Gujarat Congress Leader Arjun Modhwadia Tweet On Coal Crisis
  • Home
  • Featured
  • ‘તો દિવાળીમાં દેશના દર 10માંથી 5 ઘરમાં છવાશે અંધારુ!’

‘તો દિવાળીમાં દેશના દર 10માંથી 5 ઘરમાં છવાશે અંધારુ!’

 | 5:03 pm IST
  • Share

  • દેશ પર કોલસાની કમીનું સંકટ
  • વીજ સંકટને લઈને રાજ્ય સરકારો ચિંતિત
  • શું ભાજપ સરકાર પાસે એનું કોઈ સમાધાન છે?

ભારત પર કોલસાની અછતનો ખતરો તોળાઈ રહ્યો છે. એવામાં સૌ કોઈના મનમાં એક જ પ્રશ્ન થઈ રહ્યો છે કે, શું ખરેખર દેશમાં વીજકાપ ઝીંકવામાં આવશે? તહેવારોના ટાણે વીજકાપના સમાચારોને લઈને અનેક સવાલો ઉઠી રહ્યાં છે. એક તરફ કેન્દ્ર સરકાર દેશમાં વીજ સંકટ ના હોવાનું કહી રહી છે, તો બીજી તરફ રાજ્ય સરકારો વીજ સંકટને લઈને અનેક રાજ્યોએ ચિંતા વ્યક્ત કરી છે. એવામાં ગુજરાત કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે.

ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પોતાના ઑફિશિયલ ટ્વીટ પર જણાવ્યું છે કે, “જો જેમ બને તેમ જલ્દી પાવર પ્લાન્ટ સુધી કોલસો નહીં પહોંચાડવામાં આવે, તો દિવાળી પર ભારતના દર 10માંથી 5 ઘરમાં વીજળી નહીં હોય- અર્થાત રોશનીના પર્વ પર જ તેઓના ઘરમાં અંધારુ છવાશે.

આ સાથે જ તેમણે કેન્દ્રની ભાજપ સરકારને પ્રશ્ન પૂછ્યો છે કે, શું સરકાર પાસે આ સમસ્યાનું કોઈ સમાધાન છે? તેઓ માત્ર એટલું જ બોલી રહ્યાં છે કે, દેશમાં કોલસાની કોઈ કમી નથી.”

હકીકતમાં સમગ્ર દેશમાં આ મહિનાની શરૂઆતથી વીજ સંકટની સમસ્યા વધારે ગંભીર બની ગઈ છે. એક આંકડા અનુસાર, સપ્ટેમ્બરના અંત સુધીમાં દેશના 135 થર્મલ પ્લાન્ટમાં સરેરાશ 4 દિવસ સુધી ચાલે તેટલો કોલસાનો સ્ટૉક બચ્યો હતો. જે નિયમ અનુસાર, થર્મલ પાવર પ્લાન્ટોમાં 22 દિવસો સુધી ચાલે તેટલો કોલસાનો સ્ટોક રાખવો ફરજિયાત છે.

ઉલ્લેખનીય છે કે, કોલસો ભારતમાં ઉર્જાનો મુખ્યસ્ત્રોત છે. લગભગ 70 ટકા વીજ ઉત્પાદન કોલસાથી જ કરવામાં આવે છે. દેશ પર હાલ કોલસાની કમીનો ખતરો તોળાઈ રહ્યો છે. દેશના 135 પાવર પ્લાન્ટ એવા છે, જ્યાં કોલસાથી વીજળી પેદા કરવામાં આવે છે. સરકારના આંકડા જ દર્શાવે છે કે, 18 પ્લાન્ટ એવા છે, જ્યાં કોલસાનો સ્ટોક ખતમ થઈ ગયો છે.

મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે, અનેક રાજ્યોમાં કોલસાની અછતના કારણે વીજકાપ શરૂ થઈ ચૂક્યો છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં અનેક પાવર પ્લાન્ટો બંધ થવાની અણી પર છે. માત્ર આજ રાજ્યો નહીં, પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ થર્મલ પાવર પ્લાન્ટો પણ કોલસાની કમીનો સામનો કરી રહ્યાં છે. જો કે કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્થિતિને સામાન્ય કરવા માટે સતત પગલા લઈ રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો