ટોલટેક્સ અંગે આનંદીબહેનનો મહત્વનો નિર્ણય, 15મી ઓગસ્ટથી નાના વાહનોને ટોલટેક્સમાંથી મૂક્તિ - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0350 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ટોલટેક્સ અંગે આનંદીબહેનનો મહત્વનો નિર્ણય, 15મી ઓગસ્ટથી નાના વાહનોને ટોલટેક્સમાંથી મૂક્તિ

ટોલટેક્સ અંગે આનંદીબહેનનો મહત્વનો નિર્ણય, 15મી ઓગસ્ટથી નાના વાહનોને ટોલટેક્સમાંથી મૂક્તિ

 | 6:07 pm IST

નાના વાહન ધારકો માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના ટોલનાકા ઉપર ગુજરાતના મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી છે. સીએમ આનંદીબહેને કાર સહતિના નાના ખાનગી વાહનોને ટોલટેક્સમાંથી ફ્રી કરી કરવાનો નિર્ણય કરી દીધો છે. વલસાડમના નાનાપોંઢા ખાતે જાહેરસભામાં મુખ્યમત્રીએ આ જાહેરાત કરી છે. જોકે, કોમર્શિયલ વાહનો ઉપરનો ટેક્સ યથાવત રાખવામાં આવ્યો છે.

આનંદીબેને જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી 15મી ઓગસ્ટથી નાના વાહનો એટલે કે ફોરવ્હીલર અને થ્રી-વ્હીલરને ટોલટેક્સમાંથી મુક્તિ આપવામાં આવશે. આ નિયમ 15મી ઓગસ્ટથી જ અમલી બનાવવવામાં આવશે. ટોલટેક્સમાંથી મુક્તિ મળતાં નાના વાહનોના ટેક્સની જે ખોટ પડશે તે રાજ્ય સરકાર ભોગવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જોકે, કોમર્શિયલ વાહનો ઉપરનો ટેક્સ યથાવત રહેશે અને ટેક્સીનો નિર્ણય હવે પછી લેવાશે.

ગુજરાતમાં ટોલટેક્સનો હંમેશા વિવાદિત રહ્યો છે અને અનેક વખત ટોલનાકે માથાકૂટો થઈ છે. રાજકોટથી અમદાવાદ જતાં જ રસ્તામાં બે ટોલનાકા આવે છે. આ જ રીતે રાજકોટથી પોરબંદર જતાં ત્રણ ટોલનાકા આવે છે અને આવવા-જવાના ભાડા જેટલો જ ટોલટેક્સ લોકોએ ભરવો પડતો હોય છે. આનંદીબેને કરેલી જાહેરાતથી ખાસ કરીને ફોરવ્હીલ ધારકો મોટી રાહત મળી છે.