પાણીની કટોકટી વિશે મુખ્ય સચિવનું નિવેદન, સરદાર સરોવરમાં પાણી ખરેખર ઓછું છે - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gandhinagar
  • પાણીની કટોકટી વિશે મુખ્ય સચિવનું નિવેદન, સરદાર સરોવરમાં પાણી ખરેખર ઓછું છે

પાણીની કટોકટી વિશે મુખ્ય સચિવનું નિવેદન, સરદાર સરોવરમાં પાણી ખરેખર ઓછું છે

 | 4:46 pm IST

એક તરફ ઉનાળા પહેલા જ ગુજરાત પાણીની તંગીનો સામનો કરી રહ્યું છે. ગુજરાતની જીવાદોરી કહેવાતી નર્મદા નદીમાં પહેલીવાર તળિયા દેખાઈ રહ્યા છે, જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને ઉનાળુ પાક ન લેવાની સલાહ આપી હતી. જેના બાદ શરૂ થયેલા આ મુદ્દામાં રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘે આજે નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે, હા, સરદાર સરોવરમાં ખરેખર પાણી ઓછું છે. પરંતુ ગુજરાતની જનતાને તેની કોઈ તકલીફ નહિ થાય.

શુ કહ્યું મુખ્ય સચિવે…
મુખ્ય સચિવ જે.એન.સિંઘે કહ્યું કે, સરોવરમાં પાણી ઓછું છે, પરંતુ ગુજરાતની જનતાને પાણીની કોઈ તકલીફ નહિ પડે. ડેલ્ટ સ્ટોરેજમાઁથી પાણી લઈ શકાશે. પાણી ઈરિગેશન મે ફાસ્ટ ટનલમાંથી લેવાશે. પરંતુ હાલમાં ખેતી માટે નર્મદા નદીમાં 600 ક્યુસેકથી વધુ પાણી નહિ છોડાય. ગુજરાતની જનતાને પાણી માટે કોઈ તકલીફ નહિ પડે. આ માટે આપણા પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રે ખૂબ સહયોગ આપ્યો છે, જેથી ગુજરાતના લોકોને પીવાનું પાણી સતત મળતું રહેશે. આ સાથે જ તેમણે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અંગે જણાવ્યું કે તેનું કામ આગામી 31 ઓક્ટોબર સુધી પુરુ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નર્મદાનું પાણી વેડફાતા આગામી દિવસોમાં પાણીની ગંભીર કટોકટી ઉભી થવાની શક્યતા છે, ત્યારે રાજ્યના મુખ્ય સચિવે તમામ મ્યુનિસિપલ કમિશ્નર અને કલેક્ટર્સ પાસેથી ગુજરાતની પાણીની સ્થિતિ અંગેનો રિપોર્ટ મગાવ્યો હતો. આ ઉપરાંત ઉનાળામાં ઉભી થનારી સંભવિત પીવાના પાણીના સંકટને ખાળવા માટે જે તે વિસ્તારના કલેક્ટર અને કમિશ્નરે ઉભી કરેલી વૈકલ્પિક વ્યવસ્થાની વિગતો પણ મગાવી હતી. આ રિપોર્ટના આધારે રાજ્ય સરકારે પૃથ્થકરણ કરતા ઉનાળામાં પાણીની ગંભીર સમસ્યા ઉભી થવાની શક્યતા જોવા મળી હતી.

બીજી તરફ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આજે વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં બેઠક કરી હતી. જેમાં તેમણે ગુજરાતની સમસ્યાઓ વિશે ચર્ચા કરી હતી, જેમાં મુખ્ય મુદ્દો ગુજરાતની જનતાને પાણી પૂરુ પાડવાનો હતો.