Gujarat CM Vijay Rupani Kite Festival Friend, Family Uttarayan Rajkot
  • Home
  • Featured
  • ‘અમે પતંગ કાપવામાં નહીં ઉડાવવામાં માનીએ છીએ’, CMએ અ’વાદ બાદ રાજકોટમાં આપ્યો મહત્વપૂર્ણ સંદેશ

‘અમે પતંગ કાપવામાં નહીં ઉડાવવામાં માનીએ છીએ’, CMએ અ’વાદ બાદ રાજકોટમાં આપ્યો મહત્વપૂર્ણ સંદેશ

 | 6:13 pm IST

આજે ઉત્તરાયણનો તહેવાર રાજ્યમાં ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં મેયરના નિવાસ સ્થાને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, મેયર બિજલ પટેલે પતંગ ચગાવ્યો હતો. આ દરમિયાન ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રીએ રાજકોટ ખાતે પણ પતંગ ચગાવી હતી.

રાજકોટમાં ડર્ટી ડઝન ગ્રુપ સાથે CM ઉત્તરાયણ મનાવી રહ્યા છે. CM રૂપાણીએ રાજકોટમાં CAAના સમર્થનવાળી પતંગ ચગાવી હતી. સીએમે પત્ની અંજલીબેન રૂપાણી, પુત્ર સાથે ઉત્તરાયણ ઉજવી હતી. આ સિવાય અમીન માર્ગમાં પરિવાર અને મિત્રો સાથે ઉજવણી કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહેલા અમદાવાદના પાલડીમાં બિજલ પટેલના નિવાસસ્થાને ઉત્તરાયણની ઉજવણી કરી. આ દરમિયાન અનેક લોકોને મુખ્યમંત્રી મળ્યા હતા. સાથે જ પતંગને પેચ પણ લગાવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ બાદ રાજકોટમાં પણ ડર્ટી ડઝન ગ્રૂપ સાથે ઉતરાયણ મનાવી હતી. તેઓ દર વર્ષે તેમના મિત્રો સાથે રાજકોટમાં ઉતરાયણ મનાવે છે. આ વર્ષે CAA ના સમર્થન વાળી પતંગ ઉડાવીને પ્રતીકાત્મક સમર્થન સાથે ગ્રૂપ ડર્ટી ડઝન સાથે તેઓ પત્ની અંજલી સાથે પતંગોત્સવ મનાવ્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પતંગ ચગાવ્યા બાદ જનતાને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ CAAને સમર્થન આપવા લોકો પતંગ અને પ્લેકાર્ડથી ઉજવણી કરી રહ્યા છે. સાથે જ CM રૂપાણીએ કટાક્ષ કરતાં કહ્યું કે અમે કાપવામાં નહીં પણ પતંગ ઉડાવવામાં માનીએ છીએ.

પતંગ એટલે કાર્યકર્તા અને ઉમેદવાર છે. દોરી એટલે સંગઠન છે. સારી પતંગ, સારો દોરો મળીને આ વર્ષે ઉંચી પતંગ ઉડાવી રહ્યા છીએ. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ વિજયી થશે. તો બીજી તરફ અમદાવાદના મેયર બિજલ પટેલે પણ જનતાને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન