Gujarat cabinet decision On Government Jobs
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સરકારી ભરતીની વયમર્યાદામાં 1 વર્ષનો વધારો, રાજ્ય સરકારે કરી જાહેરાત

સરકારી ભરતીની વયમર્યાદામાં 1 વર્ષનો વધારો, રાજ્ય સરકારે કરી જાહેરાત

 | 5:03 pm IST
  • Share

  • સરકારી નોકરીની તૈયારી કરનારા યુવાનો માટે ખુશખબર
  • તમામ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ
  • ટેટની વેલિડિટ વધારવાનો નિર્ણય

ગુજરાત સરકારની આજે કેબિનેટ બેઠક મળી હતી. જેમાં અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જે પૈકી સરકારી નોકરીમાં વય મર્યાદાને લઈને છૂટ આપવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયની વિગતો આપતા સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ ના લઈ શક્યા હોય, તેવા વિદ્યાર્થીઓને વયમર્યાદામાં એક વર્ષની છૂટ આપવામાં આવી છે.

કોરોનાની સ્થિતિમાં અનેક પરીક્ષાઓ, ભરતી અંગેની તકલીફો રાજ્યના યુવાનોએ વેઠી છે, તેનાથી સરકાર પૂરી રીતે વાકેફ છે. તેમાંથી તેમને બહાર કાઢવા માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવાઈ રહી છે, તેમાં છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 01-09-2021થી 31-08-2022 સુધી સરકારની સીધી ભરતીમાં વયમર્યાદામાં છૂટનો નિયમ લાગૂ પડશે.

વઘાણીએ જણાવ્યું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સ્નાતક કે સમકક્ષ બિનઅનામત વર્ગના ઉમેદવારોની વય મર્યાદા 35 વર્ષની છે. જેમાં એક વર્ષનો વધારો કરીને 36 વર્ષ કરવામાં આવી છે. આજ રીતે સ્નાતક કરતાં ઓછી લાયકાત ધરાવતી જગ્યાઓના કિસ્સામાં બિન અનામત પુરુષ ઉમેદવારો માટે 33 વર્ષની વયમર્યાદા હતી. જેમાં એક વર્ષનો વધારો કરીને હવે 34 કરવામાં આવી છે.

SC-ST અને OBC તેમજ આર્થિક રીતે પછાત (EBC)ની કેટેગરીમાં પુરુષ ઉમેદવારોમાં સ્નાતક કે સમકક્ષ પુરુષ ઉમેદવારોની હાલની વયમર્યાદા 40 વર્ષની હતી. જેમાં એક વર્ષનો વધારો કરીને 41 કરવામાં આવી છે. જ્યારે આ કેટેગરીમાં સ્નાતકથી ઓછી લાયકાત ધરાવતી જગ્યાઓમાં હાલની વયમર્યાદા 38 વર્ષની છે, જેમાં એક વર્ષ વધારીને 39 કરવામાં આવી છે.

મહિલાઓને 5 વર્ષની છૂટછાટ મળતી હોય છે. જે બાદ સરકારી ભરતીમાં 45 વર્ષની વય મર્યાદા હોય છે. જેને યથાવત રાખવામાં આવી છે. મહિલા અનામતમાં સ્નાતકથી નીચેની કેટેગરીમાં હાલ 38 વર્ષની વય મર્યાદા છે, જેમાં 1 વર્ષનો વધારો કરીને 39 કરવામાં આવી છે. જ્યારે સ્નાતક કક્ષામાં 1 વર્ષનો વધારો કરીને 41 કરવામાં આવી છે. જ્યારે SC,ST, OBC તેમજ EBC વર્ગની સ્નાતકથી નીચેની મહિલા કક્ષામાં વય મર્યાદા 43થી વધારીને 44 કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગ દ્વારા ટેટની વેલિડિટી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનાથી 3300 જેટલી નવી જગ્યાઓ ઉભી કરાશે. જ્યાં સુધી નવી શિક્ષણનીતિ અમલમાં ના આવે, ત્યાં સુધી ટેટની વેલિડિટી વધારવામાં આવી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો