મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 'ભૂચર મોરી'માં ખુલ્લુ મુકાયું 'શહીદ વન' - Sandesh
  • Home
  • Gujarat
  • મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ‘ભૂચર મોરી’માં ખુલ્લુ મુકાયું ‘શહીદ વન’

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ‘ભૂચર મોરી’માં ખુલ્લુ મુકાયું ‘શહીદ વન’

 | 3:44 pm IST

જામનગર જિલ્લાના ધ્રોલ ખાતેના ઐતિહાસિક ‘ભૂચર મોરી’ મેદાન ખાતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ‘ભૂચર મોરી’ના શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ ઉપરાંત વન વિભાગ દ્વારા ખાસ બનાવાયેલ ‘શહીદ વન’ ખુલ્લું મૂક્યું હતું.

cm 1

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે કેબિનેટ મંત્રીઓ ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વન મંત્રી ગણપત વસાવા, કૃષિ મંત્રી બાબુભાઇ બોખીરિયા, ઉર્જા મંત્રી ચીમનભાઈ સાપરીયા ઉપસ્થિત રહ્યા હતા.

cm 2

આજે ‘ભૂચર મોરી’ ખાતેથી રાજ્યકક્ષાના વન મહોત્સવનો આરંભ કરવામાં આવ્યો હતો
‘ભૂચર મોરી શાહિદ સ્મારક ટ્રસ્ટ’ દ્વારા દર વર્ષે શીતળા સાતમના દિવસે ભૂચર મોરી યુદ્ધ મેદાન ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ યોજાય છે. ભૂચર મોરીના મેદાનમાં જામનગરના રાજવીઓ અને અકબરના સૈન્ય વચ્ચે ખેલાયેલું યુદ્ધ સૌરાષ્ટ્રનું સૌથી મોટું યુદ્ધ છે.

Cm 4

આ યુદ્ધમાં બંને પક્ષે મળીને કુલ 3 લાખ યોદ્ધાઓ કામ આવ્યા હતા. જામનગરના રાજવીના શરણે આવેલા મુસ્લિમ શરણાર્થીને આશરો આપવા આ મહાયુદ્ધ ખેલાયું હતું.

;