બજેટમાં ખેડૂતો માટે લ્હાણી, પણ શું બજેટની જોગવાઈ પાણીની સમસ્યા ઓછી કરી શકશે? - Sandesh
 • Home
 • Gandhinagar
 • બજેટમાં ખેડૂતો માટે લ્હાણી, પણ શું બજેટની જોગવાઈ પાણીની સમસ્યા ઓછી કરી શકશે?

બજેટમાં ખેડૂતો માટે લ્હાણી, પણ શું બજેટની જોગવાઈ પાણીની સમસ્યા ઓછી કરી શકશે?

 | 12:47 pm IST

ગુજરાતના લોકોની આશા અને અપેક્ષા વચ્ચે હાલ ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ થઈ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે રાજ્યનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટ પ્રજાલક્ષી તો છે જ, સાથે જ ખેડૂત અને પાણીલક્ષી પણ રહ્યું. તેમજ જીએસટીને કારણે બજેટમાં કોઈ વધારાના કરવેરા નથી ઝીંકાયો. ત્યારે જોઈ લો નાયબ મુખ્યમંત્રીનું બજેટ કેવું છે.

બજેટની હાઈલાઈટ્સ

  • મેડિકલ કોલેજમાં વરચ્યુઅલ ક્લાસરૂમ માટે જોગવાઈ 5 કરોડ
  • અકસ્માતોમાં પ્રથમ ગોલ્ડન અવરમાં વહેલી તકે સારવાર આપીને અમૂલ્ય જિંદગી બચાવવા માટેની વિશેષ યોજના માટે 30 કરોડની જોગવાઈ
  • બસ સ્ટેશનોને આધુનિક બનાવવા 100 કરોડની જોગવાઈ
  • લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ શરૂ કરાશે
  •  અંતરિયાળ વિસ્તારોમાં પરિવહનની સેવા વધુ સુદ્રઢ બનાવવા 1640 નવી બસ સંચાલનમાં મૂકવા 410 કરોડની જોગવાઈ
  •  દરિયા કાંઠાના વિસ્તારોમાં બોટ એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરવા 2 કરોડની જોગવાઈ, 108 એમ્બ્યુલન્સ માટે 100 નવી એમ્બ્યુલન્સ ખરીદવા 22 કરોડની જોગવાઈ, ઈન્ટર હોસ્પિટલ ટ્રાન્સફર માટે 15 નવી એમ્બ્યુલન્સ ખરીદવા 4 કરોડની જોગવાઈ
  • સ્વતંત્રતા ચળવળમાં ભાગ ભજવનાર આદિવાસી નેતાઓના યોગદાન અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતુ રાષ્ટ્રીય કક્ષાનું સંગ્રહાલય સ્થાપવા માટે 7 કરોડની જોગવાઈ
  • સિંહ દર્શન માટે 3 કરોડની જોગવાઈ. લુપ્ત પ્રજાતિઓના સંરક્ષણ માટે 3 કરોડની ફાળવણી
  •  વિદેશી દારૂ પરની આબકારી જકાત તેમજ ફીના હાલના દરોમાં સુધારા કરાયા છે. સ્પીરીટ, બીયર, માઈલ્ડ બિયર, વાઈન તેની અવરજવરના ટેક્સમાં પણ વધારો કરાયો. પરમિટધારકો માટે દારૂનો ટેક્સ ત્રણ ગણો કરાયો.
  • રક્ષાશક્તિ યુનિવર્સિટીના વિકાસ માટે 46 કરોડની જોગવાઈ

  •  સરહદી વિસ્તારના ત્રણ જિલ્લાઓ માટે 50 કરોડની જોગવાઈ
  • અનૂસૂચિત જાતિના અંદાજે 10.40 લાખ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના, આર્થિક રીતે નબળા વર્ગોના અને લઘુમતીના 47.52 લાખ એમ કુલ 58.02 લાખ વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટે 374 કરોડની જોગવાઈ
  •  ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને અપાતા ગણવેશની સહાય 300થી વધારીને 600 કરાઈ
  • અનૂસૂચિત જાતિ અને પછાત વર્ગના મળીને કુલ 453 વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન આપવા 44 કરોડની જોગવાઈ
  • અનૂસૂચિત જાતિ તથા આર્થિક રીતે નબળા વર્ગોની કન્યાઓની વિના મૂલ્યે સાયકલ આપવા 64 કરોડની જોગવાઈ
  • અનૂસિચિત જાતિ અને નબળા વર્ગના મળીને 3600 વિદ્યાર્થીઓને ગુજકેટ, નીટ, પીએમટી, એનએલયુ, નિફ્ટની પ્રારંભિક પરીક્ષાની તૈયારી માટે 6.70 કરોડના ખર્ચે કોચિંગ આપવામાં આવશે.
  • છૂટક ગટર સફાઈ કરતા સફાઈ કામદારોને ડીઝલ મશીન તેમજ સલામતીના સાધનો પૂરા પાડવા માટે 1.25 કરોડની જોગવાઈ
  •  વૃદ્ધ પેન્શન સહાય અને દિવ્યાંગ સહાય યોજના અંતર્ગત રાજ્યના અંદાજે 7 લાખ લાભાર્થીઓને પેન્શન સહાય આપવા 474 કરોડની જોગવાઈ
  •  દિવ્યાંગોને ઈલેક્ટ્રીક સ્કૂટર ખરીદવા સહાય આપવા માટે 1.25 કરોડની જોગવાઈ
  •  રાજ્યની 58 જેટલી બિન-અનામત વર્ગોની જાતિઓના ઉત્કર્ષ માટે રચાયેલા ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ માટે 507 કરોડની જોગવાઈ

  •  અમદાવાદમાં પીરાણા ડમ્પિંગ સાઈટના બાયોમાઈનિંગ પ્રોજેક્ટ માટે 100 કરોડની જોગવાઈ
  •  આદિજાતિ વિસ્તારની બહેનો માટે ડેરી વિકાસ યોજના હેઠળ 15 કરોડની જોગવાઈ
  • 784 આંગણવાડીઓની સુધારણા અને 41,758 આંગણવાડીઓની મરામત માટે 29 કરોડની જોગવાઈ
  • જળસંચના વિવિધ કામો જેવા કે ચેકડેમ, તળાવો ઊંડા કરવા, જળાશયોમાંથી કાપ દૂર કરવા, રિચાર્જ વેલ અને ચેકડેમોની મરામત માટે 257 કરોડની જોગવાઈ
  • ઉકાઈ કાકરાપાર યોજનાના આધુનિકીકરણ માટે 65 કરોડ
  • પ્રેશર સિંચાઈ પદ્ધતિ માટે 15 કરોડની જોગવાઈ, ટપક સિંચાઈ અંતર્ગત સિંચાઈ વ્યવસ્થાને સારી બનાવવા 750 કરોડની જોગવાઈ
  •  મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 2516 કરોડની જોગવાઈ
  • ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોને સહાય આપવા માટે 39 કરોડની જોગવાઈ

  •  જનરલ હોસ્પિટલ નવસારી ખાતે નવું ઓપીડી બ્લિડિંગ તથા નર્સિંગ હોસ્ટેલના બાંધકા માટે 10 કરોડની જોગવાઈ
  • સૌથી જૂની અખંડાનંદ આર્યુવેદ હોસ્પિટલનું નવું બિલ્ડિંગ બનાવવા માટે 10 કરોડની જોગવાઈ
  •  આર્યુવેદ રસાયણ ચિકિત્સા કાર્યક્રમ દ્વારા કુપોષણની સારવાર માટે 1 કરોડની જોગવાઈ
  • આયુષથી આરોગ્ય મેળા યોજવા 1.70 કરોડની જોગવાઈ.
  •  6 સરકારી આયુર્વેદ કોલેજોની પ્રવેશ ક્ષમતા 60થી વધારીને 100 કરવા માટે 2 કરોડની જોગવાઈ
  • માધવપુર ધેડના રૂકમણીજીના પ્રાચીન મંદિરને 5 કરોડના ખર્ચે વિકાસાશે
  •  200 વર્ષ જૂના પ્રાચીન યાત્રાધામોના વિકાસ માટે 5 કરોડની જોગવાઈ
  •  મુસાફરો માટે અદ્યતન સુવિધાઓ ઉભી કરવા, ખાસ કરીને મહિલાઓ, દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ સુવિધા વિકસાવવા 11 કરોડ
  •  ગુજરાતના 8 મહત્ત્વના યાત્રાધામોની સ્વચ્છતા માટે 15 કરોડ
  • વીજ ઉત્પાદન માટે કોલસા અને સોલાર આધારિત નવી યોજનાઓની કામગીરી હાથ ધરવા 220 કરોડની જોગવાઈ
  • સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અતંર્ગત 5000 ગ્રામ પંચાયતતમાં ધન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપન, સ્વચ્છતા જાળવણી માટે 700 કરોડની જોગવાઈ
  • રાજ્ય ધોરી માર્ગ પર મહ્તત્વના જંક્શનો પર ફ્લાય ઓવર બનાવવા 804 કરોડની જોગવાઈ
  •  પોલીસ દળમાં આગામી વર્ષમાં 5635 જગ્યાઓ પર સીધી ભરતી કરવાનું આયોજન જેમાં 1500

  • જગ્યા ટ્રાફિક માટે. ટ્રાફિક બ્રિગેડમાં 4000 સ્વંયસેવકોનો વધારો કરાશે. જેમાં 33 ટકા મહિલાઓનો સમાવેશ કરાશે.
  •  ટ્રાફિક બ્રિગેડના સ્વંયસેવક, તેનું નામકરણ ું વેતન 200થી વધારીને 300 કરાશે
  •  સુરત, વડોદરા, રાજકોટ, મહેસાણામા નવા 4 સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનો શરૂ કરવા 1 કરોડની જોગવાઈ
  • ગિરનારના 10 હજાર પગથિયાનુ સમારકામ માટે 20 કરોડની જોગવાઈ.
  • કીડની, લીવર અને પેન્ક્રીઆઝના પ્ર્યારોપણની સહાય વધારીની 5 લાખ કરાઈ
  •  ની-રિપ્લેસમેન્ટ તથા હીપ-રિસ્પેલમેન્ટ માટે એક પગના ઓપરેશન દીઠ 40,000 સુધીની સહાય. બે પગના ઓપરેશન માટે 80,000ની સહાય
  •  મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, સીઝનલ ફ્લુ વગેરેના નિયંત્રણ માટે 129 કરોડની જોગવાઈ
  •  593 પેટા કેન્દ્રો, 122 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા 7 સામૂહિક આરોગ્ય કેન્દ્રોના બાંધકામ માટે કુલ 97 કરોડની જોગવાઈ
  •  આશા વર્કર બહેનોના ઈન્સેન્ટીવમાં વધારો કરવા માટે 242 કરોડની જોગવાઈ
  • મહાત્મા મંદિરની સુવિધા વિસ્તારાશે.
  •  આંગણવાડીના બાળકોને ગણવેશ આપવા 35 કરોડની નવી યોજના શરૂ કરાશે
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 9750.50 કરોડની જોગવાઈ
  •  રાજ્યના સિનીયર સિટીઝનને જરૂરિયાત મુજબ ઉચ્ચ કક્ષાની વધુ સારવાર મળી રહે તે માટે મા વાત્સલ્ય યોજનાનો વ્યાપ વધારાયો.
  •  જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રે કુલ 4897 કરોડની જોગવાઈ.
  •  મુખ્યમંત્રી મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજનાનો લાભ વધુ લોકોને મળે તે માટે 700 કરોડની જોગવાઈ. સાથે જ વાર્ષિક આવક મર્યાદા 2.50 લાખથી વધારીને 3 લાખ કરાશે. હાલની સારવાર માટેની મર્યાદા 2 લાખથી વધારીને 3 લાખ કરાશે. વાર્ષિક 6 લાખ સુધીની આવક ધરાવતા કુટુંબના 60 વર્ષ કે તેથી વધુ વયના સિનીયર સિટીઝનને આ યોજનામા આવરી લેવાશે.
  • ગરીબોને ઘર વપરાશના વીજ જોડાણો પૂરા કરવા યોજના અંતર્ગત 51,150 જોડાણઓ પૂરુ પાડવા 32 કરોડની જોગવાઈ
  •  પ્રદૂષણ ધટાડવાના હેતુથી પેટ્રોલ અને ડીઝલથી સંચાલિત વાહનોના સ્થાને ઈલેક્ટ્રીક વ્હીકલના વ્યાપને વધારવા માટે 10 કરોડની જોગવાઈ
  •  ડુંગરાળ અને આદિજાતિ વિસ્તારમાં વસતા આદિજાતિના લોકો માટે 857 કરોડની જોગવાઈ.
  •  સૌની યોજનાના બીજા તબક્કાની બાર પેકેજની કામગીરી માટે 1765 કરોડની જોગવાઈ
  • રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત 395 કરોડની જોગવાઈ. ખેડૂતોને સમસયર અને પૂરતા જથ્થામાં રાસાયણિક ખાતર પૂરુ પાડવા માટે 28.50 કરોડની જોગવાઈ
  •  ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને તથા સભાસદ પશુપાલકોને વિવિધ સાધન સામગ્રીની ખરીદી પર સહાય આપવા 36 કરોડની જોગવાઈ
  •  નેશન લાઈવ સ્ટોક મિશન માટે 34 કરોડની જોગવાઈ
  •  મુખ્યમંત્રી નિશુલ્ક પશુ સારવાર યોજના માટે 25 કરોડની જોગવાઈ
  •  બળતણનો ખર્ચ ઘટે અને પ્રદૂષણ ઓછું થાય તેવા આધુનિક એન્જિનિની ખરીદી પર માછીમારોને સહાય આપવા માટે નવી યોજના માટે 10 કરોડની જોગવાઈ
  •  નવા મત્સ્ય તળાવનો બાંધકામ પર સહાય માટે 3 કરોડની જોગવાઈ
  •  યુવા વર્ગને પશુપાલન વ્યવસાય અપનાવવા માટે પ્રેરાય અને સ્વરોજગારીની તકો ઉભી ખાય તે માટે 12 દૂધાળા પશુ ફાર્મની સ્થાના માટે એક ફાર્મ દીઠ 3 લાખ સૂધની સહાય અપવામાં આવશે.
  •  આગામી વર્ષમાં સરકારના વિવિધ ભાગોમાં અંદાજે 30,000 નવી ભરતી કરવામાં આવશે.
  •  માનવ કલ્યાણ યોજના અંતર્ગત 84000 લાભાર્થીઓને ધંધા-રોજગાર માટે 20,000 સુધીની ટૂલ કીટ વિના મૂલ્યા આપવા માટે 60 કરોડની જોગવાઈ

 •  કોલ્ડ સ્ટોરેજની સંગ્રહ ક્ષમતા 23 લાખ મેટ્રીક ટનથી વધારીને વર્ષ 2022 સુધીમાં 30 લાખ મેટ્રિક ટન કરવાનું આયોજન
 •  ઓપરેશન ગ્રીન લાઈન હેઠળ શાકભાજી અને ફળો માટે પ્રાઈમરી અને એડવાન્સ પ્રોસેસિંગ સુવિધા માટે ફેડરેશનની સ્થાપના કરવા 30 કરોડની જોગવાઈ
 • શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે 80 કરોડ ફાળવાશે. 138 નવા અન્નપૂર્ણા ભોજન સેન્ટર ઉભા કરાશે.
 • મધ્યાહન ભોજન માટે 1081 કરોડ ફાળવાશે
 • ધોરણ10, 12 પાસ થનારા વિદ્યાર્થીઓને 1000ના ભાવે ટેબલેટ અપાશે
 •  ઈઝરાયેલની ટેકનોલોજીનો લાભ લેવા માટે 4 નવા સેન્ટર ઓફ એક્સિલન્સ બનાવાશે.
 • કરુણા એનિમલ સંસ્થા માટે 26 કરોડ ફાળવાશે
 •  2 વેટરનિટી પોલિટેકનિક માટે 23 કરોડની જોગવાઈ
 •  હાઈસ્પીડ ડિઝલ ઓઈલ પર વેરા માફ કરાશે
 •  યુવા રોજગાર માટે 785 કરોડની જોગવાઈ. 4 લાખ યુવાનોને રોજગારી મેળા હેઠળ રોજગારી અપાશે.
 •  સહકારી મંડળીના ડિજીટલાઈશેન માટે 70 કરોડની જોગવાઈ
 •  ખેડૂતોને ધિરાણ માટે 500 કરોડની જોગવાઈ
 •  કૃષિ ક્ષેત્રે 6755 કરોડ ફાળવાશે, ઝીરો ટકા વ્યાજે ખેડૂતોને લોન અપાશે. ખેત તલાવડી બનાવાવ 85 કરોડની જોગવાઈ, કૃષિ મહોત્સવ માટે 30 કરોડની જોગવાઈ
 • કોંગ્રેસના હોબાળા બાદ નીતિન પટેલે કહ્યું કે, ગુજરાત મગફળી દાયકાથી પકવે છે, કોંગ્રેસના શાસનમાં ખેડૂતોને ટેકાના ભાવ દાયકાથી નહોતા મળતા. જે મગફળી અમારા શાસનમાં ખરીદાઈ છે, તે ક્યારેય ખરીદાઈ નથી. અમારી સફળતા અને તેમની નિષ્ફળતા કોંગ્રેસના દેખાતી નથી. અમારી સફળતા કોંગ્રેસના પચવાની નથી.
 • બજેટ શરૂ થયાના થોડી વારમાં જ કોંગ્રેસે મગફળીના પોષણક્ષમ ભાવ અંગે હોબાળો કર્યો. જેમાં કોંગ્રેસના વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબાડીયાને સભાગૃહમાંથી તાત્કાલિક બહાર કાઢવાનો અધ્યક્ષે કહ્યું હતું. જેથી વિપક્ષા ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.
 • રાજ્યની ઉત્પાદનક્ષમતા ૧૩ ટકા વધી છે. રાજ્યની આવકનો વૃદ્ધિદર વધ્યો છે. રાજકીય ખાધ 1.14 હતી, તે ઘટીને 1.41 થઈ છે. 2018 માટે 183.666 કરોડનું અંદાજપત્ર છે. વેરાકીય આવકમાં 20.92 ટકાનો વધારો થયો છે.
 • નીતિન પટેલે બજેટ પહેલાની સ્પીચમાં કહ્યું કે, પ્રજાની અપેક્ષાઓ સાથે મળીને પૂરા કરીશું. ટૂંકા ગાળામાં દેશનું અર્થતંત્ર મજબૂત બન્યું છે. દેશના ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતનો વિશેષ ફાળો રહ્યો છે. સર્વાંગી વિકાસ કરવામાં અમે કોઈ કચાશ રાખી નથી. પાયાના માણસની સુખાકારી માટે અમે કામ કર્યું છે. સરકાર પર જનતાએ ફરીથી વિશ્વાસ મૂક્યો છે.

 

બજેટ પહેલા શું બન્યું…

 • રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને વિધાનસભામાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. વિધાનસભામાં વેલમાં ઘસી આવતા અધ્યક્ષે તેમને સસ્પેન્ડ કર્યા હતા. અલ્પેશ ઠાકોર પ્રશ્નોતરીકાળ દરમિયાન દારુના મુદ્દે બોલવા માંગતા હતા, ત્યારે અધ્યક્ષની ટકોર છતા અલ્પેશ ઠાકોર વારંવાર ઊભા થતા અને વેલમાં ધસી આવતા હોવાથી તેમને સસ્પેન્ડ કરાયા છે.
 • ગૃહમાં અવ્યવસ્થાને કારણે પત્રકારોએ વિરોધ કર્યો હતો. પ્રશ્નોત્તરીકાળ શરૂ થવા છતાં પત્રકારોને પ્રશ્નોત્તરી ન મળતાં તેમણે બજેટ સત્રના કવરેજ માટે બહિષ્કાર કર્યો છે. મામલો ગંભીર બનતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રી કૌશિક પટેલને પત્રકારોને સમજાવવા અનુરોધ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન