Gujarat Congress react on state government check post announcement
  • Home
  • Ahmedabad
  • કોંગ્રેસના રાજ્ય સરકાર પર આકરા પ્રહાર, કહ્યું- ચેક પોસ્ટ નાબુદીની વાત અયોગ્ય

કોંગ્રેસના રાજ્ય સરકાર પર આકરા પ્રહાર, કહ્યું- ચેક પોસ્ટ નાબુદીની વાત અયોગ્ય

 | 10:40 am IST

ગુજરાત સરકારે ગઈકાલે કેટલાક મોટા નિર્ણય લીધા હતા. રાજ્યની 16 ચેકપોસ્ટોને નાબુદ કરવાનો રાજ્ય સરકારે ગઈકાલે ઐતિહાસિક નિર્ણય લીધો હતો. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ દ્વારા આ અંગે જાહેરાત કરી હતી. ત્યારે હવે આ મુદ્દે વિપક્ષી દળ કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે.

કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ કહ્યું કે સરકારે અગાઉ 10 હજાર કરોડનું રોકાણ કર્યું અને હવે ચેક પોસ્ટ નાબુદીની વાત કરે તે સંપૂર્ણ રીતે અયોગ્ય છે. છેલ્લા દસ વર્ષમાં કરોડો રૂપિયા ખર્ચ્યા તેમ છતાં સરકાર આધુનિકરણ કરી શકી નથી. આજે પણ નાગરિકોને લાયસન્સ બાબતે અને અન્ય આરટીઓ કામ માટે લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે. મનીષ દોશીએ એમ પણ કહ્યું કે સરકાર ત્રણ સો કરોડ રૂપિયા શેમાં વાપરશે તેની તપાસ કરાવવામાં આવવી જોઈએ.

સરકારે ખેડૂતોની મશ્કરી કરી છે: મનીષ દોશી

ઉપરાંત ખેડૂતો મુદ્દે વાત કરતા મનીષ દોશીએ કહ્યું કે સરકાર ખેડૂતોની જગ્યાએ વિમા કંપનીઓને સાચવી રહી છે. સરકારે રાજ્યના ખેડૂતો માટે નજીવું પેકેજ જાહેર કર્યું છે. જે ખેડૂતોની મશ્કરી સમાન છે. કમોસમી વરસાદના કારણે આ વર્ષે સંપૂર્ણ પાક નાશ પામ્યો છે જેથી રાજ્યના ખેડૂતો આર્થિક પાયમાલીમાં ધકેલાયા છે. આ સાથે મનીષ દોશીએ માંગ કરતા કહ્યું કે રાજ્યના ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે.

આ વીડિયો પણ જુઓ: 20 નવેમ્બરથી રાજ્યની 16 ચેકપોસ્ટ નાબૂદમાં દાહોદની 2 ચેકપોસ્ટનો સમાવેશ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન