચકલાસી ગામમાં રહેતા ઈશાક અહેમદ મુસ્તાકઅહેમદ વ્હોરા આજથી દસ વર્ષ પૂર્વે પોતાની માતા,પત્ની અને દીકરા દીકરીઓ સાથે અમેરિકાના સાઉથ સરબન હાર્વેમાં જઈ સ્થાયી થયા હતા. ઈશાકભાઈ તેમજ તેમની માતા રૂકૈયાબેન ચકલાસી ગામમાં પરિવારમાં ભાણીના લગ્નપ્રસંગ હોઈ અમેરિકાથી ચકલાસી આવ્યા હતા જ્યારે તેમનો પુત્ર અરસદ ઉ.વ.૧૯ અમેરિકા રહ્યો હતો. અરસદ અભ્યાસની સાથે સાથે પોતાના પરીવારને મદદરૂપ થવા માટે ગેસ સ્ટેશન ઉપર કામ કરતો હતો. અમેરિકાના સમય પ્રમાણે ગુરુવારે સવારે ૧૧ વાગ્યાના સુમારે અરસદ વ્હોરા શિકાગોના દક્ષિણ ઉપનગરીય ડોલ્ટનમા આવેલા એક ગેસ સ્ટેશન પર કામ કરી રહ્યો હતો ત્યારે લુંટના ઈરાદે ત્રાટકેલા લૂંટારૂઓએ ગેસ સ્ટેશન પર આવી ફાયરિંગ કરતા અરસદ વ્હોરા અને બકર સાઈદ ઉ.વ.પપને ગોળી વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં અરસદ વ્હોરાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આશાસ્પદ યુવકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

અમેરિકામાં ગુજરાતીઓ ઉપર સતત હુમલા
અમેરિકામાં ગુજરાતી પરિવારો પર હુમલાઓની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગત ૧રમી નવેમ્બરના રોજ અમેરિકાના નોર્થ કેરોલીનામા આણંદના આકાશ તલાટી નામના યુવાનની ગોળી મારી તેની હત્યા કરવામા આવી છે.બાદ દોઢ માસના ટૂંકા ગાળામા જ ગુજરાતી મુસ્લિમ યુવાનની હત્યાની ઘટનાને પરિણામે અમેરિકા ખાતે રહેતા ગુજરાતી પરિવારોના સગાસબંધીઓમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે.