Gujarat Budget 2021: ગુજરાત સરકારની મોટી જાહેરાત, કોઈ નવો વેરો નહીં નાંખવામાં આવે – Sandesh
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Ahmedabad
 • Gujarat Budget 2021: ગુજરાત સરકારની મોટી જાહેરાત, કોઈ નવો વેરો નહીં નાંખવામાં આવે

Gujarat Budget 2021: ગુજરાત સરકારની મોટી જાહેરાત, કોઈ નવો વેરો નહીં નાંખવામાં આવે

 | 12:30 pm IST
 • Share

ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણાંમંત્રી નીતિન પટેલ આજે નવમી વખત રાજ્યનું નવમું બજેટ રજૂ કર્યું હતું. છ મનપા અને પાલિકા-પંચાયતની ચૂંટણીઓમાં મળેલી ભવ્ય જીતથી સરકારમાં આત્મવિશ્વાસ વધી ગયો છે. અને આ આત્મવિશ્વાસ નીતિન પટેલનાં સંબોધનમાં પણ જોવા મળ્યો હતો. નાણાંમંત્રી નીતિન પટેલે અડીખમ ગુજરાતની પંક્તિથી પોતાના પ્રવચનની શરૂઆત કરી હતી. અને બજેટ વખતે વિરોધીઓ ઉપર પણ પ્રહાર કર્યાં હતા. નીચે જાણો ગુજરાત સરકારની મહત્વની જોગવાઈઓઃ

અહીં જાણો તમામ અપડેટઃ

ગ્રામ્યસ્તરે વિકાસ માટે બજેટમાં શું?

 • પંચાયત, ગ્રામ્ય ગૃહ નિર્માણ અને વિકાસ માટે કુલ રૂ.8796 કરોડ
 • ગ્રામ્ય સ્તરે પ્રાથમિક સુવિધા સુધારવા રૂ.2385 કરોડ
 • મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત ગ્રામ પંચાયતને રૂ.175 કરોડ
 • માદરે વતન અને રૂર્બન યોજના માટે રૂ.140 કરોડ
 • ગ્રામ પંચાયતોને હાઇટેક બનાવવા રૂ.90 કરોડ
 • નવી બનેલી પંચાયતોમાં સોલાર રૂફ માટે રૂ.10 કરોડ
 • ગંદા પાણીના શુદ્ધિકરણ માટે રૂ 5 કરોડ
 • ગ્રામ પંચાયતની મિલકતો અને રેકર્ડની વ્યવસ્થા માટે રૂ.5 કરોડ
 • વર્ષ 2022 સુધીમાં સૌને આવાસ માટે રૂ.1250 કરોડ
 • સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રૂ.800 કરોડ
 • મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ યોજના માટે રૂ564 કરોડ
 • નેશનલ રૂરલ લાઇવ્લિહુડ મિશન હેઠળ રૂ.300 કરોડ
 • પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ માટે રૂ.124 કરોડ
 • શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મીશન હેઠળ રૂ.100 કરોડ
 • ગ્રામ્ય સ્તરે સરકારી મિલકતો ઉભી કરવા રૂ.100 કરોડ

શહેરોના વિકાસ માટે બજેટમાં શું?

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે કુલ રૂ.13,493 કરોડ

વર્ષ 2022 સુધી સૌને આવાસ યોજના માટે રૂ.900 કરોડ

નગરપાલિકાનો સ્માર્ટ સિટી હેઠળ વિકાસ માટે રૂ.700 કરોડ

અમૃત યોજના હેઠળ 8 મનપા,23 નપામાં પ્રાથમિક સુવિધા માટે રૂ.650 કરોડ

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ હેઠળ રૂ.586 કરોડ

સ્વચ્છ ભારત મિશન તથા નિર્મળ ગુજરાત હેઠળ રૂ.200 કરોડ

દીન દયાળ અંત્યોદય યોજના હેઠળ રૂ.150 કરોડ

મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ રૂ.80 કરોડ

ન.પામાં ભૂગર્ભ યોજનાઓ માટે રૂ.50 કરોડ

મહાનગરોમાં મેટ્રો લાઇટ-મેટ્રો નીઓ સેવા માટે રૂ.500 કરોડ

ફાયર સેફ્ટિની સુવિધા માટે રૂ.39 કરોડ

ફાયર સેફ્ટિ કોપ પોર્ટલ માટે રૂ.20 કરોડ

દેવસ્થાન અંબાજીના વિકાસ માટે રૂ.5 કરોડ

ગિફ્ટ સિટી કંપનીમાં મૂડી રોકાણ માટે રૂ.100 કરોડ

રોજગારીને લઇને બજેટમાં શું?

 • શ્રમ અને રોજગાર વિભાગ માટે કુલ રૂ.1520 કરોડ
 • મુખ્યમંત્રી અપ્રેન્ટિસ યોજના હેઠળ રૂ.53 કરોડ
 • સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને રૂ.40 કરોડ
 • 4 નવી આઇ.ટી.આઇ.ના બાંધકામ માટે રૂ.35 કરોડ
 • કૌશલ્ય વર્ધન કેન્દ્રોના રીફોર્મિંગ માટે રૂ.10 કરોડ
 • ગો-ગ્રીન શ્રમિક યોજના માટે રૂ.10 કરોડ
 • ગાંધીનગર ખાતે એક્સલન્સ સેન્ટર શરૂ કરવા રૂ.1 કરોડ
 • દેશની પ્રથમ સર્વિસ સેક્ટર યુનિવર્સિટીનું નિર્માણ કરાશે

ગુજરાત સરકારની મોટી જાહેરાત

 • હયાત વેરાના દરમાં કોઈ વધારો નહીં
 • કોરોનાના કારણે વેરામાં વધારો નહીં
 • કોઈ નવો વેરો નહીં નાંખવામાં આવે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂ. 11,323 કરોડની જોગવાઈ

• રાજ્યમાં 9231 પેટા આરોગ્ય કેન્દ્રો, 1477 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 321 શહેરી આરોગ્ય કેન્દ્રો અને 348 સામુદાયિક આરોગ્ય કેન્દ્રો દ્વારા આરોગ્ય સુવિધાઓ પૂરી
પાડવામાં આવે છે. આરોગ્યક્ષેત્રે વિકસાવવામાં આવેલી આ પાયાની સુવિધાઓના કારણે રાજય સરકારે આરોગ્ય સૂચકાંકમાં ખૂબજ સારો સુધારો હાંસલ કરેલ છે.
• વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજના અને રાજય સરકારની મુખ્યમંત્રી મા-વાત્સલ્ય યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારો માટે ખૂબ જ આશીર્વાદરૂપ પુરવાર થયેલ છે. આ યોજના દ્વારા લાભાર્થીઓને વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિના મૂલ્ય આપવામાં આવે છે. આ યોજના માટે જોગવાઈ રૂ. 1106 કરોડ.
• રાજ્યમાં ઓછા વજન સાથે જન્મતા બાળકોને વિના મુલ્ય સારવાર પૂરી પાડતી યોજના બાલસખા-૩ માટે રૂ. 145 કરોડની જોગવાઈ.
• નવી સિવિલ હોસ્પિટલ, અમદાવાદની સુવિધાઓને અપગ્રેડ કરવા માટે રૂ.87 કરોડની જોગવાઈ.
• પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત સગર્ભા માતાઓને સહાય માટે રૂ.66 કરોડની જોગવાઈ.
• ભારત સરકારના સહયોગથી ગોધરા અને મોરબી ખાતે બનાવવામાં આવનાર નવી મેડિકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલોને અપગ્રેડ કરવા માટે 50 કરોડની જોગવાઈ.
• ખૂબજ લોકપ્રિય અને ઉપયોગી બનેલ 108 એબ્યુલન્સ સર્વિસમાં હાલ ૬૨૨ એબ્યુલન્સ વાન કાર્યરત છે. નવી 150 એબ્યુલન્સ વાન સેવારત કરવા રૂ. 30 કરોડની જોગવાઈ.
• સુરત ખાતે કિડની હોસ્પિટલને અદ્યતન બનાવવા માટે સાધન સામગ્રી અને માનવ સંશાધન ઉપલબ્ધ કરાવવા માટે રૂ. 25 કરોડની જોગવાઈ
• રસીકરણની કામગીરી સુચારુરૂપથી કરવા માટે રાજ્યકક્ષાએ ખાસ રસીકરણ સેલ ઉભો કરવામાં આવશે. વધુમાં 9 જિલ્લામાં મેડિકલ વેક્સીન સ્ટોરના બાંધકામ માટે રૂ.3 કરોડની જોગવાઇ.
• 20 સિવિલ હોસ્પિટલો ખાતે આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર પૂરી પાડવા ડે-કેર પંચકર્મ સેન્ટર શરૂ કરવામાં આવશે.

યાત્રાધામ વિકાસ માટે રૂ.154 કરોડની જોગવાઈ

 • પાવાગઢના માંચીના વિકાસ માટે રૂ.31 કરોડ
 • કચ્છના નારાયણ સરોવરના વિકાસ માટે રૂ.30 કરોડ
 • કચ્છના માતાના મઢના વિકાસ માટે રૂ.25 કરોડ
 • ગાંધીનગરના કંથારપુર વડના વિકાસ માટે રૂ.10 કરોડ
 • યાત્રાધામ બહુચરાજીના વિકાસ માટે રૂ.10 કરોડ

વન અને પર્યાવરણ વિભાગ માટે રૂ.1814 કરોડ

 • ભારત સરકારના લાયન પ્રોજેક્ટ માટે રૂ.11 કરોડ
 • સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે જોગવાઈ
 • સાંભર બ્રીડીંગ સેન્ટર માટે રૂ.10 કરોડની જોગવાઈ
 • ગીરમાં સિંહોના ખોરાક માટે પ્રે – બેઝ તૈયાર કરાશે

ગુજરાતમાં બે મેગા ટેક્ષટાઈલ પાર્ક સ્થપાશે

 • ભારત સરકારની યોજના હેઠળ બનશે
 • ભરૂચના જંબુસરમાં બલ્ક ડ્રગ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે
 • રાજકોટમાં મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે
 • 9 GIDCમાં MSME માટે મલ્ટી લેવલ શેડનું આયોજન
 • 7 GIDCને મોડેલ એસ્ટેટ તરીકે વિકસાવાશે

અમદાવાદની સાયન્સ સીટીમાં બાળકો માટે ટોય મ્યુઝિયમ બનશે
વિધાનસભા પરિસરમાં સંગ્રહાલય બનાવાશે
ગુજરાતનો ઈતિહાસ દર્શાવતું અત્યાધુનિક સંગ્રહાલય
વડનગરમાં રૂ.13 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ હોસ્ટેલ બનશે

સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે રૂ.652 કરોડ

 • રાજવીઓનો ઐતિહાસિક વારસો દર્શાવતું સંગ્રહાલય
 • કેવડિયામાં સંગ્રહાલય માટે રૂ.25 કરોડની જોગવાઈ
 • કેવડિયામાં બનશે રાજ્યનું પ્રથમ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન
 • આદિવાસી સંસ્કૃતિનો કરાશે પ્રચાર પ્રસાર

કમલમના બે લાખ રોપાનો ઉછેર કરાશે

કેવડિયા આસપાસ કમલમનું વાવેતર કરાશે

બજેટમાં રૂ.15 કરોડની જોગવાઈ કરાઈ

રાજ્યના વધુ 4 શહેરોમાં મેટ્રો ટ્રેનનું આયોજન

 • વડોદરા, રાજકોટ શહેરમાં મેટ્રો ટ્રેનનું આયોજન
 • ભાવનગર, જામનગરમાં પણ મેટ્રોનું આયોજન
 • રાજ્ય સરકારે રૂ.50 કરોડની જોગવાઈ કરી
 • ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન માટે રૂ.568 કરોડ

ગુજરાતમાં 6 સ્થળે હેલિપોર્ટ બનાવાશે

 • યાત્રાધામ અને પ્રવાસન સ્થળો માટે નિર્ણય
 • અમદાવાદ, સોમનાથ, અંબાજીમાં હેલિપોર્ટ બનશે
 • દ્વારકા, સાપુતારા, ગીરમાં હેલિપોર્ટ બનાવાશે
 • રૂ.3 કરોડના ખર્ચે બનાવવામાં આવશે હેલિપોર્ટ

ધારાસભ્યોને અપાતી ગ્રાન્ટ ફરીથી શરૂ કરાઈ

 • કોરોનાના કારણે સરકારે મોકૂફ રાખી હતી
 • વિસ્તારના વિકાસ માટે અપાતી ગ્રાન્ટ ચાલુ

ગૃહ વિભાગ માટે રૂ.7960 કરોડની જોગવાઈ

 • ગૃહ વિભાગમાં નવી 3020 જગ્યા ઊભી કરાશે
 • સરહદી વિસ્તાર વિકાસ માટે રૂ.30 કરોડ
 • પોલીસ આધુનિકીકરણ માટે રૂ.26 કરોડ
 • સુરત શહેરમાં 4 પોલીસ સ્ટેશનમાં 300 જગ્યા
 • કમાન્ડો તાલીમ સેન્ટર માટે રૂ.20 કરોડ
 • રૂ.10 કરોડના ખર્ચે 100 નવી PCR વાન ખરીદાશે
 • FSLના આધુનિકીકરણ માટે રૂ.14 કરોડ
 • SRPFમાં નવી વિશેષ બટાલીયનની રચના કરાશે
 • રાજ્ય હસ્તકના એરપોર્ટ, એરોડ્રોમની સુરક્ષા માટે નિર્ણય
 • વોટરડ્રોમ, હેલીપેડને સુરક્ષા પુરી પાડવા બટાલીયન

શિક્ષણ વિભાગ માટે કુલ રૂ. 32,719 કરોડની જોગવાઇ

શિક્ષણ એ સતત વિકાસની પ્રક્રિયા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણ આગામી સમયની જરૂરિયાત ધ્યાને લઇ ક્રાંતિકારી ફેરફારો સૂચવવામાં આવ્યા છે. માતૃભાષામાં શિક્ષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે આધુનિક યુગને અનુરૂપ શિક્ષણ પદ્ધતિને પરિવર્તનશીલ બનાવવામાં આવેલ છે. મિશન સ્કૂલસ ઓફ એકસેલન્સ ગુજરાતના વિદ્યાર્થીઓને અદ્યતન શિક્ષણ પ્રદાન કરવાની દિશામાં મહત્ત્વનું પગલું છે.
• બાળકોના સર્વગ્રાહી વિકાસ સાથે ઉત્તમ શિક્ષણ પ્રદાન કરવા માટે 3400 શાળાઓમાં જરૂરી તમામ સુવિધાઓ વિકસાવવા પાંચ વર્ષ માટે રૂ. 1207 કરોડનું આયોજન.
• ધોરણ-1 થી 8 ના આશરે 45 લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના, અન્ન સંગમ
યોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજના અંતર્ગત કુલ રૂ. 1044 કરોડની જોગવાઇ.
• રાઇટ-ટુ-એજયુકેશન એક્ટ અંતર્ગત રાજયમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર
વિદ્યાર્થીઓ માટે રૂ. 567 કરોડની જોગવાઇ.
• મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને ટયુશન ફી તથા હોસ્ટેલ અને ભોજન ખર્ચમાં શિષ્યવૃત્તિ સહાય રૂપે રાહત પૂરી પાડવા માટે રૂ. 287 કરોડની જોગવાઈ.
• 11 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને એસ.ટી. બસ ફ્રી પાસ કન્સેશન માટે રૂ. 205 કરોડની જોગવાઇ.
• કોલેજનાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા અંદાજીત ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા રૂ. 200 કરોડની જોગવાઈ.
• હયાત નિવાસી શાળાઓ જેવી કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, મોડેલ સ્કૂલ અને આશ્રમ શાળાઓ ખાતે ઉત્તમ પ્રકારનું નિવાસી શિક્ષણ મળે તે હેતુથી વિશાળપાયે માળખાગત સુવિધાઓ ઊભી કરવાની યોજના માટે રૂ. 80 કરોડની જોગવાઇ.
• રાજ્યની 2000 પ્રાથમિક શાળાઓ ખાતે વીજળીકરણ અને પીવાના પાણીની સુવિધા માટે રૂ. 72 કરોડની જોગવાઇ.
• માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ ઓગણીસ લાખ કરતાં વધુ વિધાર્થીઓને વિનામૂલ્યે પાઠયપુસ્તકો પૂરાં પાડવા રૂ. 65 કરોડની જોગવાઇ
• જે બાળકોના ઘરનું અંતર તેમની શાળાથી 1 કીલોમીટર કરતાં વધુ હોય તેવા દોઢ લાખથી વધુ બાળકોને વાહનવ્યવહારની સુવિધા આપવા માટે રૂ. 60 કરોડની જોગવાઇ
• ઐતિહાસિક મહત્ત્વ અને વિશેષ પ્રકારના વારસાગત સ્થાપત્ય ધરાવતી ખૂબ જૂની શાળાઓનું મહત્ત્વ અનેરુ છે. આ શાળાઓને હેરિટેજ સ્કૂલ તરીકે નવીનીકરણ કરવા માટે રૂ. 25 કરોડની જોગવાઇ.
• રાજ્યની વિવિધ યુનિવર્સિટી ખાતે પીએચડી ડિગ્રી માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે રૂ. 20 કરોડની જોગવાઈ
• વિદ્યાર્થીઓમાં સુષુપ્તાવસ્થામાં રહેલ શોધ ભાવનાને પ્રોત્સાહન આપી અવનવા સર્જનથી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ વિકસાવવા માટે પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આ નીતિ અંતર્ગત અંદાજીત 14 લાખ વિદ્યાર્થીઓ માટે રૂ. 20 કરોડની જોગવાઇ.
• આઈઆઈટી એન્જિનીયરીંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષા તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે રાજયની સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ-11 અને 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને નિવાસી શિક્ષણની વ્યવસ્થા અને ઓનલાઇન ડિસ્ટન્સ લર્નિગની સુવિધા પૂરી પાડવાની યોજના માટે રૂ. 20 કરોડની જોગવાઇ.
• અભિરૂચી ધરાવતાં બાળકોને સંસ્કૃત શિક્ષણમાં જોડવા પ્રોત્સાહન આપવા અને શ્રેષ્ઠ આચાર્યો તૈયાર કરવાના હેતુથી 37 સંસ્કૃત પાઠશાળાઓના સુદ્દઢીકરણ માટે મિશન ગુરૂકુળ યોજના અંતર્ગત રૂ. 10 કરોડની જોગવાઇ.

કૃષિ, ખેડૂત કલ્યાણ 

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 7232 કરોડની જોગવાઈ 

 • રાજ્યના 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટબ વિના મૂલ્યે આપવા 87 કરોડની જોગવાઈ
 • ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ 10 લાખ રૂપિયાની સહાય માટે 82 કરોડની જોગવાઈ 
 • બીજ ઉત્પાદક ખેડૂતો માટે ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઈટ બીજ ઉત્પાદન માટે સહાય આપવા 55 કરોડની જોગવાઈ 
 • બીજ ઉત્પાદક ખેડૂતો માટે ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઈટ બીજ ઉત્પાદન માટે સહાય આપવા 55 કરોડની જોગવાઈ 
 • ડાંગ જિલ્લાને સંપુર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવા પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને પ્રોત્સાહિતક કરવા પ્રથમ વર્ષે 10 હજાર તથા બીજા વર્ષે 6 હજાર
  રૂપિયાની નાણાકીય સહાયની યોજના માટે 32 કરોડની જોગવાઈ
 • ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉપ્તાદનોનું સીધું વેચાણ રાજ્યના ખેડૂતો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી
  વિસ્તાર માટેની ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ યોજના માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈ
 • ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન સમયસર મળે તે હેતુથી 1800 ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના માટે 12 કરોડની જોગવાઈ 
 • રોગ-જીવાતના સમયસર સર્વે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ માટે પ્રાયોગિક ધોરણે રાજ્યના 10 જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક માટે 2 કરોડ રૂપિયાની જોગવાઈ

બાગાયત 

બાગાયત ખેતીની યોજનાઓ માટે 442 કરોડની જોગવાઈ 

 • બિનઉપજાઉ સરકારી પડતર જમીનને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે બાગાયત વિકાસ મિશનની જાહેરાત. પ્રથમ તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠાની 50 હજાર એકર ખરાબાની બિનઉપજાઉ જમીન ઉપજાઉ બનાવવા ભાડાપટ્ટે આપવામાં આવશે. જેનાથી 2 લાખ ટન બાગાયતી પાકોનું ઉત્પાદન અને પ્રોસેસિંગની તકો ઉભી થશે. આ યોજના માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ 
 • નર્સરીઓ અને સેન્ટર ફોર એક્સલેન્સના સદ્દઢીકરણ તેમજ અર્બન હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ કેન્દ્રોમાં તાલીમ આપવા માટે 2 કરોડની જોગવાઈ 

પશુપાલન

 • ડેરી ફાર્મની સ્થાપના, બકરાં એકમની સ્થાપના માટે 81 કરોડ રૂપિયાની જોગવાઈ
 • 10 ગામ દીઠ 1 ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે 43 કરોડ રૂપિયાની જોગવાઈ
 • ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ માટે 25 કરોડ રૂપિયાની જોગવાઈ 
 • મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈ 
 • પશુઓ માટે દાણ ખરીદીની સહાય માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈ 
 • કરુણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 માટે 7 કરોડની જોગવાઈ
 • દૂધાળા ગીર-કાંકરેજ ગાયોના પશુના ફાર્મની સ્થાપના અને દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ દ્વારા સ્વરોજગારી ઉભી કરવાની યોજના માટે 3 કરોડ રૂપિયાની જોગવાઈ

કૃષિ સંશોધન અને શિક્ષણ-રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ

રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હસ્તક કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોનો સઘન બનાવવા માટે 698 કરોડ રૂપિયાની જોગવાઈ

કામધેનુ યુનિવર્સિટી

કામધેનુ યુનિવર્સિટી હસ્તક સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા માટે 137 કરોડની જોગવાઈ

મત્સ્યોદ્યોગ

 • દરિયાઈ વિસ્તારના 10 હજાર માછીમારોને હાઈસ્પીડ ડીઝલ ઓઈલ પરની વેટ માફી યોજનાનો લાભ આપવા માટે 150 કરોડની જોગવાઈ
 • નવાબંદર, માઢવાડ, વેરાવળ, પોરબંદર અને સુત્રાપાડા મત્સ્ય બંદરોનો વિકાસ તથા કુદરતી આફતો સામે બોટ પાર્કિંગ સુવિધાઓ, મત્સ્ય પકડાશના સ્વસ્છ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે જરૂરી માળખાકીય સુવિધાઓ માટે 97 કરોડની જોગવાઈ
 • માછીમારોને ઓ.બી.એમ મશીનની ખરીદી પર સહાય માટે 15 કરોડોની જોગવાઈ
 • ચોરવાડ અને ઉમરસાડી વિસ્તારમાં ઉતરાણ માટે ફ્લોટીંગ જેટી બનાવવા 5 કરોડની જોગવાઈ
 • માછીમારોને જમ્બો પ્લાસ્ટિક ક્રેટ તથા મેન્યુઅલ મટિરિયલ હેન્ડલિંગ સ્ટેકર ખરીદી પર સહાય માટે 3 કરોડોની જોગવાઈ
 • જળાશયોમાં કેજ કલ્ચરથી મત્સ્ય ઉત્પાદનમાં વધારો કરવા સહાય માટેની યોજના હેઠળ 2 કરોડની જોગવાઈ

કૃષિ બજાર વ્યવસ્થા

 • ખરીદ વેચાણ અને સંગ્રહ વ્યવસ્થા યોજના હેઠળ 78 કરોડની જોગવાઈ
 • તાલુકા અને જિલ્લાની સહકારી ખરીદ વેચાણ સંઘોના વિવિધ પ્રોજેક્ટ માટે 50 ટકા કેપિટલ સહાયની યોજના હેઠળ 6 કરોડની જોગવાઈ

જળસંપત્તિ

જળસંપત્તિ વિભાગ માટે 5494 કરોડ રૂપિયાની જોગવાઈ

સૌની યોજનાના ત્રીજા તબક્કા માટે 1071 કરોડ રૂપિયાની જોગવાઈ

અટલ ભુજ યોજના હેઠળ 5 વર્ષના સમયગાળા માટે 757 કરોડ રૂપિયાની જોગવાઈ

ચેકડેમ, તળાવો ઊંડા કરવા અને નવા બનાવવા જળસંચય યોજનાઓના કામો માટે 312 કરોડ રૂપિયાની જોગવાઈ

થરાદથી સીપુ ડેમ સુધીની પાઈલપલાઈનની યોજના માટે 226 કરોડની જોગવાઈ

સાબરમતી નદી પર હિરપુરા અને વલસાણા બેરેજના પ્રગતિ હેઠળના કામ માટે વધુ 50 કરોડની જોગવાઈ

સુજલાફ સુફલામ યોજના હેઠળ પાઈપલાઈનથી 3 કિમી મર્યાદામાં આવતાં વધારાના 295 તળાવોમાં પાણી આપવા માટે પાઈલલાઈન નાખવા 10 કરોડ રૂપિયાની જોગવાઈ

———

 • પ્રવાસન વિભાગ માટે રૂ.488 કરોડ
 • હેરિટેજ સ્થળ, સ્મારકો માટે રૂ.3 કરોડ
 • યાત્રાધામ વિકાસ માટે રૂ.154 કરોડ
 • બંદરો અને વાહન વ્યવહાર માટે રૂ.1478 કરોડ
 • સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે રૂ.4353 કરોડ
 • સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે રૂ.4353 કરોડ
 • શ્રમિક કલ્યાણ રોજગાર વિભાગ માટે રૂ.1502 કરોડ
 • આરોગ્ય વિભાગ માટે રૂ.11, 323 કરોડની જોગવાઈ
 • મા યોજના હેઠળ રૂ.1106 કરોડની જોગવાઈ
 • બાલસખા યોજના – 3 માટે રૂ.145 કરોડ
 • અમદાવાદની નવી સિવિલ માટે રૂ.87 કરોડ
 • ગોધરા, મોરબી મેડિકલ હોસ્પિટલ માટે રૂ.50 કરોડ
 • PM માતૃવંદના યોજના હેઠળ રૂ.66 કરોડ
 • શિક્ષણ વિભાગ માટે રૂ.32, 719 કરોડની જોગવાઈ
 • 3400 શાળાના વિકાસ માટે રૂ.1207 કરોડ
 • 45 લાખ બાળકોને મધ્યાહન ભોજન માટે રૂ.1044 કરોડ
 • RTE હેઠળ પ્રવેશ લેનાર બાળકો માટે રૂ.567 કરોડ
 • યુવા સ્વાવલંબન યોજનામાં સહાય માટે રૂ.287 કરોડ
 • 11 લાખ વિદ્યાર્થીને મફત ST પાસ માટે રૂ.205 કરોડ
 • કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ટેબ્લેટ માટે રૂ.200 કરોડ
 • 2000 પ્રાથમિક શાળામાં પાણી – વીજળી માટે રૂ.72 કરોડ
 • 19 લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તક માટે રૂ.60 કરોડ
 • હેરિટેજ સ્કૂલ નવીનીકરણ માટે રૂ.25 કરોડ
 • કૃષિ વિભાગ માટે રૂ.7232 કરોડની જોગવાઈ
 • 4 લાખ ખેડૂતોને એક ડ્રમ, પ્લાસ્ટિકના બે ટબ અપાશે
 • ફૂડ પ્રોસેસિંગ એકમ દીઠ રૂ.10 લાખ સહાયની યોજના
 • બીજ ઉત્પાદન સહાય માટે રૂ.55 કરોડની જોગવાઈ
 • એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટર માટે રૂ.50 કરોડ

—–

 • સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે રૂ. 652 કરોડની જોગવાઈ
 • આદિજાતિ વિસ્તાર વિકાસ માટે 1349 કરોડની જોગવાઈ
 • સહકારી વિભાગમાં પાક ધિરાણ યોજના હેઠળ 100 કરોડની જોગવાઈ
 • શિક્ષણ વિભાગ માટે 32,719 કરોડ ની જોગવાઈ
 • આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ માટે 11,323 કરોડની જોગવાઈ
 • મહિલા બાળ વિકાસ માટે 3511 કરોડ ની જોગવાઈ
 • પાણી પુરવઠા વિભાગ માટે 3974 કરોડ ની જોગવાઈ
 • નીતિન પટેલે રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું 2,27,029 કરોડનું 2021-22નાં કદનું બજેટ રજૂ કર્યું છે
 • રૂ.50 હજાર કરોડની સાગરખેડુ સર્વાંગી કલ્યાણ યોજના – 2
 • રૂ.1 લાખ કરોડની રકમની જોગવાઈ
 • આગામી 5 વર્ષ માટે બંધુ કલ્યાણ યોજના – 2 જાહેર
 • આગામી 5 વર્ષમાં 2 લાખ યુવાનોની ભરતી કરાશે
 • કૃષિ વિભાગ માટે રૂ.7232 કરોડની જોગવાઈ
 • જળ સંપત્તિ વિભાગ માટે રૂ.5494 કરોડની જોગવાઈ
 • કોરોના મહામારીમાંથી બહાર આવી રહ્યા છીએ, કોરોનાકાળમાં અવિરત કામ કર્યુ. PM મોદીએ કોરોના રસી લઈ પ્રેરણા આપી. કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવીએ છીએ. કોરોના કામગીરીની WHOએ વૈશ્વિક સ્તરે બિરદાવી છે. 
 • નીતિન પટેલે પંક્તિઓ બોલીને શરૂઆત કરી. અડીખમ છીએ અને છે મકક્મ ગુજરાત, પ્રજાનો સાથ છે અને ગુજરાતને આપી અમે નવી ઉંચાઈ, ગુજરાતને લઈ જવું છે આત્મનિર્ભરતા તરફ, સૌનો સાથ અને સૌનો વિકાસથી વધી જઈશું અમે આગળ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન