Gujarat CM Vijay Rupani Appeals People To Say Inside Home Between Coronathreat
  • Home
  • Ahmedabad
  • ’10 દિવસ પછીની અમદાવાદીઓ કલ્પના કરજો, ધ્યાન નહીં રાખો તો પસ્તાવાનો વારો આવશે’: રૂપાણી

’10 દિવસ પછીની અમદાવાદીઓ કલ્પના કરજો, ધ્યાન નહીં રાખો તો પસ્તાવાનો વારો આવશે’: રૂપાણી

 | 1:23 pm IST

રાજ્ય સરકારોને પોતાના રાજ્યમાં લૉકડાઉનને ગંભીરતાથી લેવાની અપીલ બાદમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મીડિયાને સંબોધતા એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે લોકોને ઘરોમાં જ રહેવાની અપીલ કરીને જીવનજરૂરી તમામ વસ્તુઓની કોઈ જ અછત ઉભી નહીં થાય તેની પણ ખાતરી આપી છે. કોરોનાના વધતા કેસના પગલે આજે હાઈલેવલની બેઠકોનો દોર મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ચાલ્યો હતો. ત્યારબાદ તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં જે પ્રકારે કોરોનાના દર્દીઓનો આંક વધી રહ્યો છે, તેને જોતા કોરોનાનો વ્યાપ વધશે તેવું એક્સપર્ટનું માનવું છે. ગુજરાતમાં કોરોના વાયરસના 30 દર્દીઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. જેના કારણે તેમને લોકોને બિનજરૂરી ઘર બહાર ન નીકળવા અપીલ કરી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, રવિવારથી કોરોના સામેની લડાઈની શરૂઆત થઈ છે. હજુ આગામી સમયમાં વ્યાપ વધી શકે છે. કોરોનાથી 30 લોકો સંક્રમિત થયા હોવાની માહિતી આપી છે જેના કારણે બિનજરૂરી લોકોએ કોઈ કોઈને મળવુ જ નહીં. જ્યાં લોકડાઉન છે ત્યાં કોરોનાના કેસ વધી રહ્યા છે. લોકડાઉન નથી ત્યાં વધે નહીં તે પણ એક ચિંતાનો વિષય હોવાની વાત જણાવી હતી. તેમણે જણાવ્યું કે, રાજ્યના નાગરિકો આવશ્યક હોય તો જ ઘર બહાર નીકળે. ઈમરજન્સી હોય તો જ ઘર બહાર નીકળવું. 31 માર્ચ સુધી પરિવાર સાથે રહેવા CMએ અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું કે, આપણને હાલ પરિવાર સાથે રહેવાનો ભગવાને બેસ્ટ સમય આપ્યો છે. બિનજરૂરી હેરફેર બંધ કરાવવા પોલીસને સૂચના પણ આપી દીધી હોવાનું જણાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યાં સુધી કોઈ કટોકટી ન હોય ત્યાં સુધી ઘર બહાર નીકળવું જ નહીં. જો આવું કરશો તો પસ્તાવાનો વારો આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, અમેરિકા, જર્મની યૂકે જેવા વિકસિત દેશો પણ કોરોના સામે હાંફી ગયા છે, ત્યારે આપણે ત્યાં પરિસ્થિતિ ગંભીર બની શકે છે. આ માટે ચાલે એમ ન હોય ત્યાં સુધી ક્યાંય ઘરની બહાર નીકળવું જ નહીં. સામાન્ય રીતે લોકો ફરિયાદ કરતા હોય છે કે અમને પરિવારના લોકો માટે સમય નથી મળતો, તો આ સમય તમારા પરિવારના લોકો સાથે વિતાવો. જો કોઈ બિનજરૂરી બહાર નીકળશે તો પોલીસને પણ રોકવાની સૂચના આપવામાં આવી છે. આથી કોઇએ કારણ વગર બહાર નીકળવું નહીં. તેમને રાજ્યના લોકોને આશ્વત કર્યા હતા કે, જીવનજરૂરી વસ્તુઓ જેવી કે શાકભાજી, દૂધ, કરિયાણું વગેરેની કોઈ જ અછત નહીં થાય. તે તમામ પુરવઠો પૂરો પાડવામાં આવશે. મુખ્યમંત્રીએ આ મામલે લોકોને ધરપત આપી છે.

બીજી બાજુ, રાજ્યના ડેુપ્યૂટી સીએમ નીતિન પટેલે એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, રાજ્યના લોકો ભીડભાડવાળી જગ્યા પર ના જાવ, તેના માટે તેમણે નાગરિકોને અપીલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોના વાયરસના કારણે 29 કેસ નોંધાયા છે. રાજ્યભરમાં સઘનતા વધારવી જરૂરી છે. કોઈ સંપર્ક કરતું હોય તો ટાળવો જરૂરી. સરકારની સૂચનાનો અમલ કરવો પણ જરૂરી છે. નાગરિકોના સહયોગની ખૂબ જરૂર છે. વધતા જતા કેસને અટકાવવા આપણી જવાબદારી છે. જેના કારણે ભીડભાડ ન કરો બિનજરૂરી બહાર ન નીકળો. ન ગમતા કડક પગલા આપણા હિત માટે આવશ્યક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન