gujarat: congress leaders not like hardik patel will elect for election
  • Home
  • Ahmedabad
  • કોંગ્રેસમાં હાર્દિક પટેલના કારણે ડખો, બેઠકોનો ધમધમાટ શરૂ

કોંગ્રેસમાં હાર્દિક પટેલના કારણે ડખો, બેઠકોનો ધમધમાટ શરૂ

 | 3:02 pm IST

પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કન્વીનર હાર્દિક પટેલે 2019ની લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. સોશિયલ મીડિયામાં ફરતી ખબર પ્રમાણે ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે હાર્દિક પટેલ અમરેલીમાંથી ચૂંટણી લડશે. કોંગ્રેસની જાહેરાત પહેલા જ સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલે જાહેરાત કરી દેતા કોંગ્રેસનાં નેતાઓમાં ડખો થયો છે.

કોંગ્રેસમાં હાર્દિક પટેલના લોકસભા ચૂંટણી લડવાને લઇ ડખો થયો હતો. આ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની આગેવાનીમાં બેઠક યોજાઇ હતી. મોડી રાત્રી સુધી બેઠકોનો દોર ચાલ્યો હતો. તમને જણાવી દઇએ કે, હાર્દિક પટેલને લઈને કેટલાક કોંગી નેતા નારાજ છે. કોંગ્રેસમાં હાર્દિક પટેલ જોડાય તે પહેલા વિરોધનો સૂર ઉઠ્યો છે. કોંગ્રેસનાં જ મોટા નેતાઓ વિરોધનો સુર રેલાવી રહ્યાં છે. કોંગ્રેસનાં નેતાઓ કહી રહ્યાં છે કે કોંગ્રેસનાં જે સ્થાનિક નેતાઓ છે એમને ટિકિટ આપવામાં આવે. નહીં કે બહારથી કોંગ્રેસમાં જોડઇ રહ્યાં છે તેમને ટિકિટ આપવામાં આવે. આ નિર્ણયને કારણે સ્થાનિક આગેવાનો નારાજ થયા છે.

12મી તારીખે એટલે મંગળવારે ગુજરાતમાં યોજાનારી કોંગ્રેસની CWCમાં હાર્દિક પટેલ કોંગ્રેસનો ખેસ પહેરશે. આ દરમિયાન રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહેશે. જો કે ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે જાહેરાત હજી સત્તાવાર રીતે કરવામાં આવી નથી.