Gujarat Chief Minister Bhupendra Patel visits Delhi today: Find out the full program of CM from this morning
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે દિલ્હીની મુલાકાતે: જાણો આજ સવારથી CMનો સંપૂર્ણ કાર્યક્રમ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે દિલ્હીની મુલાકાતે: જાણો આજ સવારથી CMનો સંપૂર્ણ કાર્યક્રમ

 | 9:48 am IST
  • Share

ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી શુભેચ્છા મુલાકાત માટે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી રવાના થયા છે. સીએમ ભુપેન્દ્ર પટેલ સૌ પ્રથમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વૈક્યા નાડુને મળશે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહને મળશે. સાંજે 4 કલાકે PM મોદી સાથે સીએમની સૌજન્ય મુલાકાત છે. સાંજે 6 કલાક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરશે. મહાનુભાવો સાથેની આ મુલાકાત મહત્વની ગણાય છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે સોમવારે 20મી સપ્ટેમ્બરે નવી દિલ્હીની એક દિવસીય મુલાકાતે પહોંચી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ ભુપેન્દ્ર પટેલ આજે પ્રથમવાર ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી તેમજ ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુજીની શુભેચ્છા સૌજન્ય મુલાકાત કરવા જઈ રહ્યા છે. આ સિવાય ભુપેન્દ્ર પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને સૌજન્ય શુભેચ્છા મુલાકાત પણ કરશે.

રાજ્યના નવા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ સીએમ બન્યા બાદ પહેલી વખત દિલ્હી પહોંચી રહ્યા છે. ત્યારે તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહને પણ સૌજન્ય શુભેચ્છા મુલાકાત કરશે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી. નડ્ડાજીને પણ શુભેચ્છા મુલાકાત માટે મુખ્યમંત્રી નવી દિલ્હીમાં મળવાના છે. મુખ્યમંત્રી નવીદિલ્હીથી સોમવારે રાત્રે અમદાવાદ પરત આવશે

સીએમ ભુપેન્દ્ર પટેલનો દિલ્હીમાં કાર્યક્રમ:-

સવારે 11.00 કલાકે રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત
સવારે 11.30 કલાકે ઉપરાષ્ટ્રપતિ .વૈંકેયા નાય સાથે મુલાકાત
બપોરે 12 .00 કલાકે અમિત શાહ અને રાજનાથ સિંહ સાથે મુલાકાત
બપોરે 4.00 કલાકે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત
સાંજે 6.00 કલાકે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે મુલાકાત

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો