Gujarat Cabinet Meeting At Statement of DyCM Nitin Patel of Navaratri 2020
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં નવરાત્રિ થશે કે નહીં? રાજ્યના ડેપ્યૂટી CM નીતિન પટેલે આપ્યું સૌથી મોટું નિવેદન

ગુજરાતમાં નવરાત્રિ થશે કે નહીં? રાજ્યના ડેપ્યૂટી CM નીતિન પટેલે આપ્યું સૌથી મોટું નિવેદન

 | 2:48 pm IST

કોરોના કાળમાં નવરાત્રિને લઈને ખૈલેયા કોગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે આજે ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠક બાદ પોતાનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે નવરાત્રિ અંગે મોટું નિવેદન આપ્યું છે, જેના કારણે ખૈલાયાઓ નિરાશા વ્યાપી ગઈ છે.

ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે આજે નવરાત્રિના આયોજન અંગે જણાવ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારનું સ્ટેન્ડ ખૂબ ક્લિયર છે. આ વર્ષે નવરાત્રિના આયોજન અંગે રાજ્ય સરકારનું સ્ટેન્ડ ખૂબ ક્લિયર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉ જાહેરાત કરીને કહ્યું હતું કે અમદાવાદમાં યોજાતા રાજ્ય સરકારના વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવને મોકૂફ રાખવામાં આવશે.’

નીતિન પટેલે જણાવ્યું કે, કોરોનાના સમયમાં નવરાત્રિના મોટા આયોજનો શક્ય નથી ત્યારે લોકો માતાજીની આસ્થા અને ભક્તિ માટે શેરીમાં જે ગરબીઓ કરે છે, તેમને કઈ રીતે પરવાનગી આપી શકાય કે આવા આયોજનો મર્યાદિત સંખ્યામાં કેવી રીતે યોજી શકાય તે અંગે હજુ કોઈ નિર્ણય કરાયો નથી. અમે સરકારની બેઠકમાં આ વિષય મૂકીને તે અંગે યોગ્ય નિર્ણય કરીશું.’

તેમણે જણાવ્યું કે, આજે ભારત સરકાર દ્વારા અનલૉકની નવી ગાઇડલાઇન જાહેર થશે. ગુજરાત સરકાર ભારત સરકારની ગાઇડલાઇનને અનુસરી અને તેમાં કેટલીક છૂટછાટ આપવી જોઈએ કે નહીં તે આગામી સમયમાં નિર્ણય કરશે.

નિતીન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આજની કેબિનેટ બેઠક બાદ અમને બાબરી વિધ્વંસના ચુકાદાને જાણીને આનંદ છવાયો હતો. આજે કરોડો નાગરિકો અને ભક્તો માટે આનંદનો દિવસ છે. ભગવાન રામનું અયોધ્યામાં મંદિર બનાવવાની શરુઆત થઈ ગઈ છે. અગાઉ વિદેશી શાસકોએ કહેવાતો ઢાંચો બનાવ્યો હતો. પરંતુ કેટલાંક યુવાનોએ ઢાંચો દુર કર્યો હતો. તે સમયે ભાજપના વિહિપના અને અયોધ્યા આંદોલન સાથે સંકળાયેલા લોકો સામે કેસ થયો હતો.

નીતિન પટેલે રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિશે જણાવ્યું હતું કે, કોરોના સારવાર માટે ઓક્સિજન જરુરી છે. સરકારી કોવિડ હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પીટલમાં ઓક્સિજનની વ્યવસ્થા સંતોષકારક છે. કોઈ સોર્ટેજની ફરિયાદ આવી નથી. ચાર કંપનીઓ અત્યારે ઓક્સિજન ઉત્પાદન કરી 50% સરકારને આપે છે.

નીતિન પટેલે નવરાત્રિ અંગે વધુમાં જણાવ્યું હતું કે, ‘આ વર્ષે બિઝનેસ હેતુથી યોજાતા પાર્ટી પ્લોટનાં કે અન્ય મોટા આયોજનની દૃષ્ટીએ સરકાર તરફથી મંજૂરી નહીં મળે. જોકે, અન્ય મોટા આયોજનો અંગે આયોજકોએ સામેથી જ આયોજન ન કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ગરબા યોજાવા જોઈએ કે નહીં તે અંગે અમે નિષ્ણાતોના અને તબીબો સાથે નાગરિકોના મત લીધા હતા. આમાં નિષ્ણાતોનો અભિપ્રાય એવો છે કે સરકારે ગરબાનું આયોજન કરવાની પરવાનગી આપવી ન જોઈએ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન