Gujarat Cader Saspender IAS Gaurav Dahiya Filed Police Complain Against Linu Singh
  • Home
  • Ahmedabad
  • IAS દહિયા અને લીનુંસિહ વિવાદમાં સૌથી મોટો વળાંક, લીનુસિંહ સામે ફરિયાદ, ’20 કરોડ પડાવ્યાનો આરોપ’

IAS દહિયા અને લીનુંસિહ વિવાદમાં સૌથી મોટો વળાંક, લીનુસિંહ સામે ફરિયાદ, ’20 કરોડ પડાવ્યાનો આરોપ’

 | 7:43 am IST

ગુજરાત કેડરના સસ્પેન્ડડ IAS ગૌરવ દહિયા અને લીનુંસિહ વચ્ચેના વિવાદમાં આજે વધુ એક વળાંક આવ્યો છે. ગૌરવ દહિયાએ દિલ્હી પોલીસમાં લીનુંસિંહ અને કુલદીપ દિનકર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવીને કહ્યું છે કે, લીનુસિંહના ૨૦૧૫માં કુલદીપ નામના વ્યકિત સાથે લગ્ન કરી લીધા હતા ત્યાર બન્ને જણા પતિ-પત્ની તરીકે ભેગા મળી ગૌરવ દહિયાને ફસાવી અને રૂ.૨૦ કરોડ પડાવવા મમાટ કાવતરું રચ્યુ હતુ.  ગૌરવ દહિયાની ફરિયાદ બાદ લીનુંસિંહ  અને દહિયા વચ્ચેના સંબંધોમાં સત્ય શું છે ? પોલીસ તપાસ બાદ બહાર આવશે.

ગૌરવ દહિયાએ ફ્રિયાદમાં જણાવ્યું છે કે લીનુસિંહે તેની સામે ખોટી ફરિયાદ કરેલી છે. જે ક્રાઇમ અગેઇનસ્ટ વુમન સેલના તા. ૪- ૧૦-૨૦૧૯ ના ક્લોઝર રિપોર્ટમાં નોંધાયેલું છે. આ મહિલાએ તા. ૨૪-૧૦-૨૦૧૫ના રોજ કુલદીપ દિનકર સાથે લગ્ન કરેલા છે. લીનુસિંહે તેની આ વાતને છુપાવેલી છે.

આ લગ્નની નોંધણી ગાઝિયાબાદમાં થયેલી છે. લીનુ પાસે જુદા-જુદા ઓળખપત્રો છે. જેમાં જન્મતારીખ પણ અલગ અલગ નોંધાયેલી છે. લીનુસિંહ, તેના પતિ અને તેના મિત્રોએ મળીને તેને બ્લેકમેઇલ કરવાનો અને ખંડણી પેટે રૂ ૨૦ કરોડ વસૂલવાનો કારસો ઘડયો હતો. જો રૂપિયા આપું નહીં તો તેને ખોટા આરોપો માં ફ્સાવવાની ધમકી પણ આપી હતી. લીનુસિંહ પોતાને મેડિકલની વિદ્યાર્થિની ગણાવે છે.

તેણીએ કાઠમંડુ અને દિલ્હીમાં એડમિશન લીધેલું છે. લીનુસિંહ અને તેના પતિએ ગેરકાયદે  તલાકનામાના દસ્તાવેજ બનાવેલા છે. તેણીએ સોશિયલ મીડિયાના પર શાખને દાગ લગાડવાનો પ્રયાસ કર્યો છે જેથી સામાજિક નુકસાન થયું છે.

લીનુસિંહ, તેના પતિ અને તેના સાથીદારોએ મારું (ગૌરવ દહિયા)નું ટ્વીટર એકાઉન્ટ પોર્નોગ્રાફી વેબસાઇટ પર મૂકી દીધું હતું. જેથી અનેક પોર્ન સ્ટારની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. આ ઘટનાથી મારું જીવન નર્કથી બદતર બની ગયું હતું. સાયબર હેરાનગતિ અને સાયબર બુલિંગથી જીવન બદંતર બન્યાનો આરોપ લગાડયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન