Gujarat CM Bhupendra Patel Reach Flood Hits Jamnagar
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જામનગર: પૂર અસરગ્રસ્તોના આંગણે પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ, તંત્રની કામગીરીને બિરદાવી

જામનગર: પૂર અસરગ્રસ્તોના આંગણે પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ, તંત્રની કામગીરીને બિરદાવી

 | 6:41 pm IST
  • Share

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભારે વરસાદથી અસરગ્રસ્ત-પૂરગ્રસ્ત થયેલા જામનગર જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને અસરગ્રસ્તોને મદદરૂપ થવાની ખાતરી આપી હતી.

મુખ્યમંત્રીએ જામનગર જિલ્લાના અસરગ્રસ્ત થયેલા ધુંવાવ ગામ, મહાપ્રભુજી બેઠક વિસ્તાર તથા લાલપુર રોડ પરની આશીર્વાદ સોસાયટી વિસ્તારની મુલાકાત લઈ અસરગ્રસ્તોને થયેલા નુક્સાન અંગેનો કયાસ કાઢી જામનગર ખાતે કલેકટર કચેરીના સભાખંડમાં જામનગર જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠક બાદ માધ્યમો સાથેના સંવાદમાં મુખ્યમંત્રી જણાવ્યું હતું કે,

“સમગ્ર સરકાર અસરગ્રસ્તોની સાથે છે. જામનગર જિલ્લાના 447 ગામોમાં ભારે વરસાદની અસર પહોંચી છે. સમગ્ર જિલ્લાની ટીમને કપરી કામગીરી સરળતાથી બજાવવા બદલ અભિનંદનને પાત્ર છે. નુક્સાનીના સર્વે માટે સ્થાનિક ઉપરાંત બહારના જિલ્લાઓમાંથી પણ ટીમોને બોલાવવા સૂચના આપવામાં આવી છે. હકારાત્મક અભિગમ દાખવીને સાચો રહી ન જાય અને ખોટો લઈ ન જાય એ રીતે સર્વેની કામગીરી હાથ ધરવા માર્ગદર્શન આપ્યું હતું.”

જામનગર જિલ્લામાં થઈ રહેલી કામગીરીની વિગતો આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જિલ્લામાં કુલ 4,760 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે. 144 લોકોને NDRF, SDRF તેમજ એરફોર્સ દ્વારા રેસ્ક્યૂ કરીને બચાવવામાં આવ્યા છે. 46 ટીમો સર્વે માટે હાલ કાર્યરત છે.

સૌરાષ્ટ્રમાં મોસમનો 80% વરસાદ પડી ચૂક્યો છે. જિલ્લાના 84 ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ હતી. જ્યાં તાત્કાલિક કામગીરી હાથ ધરીને આજ સાંજ સુધીમાં 100% ગામોમાં વીજળી મળે તે રીતે કામગીરી કરવા સૂચના આપી દેવામાં આવી છે. મૃત પશુઓના નિકાલ અને સફાઈ માટે જરૂર પડ્યે બહારની ટીમ બોલાવવા સૂચના પણ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન