Gujarat CM Bhupendra Patel's New Cabinet Will Sworn In At 1.30 Pm Today
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભુપેન્દ્ર ‘દાદા’ની નવી યુવા ટીમ: 10 કેબિનેટ સહિત 25 મંત્રીઓએ શપથ લીધા, તમામ ચહેરા નવા

ભુપેન્દ્ર ‘દાદા’ની નવી યુવા ટીમ: 10 કેબિનેટ સહિત 25 મંત્રીઓએ શપથ લીધા, તમામ ચહેરા નવા

 | 9:43 am IST
  • Share

મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ શરૂ થયેલી મંત્રી બનવાની ખેંચતાણ  વચ્ચે શપથવિધિ પૂર્ણ થઈ છે.  ગઈકાલે ભાજપમાં આંતરિક ડખો થયા બાદ અટકેલી શપથવિધિ આજે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે યોજાઈ હતી. ભાજપ હાઈકમાન્ડે આજે વહેલી સવારથી જ સંભવિત 23 ધારાસભ્યોને ફોન કરી કહ્યું કે આપ મંત્રી બની રહ્યા છો અને રાજભવન ખાતે શપથ લેવા પહોંચી જજો. કહીને ફોન કર્યા હતા. ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઈ હતી, જેમાં નો રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યાં છે. 

કેબિનેટ મંત્રીઓ

ગુજરાતના નવા સીએમ ભુપેન્દ્ર પટેલની સરકારમાં ભુપેન્દ્ર પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલ, કનુભાઇ દેસાઈ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર અને અર્જુનસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે.

5 રાજ્યકક્ષાના મંત્રી

હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલ, મુકેશ પટેલ, નિમિષાબેન સુથાર, અરવિંદ રૈયાણી, કુબેરસિંહ ડિંડોર, કીર્તિસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, આર. સી. મકવાણા, વીનુ મોરડિયા, દેવા માલમનો સમાવેશ થાય છે.

  • ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળનું કદ કુલ 25નું રાખવામાં આવ્યું છે. જેમાં 10 કેબિનેટ કક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રી તરીકે રાખવામાં આવ્યા છે.

  • શપથવિધિ બાદ કેબિનેટ બેઠકમાં ખાતાંની ફાળવણી થશે
  • ગજેન્દ્રસિંહ પરમાર, રાઘવજી મકવાણા, વિનોદ મોરડિયા, દેવા માલવે રાજ્યમંત્રીના શપથ લીધા છે.
  • રાજેન્દ્ર ત્રિવેદી સરકારમાં બીજા નંબરે રહેશે

  • અરવિંદ રૈયાણી, મુકેશ પટેલ, કુંબેર ડિંડોર, નિમીષા બેન, કિર્તીસિંહ વાઘેલાએ રાજ્યમંત્રીના શપથ લીધા

  • હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, જીતુ ચૌધરી રાજ્યમંત્રી
  • બ્રિજેશ મેરજા, મનિષા વકીલ રાજ્યમંત્રી બન્યા
  • ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 10 કેબિનેટ મંત્રી
  • રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી કેબિનેટ મંત્રી
  • ઋષિકેશ પટેલ, રાઘવજી, પૂર્ણેશ મોદી કેબિનેટ મંત્રી

  • કનુ દેસાઈ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ કેબિનેટ મંત્રી
  • પ્રદીપ પરમાર, અર્જૂનસિંહ ચૌહાણ કેબિનેટ મંત્રી
  • ભુપેન્દ્ર સરકારમાં 10 કેબિનેટ મંત્રીએ શપથ લીધા છે.
  • હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષ વકીલે શપથ લીધા છે.
  • દક્ષિણ ગુજરાતનો દબદબો દેખાઈ રહ્યો છે, જેમાં 10 મંત્રીઓએ શપથ લીધા છે.

  • કનુ દેસાઈ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદિપ પરમાર, અર્જુનસિંહ ચૌહાણે શપથ લઈ રહ્યાં છે.

  • ઈશ્વરના નામે સોંગદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી સદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું. ભારતના સૌવભૌવત્વનું અને અંખિડતતાનું સમર્થન કરીશ અને હું ગુજરાતના રાજ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો સદ્ધાપૂર્વક અને અંતકરણ પૂર્ણ બજાવીશ. અને ભય કે પક્ષપાત રોગદ્રૈષ વિના, તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાય પૂર્વક વર્તીશ..

  • રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણશ મોદી, રાઘવજી પટેલે શપથ વાંચ્યા
  • ઈતિહાસમાં પહેલી વખત પાંચેય નવનિયુક્ત મંત્રીઓએ એક સાથે શપથપત્ર વાંચ્યું

ગાંધીનગરમાં રાજભવન ખાતે મંત્રીમંડળની શપથની તૈયારીઓ પૂર્ણ કરાઈ હતી અને રાજભવન ખાતે બનાવેલ સ્ટેજ પર વિજય રૂપાણી, સી.આર.પાટીલ, નીતિન પટેલ, ભૂપેન્દ્ર યાદવ મંચ પર પહોંચી ચૂક્યા હતા.

ગુજરાતમાં પ્રથમવાર નો – રિપીટ ફોર્મ્યૂલા લાગુ કરાઈ છે. જેના કારણે ભુપેન્દ્ર પટેલ સરકારમાં તમામ મંત્રીઓ નવા બનાવવામાં આવ્યા હતા. બપોરે મંત્રીમંડળની શપથવિધિ કાર્યક્રમ બાદ સાંજે કેબિનેટની બેઠક મળશે અને તેમાં મંત્રીઓના ખાતાઓની ફાળવણી કરવામાં આવશે.

23 ધારાસભ્યોને મંત્રી બનવાનો ફોન આવ્યો

1. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે બનશે મંત્રી
2. વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ બનશે મંત્રી
3. ભાવનગર પશ્ચિમના જીતુ વાઘાણી બનશે મંત્રી
4. વડોદરાના ધારાસભ્ય મનીષા વકીલ બનશે મંત્રી
5. રાજકોટ પૂર્વના અરવિંદ રૈયાણી બનશે મંત્રી
6. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા બનશે મંત્રી
7. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ મંત્રી બનશે
8. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ બનશે મંત્રી
9. કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી બનશે મંત્રી
10. મોરવા હડફના ધારાસભ્ય નિમિષા સુથાર મંત્રી બનશે
11. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ બનશે મંત્રી
12. કેશોદના ધારાસભ્ય દેવા માલમ બનશે મંત્રી
13. અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર બનશે મંત્રી
14. રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી મંત્રી બનશે
15. નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ બનશે મંત્રી
16. મહેમદાવાદના ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણ બનશે મંત્રી
17. સંતરામપુરના કુબેરસિંહ ડિંડોર બનશે મંત્રી
18. પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર બનશે મંત્રી
19. મહુવાના ધારાસભ્ય આર.સી.મકવાણા બનશે મંત્રી
20. વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ મંત્રી બનશે
21. લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા બનશે મંત્રી
22. મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી મંત્રી બનશે
23. પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ બનશે મંત્રી

જુના મંત્રીઓના ફરી મંત્રી બનવા ધમપછાડા

બીજી બાજુ કુંવરજી બાળવિયાને નવી મંત્રીમંડળમાં સ્થાન ન મળતાં આજે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. કુંવરજી બાવળિયાના સમર્થનમાં બંધનું એલાન જાહેર કરાયું છે. વીંછીયામાં ટોળું દુકાનો બંધ કરાવવા નીકળ્યું હોવાના સમાચાર છે. કુંવરજીને મંત્રીપદેથી હટાવતા વીંછીયા બંધનું એલાન આપ્યું છે. બીજી બાજુ વેપારી એસોસિએશન દ્વારા બંધને સમર્થન પણ અપાયું છે. કુંવરજી બાવળિયાને સરકારમાં મંત્રી પદે ચાલુ રાખવાની માંગ ઉઠી છે.

ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં નવા મંત્રીમંડળમાં કોનું નામ હશે? અને કોનું પત્તું કપાશે તે મુદ્દે હજુ સસ્પેન્સ યથાવત છે. પરંતુ હા… ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં તમામ નવા ચહેરા હશે તે વાત જાણવા મળી રહી છે. આજે પણ શપથવિધિ પહેલા બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે.

ગુજરાતમાં નવા મંત્રીમંડળની આજે શપથવિધિ પહેલાં જ હાઈકમાન્ડની નવી થિયરીથી ભાજપમાં અસંતોષનો જુવાળ ફાટી નીકળ્યો છે. જો હાઈકમાન્ડની નવી થિયરી નવા મંત્રીમંડળ પર લાગૂ પડશે તો ભાજપ સરકારમાં જ્ઞાતિ – ક્ષેત્રનું પ્રતિનિધિત્વ ખોરવાઈ જશે. હાલ બે શહેરોની જ સરકાર બને તેવો ઘાટ સર્જાયો છે. મંત્રીપદને લાયક 51 પૈકી સુરત- અમદાવાદના 16 ધારાસભ્યોનો નામ છે. હાલ શપથવિધિ પહેલા બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે.

આજે ગાંધીનગર રાજભવન બહાર તારીખ વિનાનાં બેનરો લગાવવામાં આવતા તમામને આશ્ચર્ય થઈ રહ્યું છે. ગુજરાત ભાજપ પ્રભારીની મુલાકાતે સવારમાં જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદ એનએક્સીમાં પહોંચ્યા છે, થોડીવારમાં સી.આર પાટીલ પણ ત્યાં પહોંચી રહ્યા છે.

બીજી બાજુ ભાજપમાં નો રિપિટની થીયરીના કારણે કોંગ્રેસના તકવાદી પેરાશૂટોની હાલત ખરાબ થવાના સમાચાર મળી રહ્યા છે. ભાજપ સરકારના મંત્રીમંડળમાં ‘નો રિપિટ થિયરી’ની અટકળો વહેતી થઈ છે, જેના કારણે સત્તાની લાલચમાં કોંગ્રેસના તકવાહી પેરાશૂટોની ભાજપ સરકારમાં નહિ ઘરના, નહિ ઘાટના જેવી હાલત થવાની છે. કોંગ્રેસથી છેડો ફાડનારા તકવાદી પેરાશૂટોમાં છેલ્લે કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા અને હકુભા જાડેજા ભાજપની સરકારમાં મંત્રી હતા, જોકે નો રિપિટ થિયરી અમલી બને તો બાવાના બેય બગડયા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, મંત્રીપદેથી હકાલપટ્ટી બાદ માત્ર ધારાસભ્ય બનીને રહેવાનો વારો આવશે, એટલું જ નહિ પરંતુ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટમાંથી પત્તુ કપાય તો નવાઈ નહિ.

સત્તાનો સ્વાદ ચાખવા માટે કોંગ્રેસના સંખ્યાબંધ સત્તાલાલચુ ધારાસભ્યોએ ખરા સમયે કોંગ્રેસ સાથે દ્રોહ કર્યો હતો અને ભાજપમાં જોડાઈ ગયા હતા, ભાજપની સરકારમાં અત્યારે ત્રણ મૂળ કોંગ્રેસી પેરાશૂટો મંત્રી પદે છે, જો નો રિપિટ થિયરી લાગુ પડે તો તેમની ભૂંડી દશા થવાની છે, હજુયે કોંગ્રેસમાંથી આવેલા અન્ય નેતાઓ ભાજપમાં સારું પદ મળે તેની રાહ જોઈ રહ્યા છે, ઘણા એવા ય છે કે, કોંગ્રેસમાં જોરદાર દબદબો હતો, પરંતુ ભાજપમાં હાંસિયામાં ધકેલાયા છે પણ જાહેરમાં તેઓ ચું કે ચાં કરી શકતા નથી, તેમને કોઈ તક મળશે કે કેમ તેનો પણ ગુુરુવારે ફેંસલો થશે.

અત્રે નોંધનીય છે કે, ગઈકાલે (બુધવારે) નવા મંત્રીમંડળના શપથગ્રહણ માટે મંચ તૈયાર કરાયા બાદ અચાનક પોસ્ટરો ફાડી દેવામાં આવ્યા હતા. છેલ્લી ઘડીએ શપથગ્રહણ ટળી ગયું હતું. છેલ્લા 25 વર્ષથી સત્તામાં રહેલા ભાજપને પહેલીવાર પોતાના મંત્રીઓની નારાજગીના કારણે આ પગલું ભરવું પડ્યું છે.

દિલીપ ઠાકોર નહીં તો પાટણમાં ભાજપ નહી

રૃપાણી સરકારમાં શ્રમ અને રોજગારમંત્રી રહેલા દિલીપ ઠાકોરને પડતા મૂકવાના નિર્ણયથી પાટણ જિલ્લા ભાજપ ભડકે બળ્યંુ છે. હારિજમાં ભાજપના અનેક પદાધિકારીઓએ વિરોધ પ્રદર્શન કરીને રાજીનામાની ચીમકી આપી હતી.

કુંવરજીને કઢાશે તો કોળીઓ આંદોલન કરશે

કોંગ્રેસમાંથી આવેલા કુવરંજી બાવળિયાના સમર્થનમાં  અખિલ ભારતીય કોળી સમાજેે ઁસ્ને પત્ર લખી કુંવરજીને મંત્રીપદે યથાવત્ રાખવા માગણી કરી છે. જો તેમ નહીં થાય તો આંદોલન કરાશે અને ચૂંટણીમાં અસર  થશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

રાદડિયાનાં સમર્થનમાં જેતપુરમાં યુવાનો એકત્ર

કેબિનેટમંત્રી જયેશ રાદડિયાના સમર્થનમાં જેતપુર, ધોરાજીમાં મોટી સંખ્યામાં સમર્થકો એકત્ર થયા હતા. રાજકોટથી પોરબંદરના પટ્ટામાં પકડ જમાવતા રાદડિયા પરિવારને અન્યાય થશે તો સાંખી નહીં લેવા તેવી ચીમકી આપી છે.

ભાજપમાં અસંતોષની નોંધ હાઈકમાન્ડ લે તો કેટલાક મંત્રી રિપીટ થશે

ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ‘નો-રિપીટ થિયરી’ને લઈ આંતરિક અસંતોષ ફાટી નીકળ્યો છે, જેના કારણે શપથવિધિ ગ્રહણનો કાર્યક્રમ જ રદ કરવો પડયો છે, ભાજપના મંત્રીઓના આંતરિક ભડકા-અસંતોષની રજૂઆતો ભાજપના દિલ્હી દરબાર સુધી પહોંચી છે અને રજૂઆતોનો દોર ચાલ્યો છે. આમાં કેટલાક અનુભવી અને પોતપોતાના વિસ્તાર, જ્ઞાાતિ, સમાજમાં ખાસ્સું વર્ચસ્વ ધરાવનારા છે. ચૂંટણીમાં વિજયના લક્ષ્યને ધ્યાને લેવો હોય અને હાઈકમાન્ડ આ પરિપ્રેક્ષ્યમાં વિચાર કરે તો આવા જૂજ મંત્રીઓને પુનઃ મંત્રીમંડળમાં સ્થાન આપી ઔ’નો-રિપીટ થિયરી’માં અપવાદ અપનાવાશે તેમ પણ સૂત્રો ઔમાને છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો