Gujarat Close Down: Police Provide All Necessary Things To Senior Citizen in Patan
  • Home
  • Corona live
  • પાટણમાં એકલાં રહેતાં વૃદ્ધો માટે ખુશખબર, 100 નંબર પર ફોન કરો ને ઘરે બેઠાં વસ્તુઓ મેળવો

પાટણમાં એકલાં રહેતાં વૃદ્ધો માટે ખુશખબર, 100 નંબર પર ફોન કરો ને ઘરે બેઠાં વસ્તુઓ મેળવો

 | 6:22 pm IST

કોરોનાને કારણે ગુજરાતમાં ક્લોઝડાઉન જાહેર કરાયું છે. જેને કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાય ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેવામાં પાટણ જિલ્લાના પોલીસ વડાએ માનવીય અભિગમ દાખવી એકલાં રહેતાં સીનિયર સિટિઝન માટે મહત્વપુર્ણ જાહેરાત કરી છે. હવે પાટણમાં એકલાં રહેતાં સીનિયર સિટિઝન 100 નંબર પર કોલ કરતાં તેઓને તમામ વસ્તુઓ પહોંચાડી દેવામાં આવશે.

સમગ્ર ગુજરાતમાં કલોઝડાઉન જાહરે કરાતાં એકલાં રહેતાં સીનિયર સિટિઝનને સૌથી વધારે તકલીફ પડી રહી છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે તેઓને કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ અપીલ કરતો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓએ જણાવ્યું કે, એકલા રહેતા સિનિયર સીટીજનોને મદદ કરાશે અને તેઓને જીવન જરૂરિયાતની વસ્તુઓ ઘરે બેઠા વિતરણ કરાશે. સીનિયર સિટિઝન 100 નંબર પર ફોન કરશે તો પોલીસ હેલ્પ કરશે તેવું જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું.

આ સાથે અક્ષયરાજ મકવાણાએ પાટણની જનતાને પણ ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી હતી. તેઓએ પ્રાઈવેટ વાહનો પર રોક લગાવવા માટે અપીલ કરી હતી કે જેથી કોરોના વાયરસના સંક્રમણને અટકાવી શકાય.

આ વીડિયો પણ જુઓઃ જૂનાગઢના ૪૨ લોકો પંજાબમાં 24 કલાકથી ભૂખ્યા અને તરસ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન