Gujarat CM Bhupendra Patel visits Flood hit area of saurashtra
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • CM ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત સૌરાષ્ટ્રની મુલાકાતે, જામનગરના ધુંવાવ ગામે અસરગ્રસ્તો સાથે કરી વાત

CM ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત સૌરાષ્ટ્રની મુલાકાતે, જામનગરના ધુંવાવ ગામે અસરગ્રસ્તો સાથે કરી વાત

 | 4:14 pm IST
  • Share

ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના બીજા જ દિવસે ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રની મુલાકાતે છે. CM ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે વરસાદથી ગ્રામજનોને થયેલા નુક્સાનની વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોની મુલાકાત સમયે રાજ્ય સરકાર દ્વારા તેમને તમામ મદદની ખાતરી આપતા કહ્યું કે, કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત ના રહી જાય અને અગાઉ કરતાં પણ સૌનું જીવન બહેતર બને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહેશે.

CM ભુપેન્દ્ર પટેલની સાથે જામનગરના સાંસદ પૂનમ માડમ, પૂર્વ મંત્રી હકુભા જાડેજા,ધારાસભ્ય રાઘવજી પટેલ, મેયર તેમજ અન્ય પદાધિકારીઓ, મુખ્ય સચિવ પંકજ કુમાર, કમિશનર વિજય ખરાડી અને કલેકટર સૌરભ પારઘી સહિતના અધિકારીઓ જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2 દિવસોથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે રાહત અને બચાવ કામગીરી માટે NDRFની ટીમોને તૈનાત કરવી પડી છે. ફાયર બ્રિગેડ ઉપરાંત સામાજિક સંગઠનોના કાર્યકર્તાઓ અસરગ્રસ્તોની મદદ કરી રહ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે ગામની મુલાકાત લીધી, તે ધુવાવ ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. ગ્રામજનો પોતાનો જીવ બચાવવા માટે ધાબા કે અગાશીમાં આશરો મેળવવા મજબૂર બન્યા હતા. જ્યાં SDRFના જવાનોએ લોકોને રેસ્ક્યુ કર્યાં હતા.

મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલનો આ પ્રથમ પ્રવાસ છે. જામનગરના ધુવાનની મુલાકાતા બાદ મુખ્યમંત્રી રાજકોટ જવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન